________________
BEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEBECCECECECECECECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
હssssssssssssssssss ઉપપદ્ સામાચારી
જેમ અંગારમર્દક કે કસાઈને વંદન ન કરાય એમ સાધુવેષ વિનાના સાચા વિરતિધરોને પણ વંદન ન જ કરાય. આ આ નિશ્ચયનય કહે છે કે સાધુવેષ હોય કે ન હોય હું તો આંતરપરિણામને જ વંદનીય માનું છું. એટલે ભરતચક્રી છે આ પણ વંદનીય બને.
આ તો સામાન્યથી વંદનીય કોણ બને ? એ વાત કરી. હવે સુસાધુઓમાં પણ પરસ્પર કોણ કોને વંદન કરે ? એ વિચારીએ. (૧) વધારે દીક્ષા પર્યાય + ચારિત્ર પરિણામ છે. (૨) વધારે દીક્ષા પર્યાય + ચારિત્ર પરિણામ નથી. (૩) ઓછો દીક્ષાપર્યાય + ચારિત્ર પરિણામ છે. (૪) ઓછો દીક્ષા પર્યાય + ચારિત્ર પરિણામ નથી.
વ્યવહારનય કહે છે કે જે વધારે દીક્ષાપર્યાયવાળો હોય અને ચારિત્રપરિણામવાળો હોય તો એ છે બાકીનાઓને વંદનીય બને. પરંતુ એ સિવાયના ત્રણેય પ્રકારના સાધુઓ અવંદનીય છે. છે નિશ્ચયનય કહે છે કે દીક્ષા પર્યાય નાનો કે મોટો હોય એની સાથે કોઈ નિસ્બત નથી. ચારિત્રપરિણામ હોવો ?
જોઈએ. અને એમાં ય જેમાં જે ગુણ વધારે એ વ્યક્તિ એ ગુણને લઈને વંદનીય બને. એટલે જ્ઞાનગુણથી અધિક 8 8 એવો અનુભાષક પણ વંદનીય બને. # શિષ્ય : આ બધી નયોની બાબતમાં અમને ઓછી સમજ પડે છે. તમે સ્પષ્ટ કહો કે અમારે શું કરવું? 8
ગુરુ સામાન્યથી તો તમારે વ્યવહારનય પ્રમાણે જ વર્તવુ. ઉત્સર્ગમાર્ગ પણ એ જ છે કે સાધુવેષધારી, # ચારિત્રપરિણામવાળા અધિક દીક્ષાપર્યાયવાળાને વંદન કરવું. છે પણ જ્યારે નાનો સાધુ વડીલોને પુનરાવર્તન કરાવે ત્યારે તે વખતે નાનો સાધુ જ્ઞાનગુણથી અધિક છે. 8 છે ત્યાં એ દીક્ષાપર્યાયથી નાનો હોવા છતાં વડીલોને વંદનીય બને. અહીં નિશ્ચયનય મુખ્ય ભાગ ભજવે છે. છે વ્યવહારનય પ્રમાણે તો આ નાનો સાધુ અવંદનીય છે. પણ નિશ્ચયનયની દષ્ટિએ ત્યાં એને વંદન કરવું ( અત્યારે આ વિધિ નથી એ અમે આગળ કહી ગયા છીએ.)
હવે જ્યારે કોઈ સાધુને વધારે દીક્ષાપર્યાયવાળા તરીકે આપણે જાણ્યો. પણ એનામાં “સાચી સાધુતા છે કે નહિ?” એનો કોઈ નિર્ણય થયો નથી, કેમકે પહેલીવાર જ મળેલા હોવાથી એવા ચિહ્નો જોવાનો જ અવસર છે # નથી આવ્યો. તો ત્યાં “ચારિત્રપરિણામ છે' એવો નિશ્ચય ન હોવા છતાં માત્ર અધિકપર્યાયને નજર સામે રાખીને રે
વંદન કરવા એ વ્યવહારનયની પ્રધાનતા છે. પણ પછી એ સાધુ “ચારિત્રપરિણામ વિનાનો છે” એમ ખબર પડે કે આ તો એને વંદન ન કરવા. (આ બધી પ્રાચીન મર્યાદાઓ આજે કેટલા અંશમાં પાળવી? એ મોટો પ્રશ્ન છે. છતાં છે 2 “ચોથા-પાંચમા વ્રતમાં મોટી ગરબડો વાળાને વંદન ન કરવા એવો આજે વ્યવહાર જોવા મળે છે. આ બાબતમાં દરેકે પોત-પોતાના ગીતાર્થ-સંવિગ્ન ગુરુના કહ્યા પ્રમાણે કરવું.).
શિષ્યઃ નિશ્ચયનયે જો જ્ઞાનગુણાધિક એવો નાનો સાધુ વડીલોને વંદનીય બને તો સમ્યગ્દર્શનથી મોટો એવો છે R શ્રેણિક કે કૃષ્ણ શા માટે બાકીના સાધુઓને વંદનીય ન બને? ન્યાય સરખો છે. હું ગુરુઃ ના, એ રીતે બધે એક સરખો ન્યાય ન લાગે. શ્રાવક ભલે સમ્યક્ત્વગુણથી મોટો હોય તો પણ એ છે 8 સાધુઓ માટે વંદનીય ન જ બને એવો વ્યવહારમાર્ગ છે. ? કેવલીઓ જ્યાં સુધી કેવલી તરીકે જગતમાં પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી તેઓ પોતાના છદ્મસ્થ એવા ગુરુને આ પણ વંદન કરે. આ જ બતાવે છે કે જેમ નિશ્ચયનય બળવાન છે એમ વ્યવહાર પણ બળવાન છે.
સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી ૦ ૨૦૦ Recodinaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaiiiiiiiiiiians