Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 260
________________ 322332 33333333 VEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE હeggggggggggggggggggggggggggggssssssssssssssss ઉપસંપદ્ સામાચારી & ' તો એ શિષ્ય ગુરુ પાસે રજા માંગે. પણ ગુરુ “મારો શિષ્ય પારકાના ગચ્છમાં ન જવો જોઈએ. એ કદાચ એ તરફ ખેંચાઈ જાય તો ?” અથવા “એ ગચ્છનો સુંદર આચાર જોઈ મારી શિથિલતાઓને લીધે મારા તરફ ઉપેક્ષાવાળો બને તો ?” અથવા “આ શિષ્ય મારી ખૂબ જ સેવા કરે છે. બીજા પણ સેવા કરનારા છે. પણ છે એ આની સેવા તો જબરદસ્ત છે. એ સેવા ગુમાવી, કષ્ટ વેઠવું મને શી રીતે પાલવે ?” આવા અયોગ્ય કારણોસર 8 કોઈપણ બહાના કાઢી શિષ્યને ત્યાં ભણવા ન પણ જવા દે. આવા વખતે એ પરિપક્વ શિષ્યને લાગે કે “ત્યાં જઈને ભણવામાં પુષ્કળ લાભ થશે. એ અણમોલ રહસ્યો મળવાથી અનેકને એનાથી આત્મિક કલ્યાણમાં પોષણ મળશે.” તો ગુરુ પ્રત્યેના સહેજ પણ અસદૂભાવ વિના છે માત્ર આત્મહિત માટે, શાસનના માટે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘીને શિષ્ય એ પીઢ આચાર્ય પાસે ભણવા જાય, જ ભણે. તો એમાં એને કોઈપણ દોષ ન લાગે. - (એમ ગુરુ ઘણા જ શિથિલ હોય, એમની પાસે રહેવામાં સંયમજીવનને પુષ્કળ દોષો લાગવાની શક્યતા છે હોય. અસમાધિ રહેતી હોય તો ગુર ના પાડે છતાં પોતાની સમાધિ, સંયમની રક્ષા માટે બીજાની નિશ્રા 8 સ્વીકારવામાં દોષ નથી. પણ એ શિષ્યની ફરજ બની રહે છે કે “પોતાના ગુરુની નિંદા વગેરે ન કરવા.' જે # મળે એની આગળ “મારા ગુરુ શિથિલ છે, વિચિત્ર છે...” આ બધું બોલવું ન જોઈએ. શિષ્યને લક્ષ્ય સંયમરક્ષા છે R જ હતું. અને એ તો એણે સાધી જ લીધું છે. પછી આ બધી નિંદા કરવાનો શું લાભ ?) (ખરેખર તો ગુરુઓએ ઉદાર બનીને પોતાના શિષ્યને સમાધિ રહે, એનું સંયમ વધે એ માટેના સખત છે પ્રયત્નો કરવા જોઈએ. એ માટે એને બીજા ગ્રુપમાં જવાની ઈચ્છા થાય તો બિલકુલ રોકવો ન જોઈએ. સામે છે | ચાલીને ઉચિત વ્યવસ્થા કરી આપવી જોઈએ.). અહીં શાસ્ત્રાભ્યાસ માટે નિશ્રા સ્વીકારવાની વાત ઉભી થઈ છે. એટલે ગુરુ પાસેથી વાચના=પાઠ લેવાની છે આ વિધિ શું છે? એ બતાવે છે. (૧) એક ખ્યાલ રાખવો કે પાઠ લેવા-આપવાનું સ્થાન જૂદું હોય એ વધુ યોગ્ય છે. જ્યાં બધા સંયમીઓ છે. છે બેસતા હોય, શ્રાવકોની અવરજવર હોય, આજુબાજુ વાતચીતો થતી હોય તે જગ્યાએ પાઠ લેવો કે સ્વાધ્યાય છે કરવો ઉચિત નથી, કેમકે એમાં પાઠ લેનારાઓનું ચિત્ત એકાગ્ર ન બને. આજુબાજુ નજર કર્યા કરે. આજુબાજુની છે વાતો સાંભળ્યા કરે. ઘોંઘાટને લીધે ભણાવનારને પણ પરિશ્રમ પડે. વળી પાઠના કારણે બાકીના સાધુઓને પણ મુશ્કેલી થાય. એટલે એક સ્થાન એવું રાખવું કે જ્યાં માત્ર સ્વાધ્યાય કરવા, પાઠ લેવા-આપવા માટે જ બેસવાનું 8 જ હોય. હવે જે સ્થાનમાં પાઠ લેવાનો હોય તે સ્થાને દંડાસનથી કાજો લેવો જોઈએ. એ પછી જ એ સ્થાને પાઠ 8 ઉં લઈ શકાય. કાજો લીધા વિનાના સ્થાને સ્વાધ્યાય-પાઠ વગેરે કાર્યો ન કરી શકાય. મહોપાધ્યાયજી લખે છે કે – જ્ઞાનાવાર હિરારિત્રિપ રાત્રિાવ વિરોનૈવ મૈયાન, અન્યથા છે પુનરાવર વ ચારિત્રાચારને વિરોધ ન આવે એ રીતે જ્ઞાનાચારનું સેવન જ આત્માને હિતકારી બને. ચારિત્રાચારને ઉલ્લંઘીને જ્ઞાનાચારનું સેવન એ અનાચાર બને. કાજો લેવો એ ચારિત્રાચાર છે. એ પાળ્યા વિના છે ત્યાં પાઠ લેવો એ જ્ઞાનાચાર અનાચાર બને. એમ વહેલી સવારે પાઠ લેવા માટે અંધારામાં પ્રતિલેખન કરવામાં આવે તો એ ચારિત્રાચારના ઉલ્લંઘનવાળો જ્ઞાનાચાર અનાચાર બને. નિર્દોષ સ્થડિલ ભૂમિ જવાને બદલે, સ્વાધ્યાયાદિ માટે સમય બચાવવા વાડાનો ઉપયોગ કરીને વધુ સ્વાધ્યાયાદિ કરવો એ પણ અનાચાર છે. એમ નિર્દોષગોચરી છોડી સમય બચાવવા દોષિત વસ્તુઓ ઝડપથી લાવીને પુષ્કળ સ્વાધ્યાયાદિ કરવા એ પણ EEEEEEEEE ttttCECECECEC સંયમ રંગ લાગ્યો : ઉપપ સામાચારી ૦ ૨૫૫

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278