Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 275
________________ E g sssssssssssssss ઉપસંપદ્ સામાચારી માટે ગચ્છને પૂછીને જ આચાર્યે નવા તપસ્વીને સ્વીકારવો. ગચ્છને પૂછયા બાદ ગચ્છની અનુમતિ મળ્યા છે બાદ, તપસ્વીનો સ્વીકાર કરી લીધા બાદ જો ગચ્છ તપસ્વીની વૈયાવચ્ચાદિમાં ઉપેક્ષાવાળો બને તો આચાર્ય છે શું ગચ્છને ઠપકો આપવાના અધિકારી છે કે “તમારી રજા મળ્યા પછી જ મેં આ તપસ્વીને રાખ્યો છે. એની કાળજી રે શું કરવાની જવાબદારી તમારે નિભાવવી જ પડે. પ્રમાદ-ઉપેક્ષા કરો એ ન ચાલે.” એમ જે સાધુ જે તપ કરવા માટે કે વૈયાવચ્ચ કરવા માટે નિશ્રા સ્વીકારીને રહ્યો હોય તે સાધુ જો એ તપ- છે વૈયાવચ્ચાદિ ન કરે તો આચાર્ય એને કહે કે “તું મારી નિશ્રામાં તપાવૈયાવચ્ચ કરવા માટે આવ્યો છે. પણ એ છે છે તો તું કરતો નથી. આ શી રીતે ચાલે ?” આમ છતાં જો પેલો તપ-વૈયાવચ્ચાદિ ન કરે તો એને કાઢી મૂકે. આ બધી વ્યવસ્થાઓ સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલી છે. એટલે એનું એ પ્રમાણે પાલન કરવાની આપણા બધાયની ફરજ છે. છે જેમ સાધુ બીજા આચાર્યાદિની પાસે ઉપસંપ=નિશ્રા સ્વીકારે. એમ શ્રાવકની પણ નિશ્રા સ્વીકારે. સાધુ છે જ એક ક્ષણ માટે પણ બીજાએ નહિ આપેલી જગ્યાનો ભોગવટો ન કરી શકે. રસ્તામાં વરસાદ વગેરેને કારણે છે જે કોઈ ઘરની છત નીચે ઉભા રહેવું હોય તો પણ સાધુએ એ ઘરના માલિકની રજા લેવી પડે. ક્યાંક બેસવું હોય 8 તો પણ એ જમીનના માલિકની રજા લેવી પડે. જંગલ વગેરેમાં ઝાડની નીચે ઉભા રહેવું હોય તો ત્યાં જે 8 પહેલેથી કોઈ માણસ આવીને ઉભેલો હોય એની રજા લઈને ત્યાં સાધુ ઉભો રહી શકે. છે કોઈ જ ન હોય તો મUTનાદ, નમુદ્દો બોલી એ ક્ષેત્રના દેવની નિશ્રા સ્વીકારી સાધુ એ સ્થાનનો છે 8 ઉપયોગ કરે. આ બધુ ગૃહસ્થોપ સંપદ્ તરીકે ઓળખાય છે. ઉપસંહાર : આવશ્યકનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, પંચાશક વગેરે ગ્રંથોમાં આ દશ સામાચારી બતાવી છે. પણ એ ટુંકાણમાં છે 8 છે. અલ્પબુદ્ધિવાળાઓ એનો ગૂઢ અર્થ સમજવા સક્ષમ નથી. હું ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા લઘુહરિભદ્રબિરૂદધારી, મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે આ સ્વતંત્ર 6 8 સામાચારી પ્રકરણ ગ્રંથ રચી એમાં પ્રત્યેક પદાર્થોની ખૂબ સુંદર છણાવટ કરીને ખરેખર કમાલ કરી છે. એમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. એમના ઉપકારનો અંશતઃ બદલો વાળવો હોય તો એ આ દશ આ સામાચારીના યથાશક્તિ પાલનથી જ વળી શકે. તમામ સંયમીઓ દૃઢ નિશ્ચય કરે કે “આ દશ સામાચારીઓ પાળવી કંઈ અઘરી નથી. અમે અવશ્ય એને છે પાળશું.” અને એ પ્રમાણે પ્રતિજ્ઞાઓ-બાધાઓ લઈ લે તો મહોપાધ્યાયજીનો પ્રયત્ન સફળ થયેલો ગણાશે. હવે મહોપાધ્યાયજીનો સૌથી છેલ્લો, સૌથી વધુ ઉત્કૃષ્ટ, જિનશાસનના રહસ્યથી ભરેલો શ્લોક વિચારી છે છે. આપણે સામાચારી ગ્રંથ પૂર્ણ કરશું. किं बहुणा जह जह रागदोषा लहुं विलिज्जंति । तह तह पयट्टिअव्वं एसा आणा जिणिदाणं ॥ તમને ૯૯ ગાથામાં ઘણું કહી દીધું છે. હજી ય ઘણું કહેવું છે. પણ હવે એ વધારે કહીને કંઈ કામ નથી. 8 તમને માત્ર સાર જ કહી દઉં છું કે જેમ જેમ તમારા રાગ અને દ્વેષ ઝડપથી નાશ પામતા જાય તેમ તેમ પ્રયત્ન છે શું કરવો જોઈએ. બસ જિનેશ્વરોની માત્ર આટલી જ આજ્ઞા છે. કોઈપણ બાબતમાં પ્રભુનો એકાંતે આગ્રહ કે એકાંતે નિષેધ નથી. પણ “રાગદ્વેષની હાનિ થવી જોઈએ 8 એ પ્રભુની એકાંતે આજ્ઞા છે. EEEEEE 2 EEEEEEEEEEFEFEE mirroriginal સંયમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી , ૨૦૦ Roggergadgasaraggggggggggggggggggggggggggle

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278