________________
તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો ‘તપોવન'માં મૂકો જ
' જૂન માસથી શરૂ થતું સત્ર
વારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની-દસથી ચૌદ વર્ષથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ‘ગંદુ' કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમના સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને કરમાઈ જાય તો એ મા-બાપોએ ક્યાં જવું ? ક્યાં રોવું ? શું આપઘાત કરી નાખવો ?
પોતાના ઘરમાં કે ગમે તેવાં બોર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં મા-બાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જ જો ફસાયા હોય અને બોર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે ?
તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક - બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય તેમજ શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિક્તા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તમામ કાર્યકરગણનું મંતવ્ય છે.
જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના માળખામાં મા-બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓનાં ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ ૫ થી ૧રની શાળા માટે) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવિના ઘડતરના આ કામમાં એને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ મા-બાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ઓછામાં ઓછું ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં આપવાનો નિર્ણય કરવો જ જોઈએ.
( યાદ રાખો ) લાડમાં કે લાગણીમાં મા-બાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે
જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ પોકારી જશે.
ના... હવે શા માટે ક્રિયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય ?
ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે. હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.