________________
ઉપસંપર્ સામાચારી ચારિત્રગુણથી મોટા છે તો શ્રેણિક દર્શનગુણથી મોટો છે. એટલે બે ય જણ એક-એક ગુણથી મોટા હોવાથી અપેક્ષાએ બે ય સમાનગુણવાળા બની ગયા. અને તો પછી શ્રેણિકના વંદન લેનારા પ્રભુવીરના સાધુઓને દોષ લાગવાની આપત્તિ આવશે. આ વાત બરાબર નથી.
હકીકત એ છે કે જેના માટે જે ગુણ આરાધનીય હોય=મેળવવા યોગ્ય હોય=પૂજવા-સત્કારવા યોગ્ય હોય. એના માટે એ ગુણવાળો વ્યક્તિ વંદનીય બને.
શ્રેણિક પાસે ચારિત્ર ન હતું. એટલે એના માટે ચારિત્ર આરાધનીય ગુણ હતો. એટલે એ ગુણવાળા સાધુઓ ક્ષાયિક સમકિતી શ્રેણિકને માટે વંદનીય બને.
વાચના બાદ પાઠ લેતી વખતે વડીલો પાસે વ્યાખ્યાનશક્તિ નામનો ગુણ ઓછો છે કે સર્વથા નથી, એટલે એ ગુણ એમના માટે ત્યારે આરાધનીય છે. એટલે એ ગુણવાળો, નાનો પણ સાધુ એ વડીલો માટે વંદનીય બનશે.
હા ! જે સાધુ શિથિલાચારી, કોઈપણ ગુણ વિનાનો હોય, અને છતાં મુગ્ધ લોકોને વંદન કરતા ન અટકાવે એમના વંદન સ્વીકારે એ ભંયકર મોહનીય કર્મ બાંધે.
બિચારા મુગ્ધજીવો તો એ સાધુનો વેશ અને સ્થૂલ આચાર જોઈને નમી પડે છે. પણ એની પાસે સાચી સાધુતા નથી. ઘણી બધી પરિણતિની ગરબડો છે. આમ છતાં એ લોકોને વંદન કરવાની ના નથી પાડતો. પેલાઓ આના ઉપર વિશ્વાસ મૂકે છે કે “આ ગુણવાન્ સાધુ અમને તારશે.” અને આ સંયમી એમના વિશ્વાસનો ઘાત જ કરે છે, કેમકે એ સાચી હકીકત જણાવતો જ નથી. બધાની સામે પોતાને સારા સાધુ તરીકે ઓળખાવે છે. એટલે એ ભયંકર મોહનીય કર્મ બાંધે.
પણ અહીં જે અનુભાષક સાધુ છે. એ કંઈ ખરાબ નથી. એ તો ચારિત્રસંપન્ન છે. ઉપરાંત જ્ઞાનગુણથી મોટો છે. એટલે એ વંદન લે તો એમાં કોઈ જ દોષ નથી.
આ વંદન બાબતમાં શાસ્ત્રકારોએ ચાર ભાંગાઓ બતાવ્યા છે.
(૧) સાધુવેષ છે + સર્વવિરતિપરિણામ છે. દા.ત. ગૌતમસ્વામી
(૨) સાધુવેષ છે + સર્વવિરતિપરિણામ નથી. દા.ત. અંગારમઇંક આચાર્ય
(૩) સાધુવેષ નથી + સર્વવિરતિપરિણામ છે. દા.ત. વલ્કલચીરી, ભરતચક્રી
(૪) સાધુવેષ નથી + સર્વવિરતિપરિણામ નથી. દા.ત. કાલસૌકરિક કસાઈ
જુના જમાનામાં સોનાની ધાતુનો સિક્કો બનાવાતો. અને એના ઉપર રાજ મુદ્રા લગાડાતી. એ રાજમુદ્રાવાળો સુવર્ણ સિક્કો ખરીદ-વેચાણ વગેરેમાં વપરાતો અર્થાત્ એ ચલણ તરીકે કામ લાગતો. હવે
(૧) મુદ્રા=ચિહ્ન છે + સુવર્ણનો સિક્કો છે → ચલણ તરીકે વપરાય. (૨) મુદ્રા=ચિહ્ન છે + ખોટો સિક્કો છે → ચલણ તરીકે ન વપરાય. (૩) ચિહ્ન નથી + સુવર્ણ સિક્કો છે → ચલણ તરીકે ન વપરાય. (૪) ચિહ્ન નથી + ખોટો સિક્કો છે → ચલણ તરીકે ન વપરાય.
શુદ્ધ વ્યવહારનય એમ માને છે કે જેમ માત્ર સાધુવેષ વંદનીય ન બને, તેમ સાધુવેષ વિનાનો સર્વવિરતિપરિણામવાળો પણ વંદનીય ન બને. સાધુવેષ અને સર્વવિરતિપરિણામ બે ય હોય તો જ એને વંદન
કરાય.
માટે જ ભરતચક્રીને કેવલજ્ઞાન થઈ ગયું હોવા છતાં, ક્ષાયિક ચારિત્રપરિણામ હોવા છતાં પણ જ્યાં સુધી એમણે સાધુવેષ પહેર્યો ન હતો ત્યાં સુધી ઇન્દ્રે એમને વંદન ન કર્યું. સાધુવેષ પહેર્યા પછી જ વંદન કર્યું. એટલે
સંયમ રંગ લાગ્યો - ઉપસંપર્ સામાચારી ૦ ૨૬૬