________________
IIIIII Bee ઉપસંપર્ સામાચારી (૬) વાચના પૂરી થાય એ પછી સાધુઓ માત્રુ જઈ આવે અને પછી પાછા એ જ સ્થાને ભેગા થાય અને અનુભાષકને બધા જ વંદન કરે.
શિષ્ય : અનુભાષક એટલે શું ?
ગુરુ : પૂર્વના કાળમાં એવી વ્યવસ્થા હતી કે આચાર્ય પાઠ આપે, એ પછી તરત જ બધા સંયમીઓ ત્યાં જ એનું પુનરાવર્તન કરે. એમાં એક સૌથી વધુ હોંશિયાર સંયમી બધાને ગુરુના કહેલા પદાર્થો સ્પષ્ટ કરી આપે. જેને જે શંકા હોય તે દૂર કરી આપે. ગુરુની વાચના બાદ એ જ પદાર્થોનો પુનઃ પાઠ કરાવનાર સાધુ એ અનુભાષક કહેવાય.
આ વ્યવસ્થાથી ઘણો જ લાભ થતો. ગુરુ પાસે લગભગ બધા પદાર્થો સ્પષ્ટ થઈ જ ચૂક્યા હોય. અને તરત બીજીવાર એ પદાર્થોનો પાઠ થઈ જાય એટલે તે પદાર્થો દઢ બને. વળી ગુરુની સામે પ્રશ્નો ક૨વામાં ક્ષોભ અનુભવતાં સંયમીઓ અનુભાષકને બધા પ્રશ્નો પૂછી લઈ શંકાઓ દૂર કરે.
આ રીતે અનુભાષક એ ગુરુના સ્થાને આવે છે. એટલે બધા જ પાઠ લેનારા સંયમીઓ અનુભાષકને વંદન
કરે.
અનુભાષક એ જ બની શકે કે જે હોશિયાર હોય. બધા પદાર્થો સમજાવવા માટે સમર્થ હોય. એ નાનો હોય તો ય બાકીના વડીલો એને ત્યારે વંદન કરે. (આ પ્રાચીન વિધિ હતી.)
::
શિષ્ય : જિનેશ્વરદેવની આજ્ઞા એ છે કે “જ્યેષ્ઠને=મોટાને નાના સંયમીએ વંદન કરવું.' અહીં મોટો ત્રણ રીતે ગણી શકાય. (૧) દીક્ષાપર્યાયથી (૨) ઉંમરથી (૩) જ્ઞાનથી.
તમે અહીં “જ્ઞાનગુણવાળા નાના સાધુને દીક્ષાપર્યાયથી મોટો સાધુ પણ વંદન કરે” એમ વાત કરી. એ ઉચિત નથી, કેમકે વડીલ મુનિના વંદન નાનો લે, તો નાનાને તો દોષ જ લાગે ને ? એને વડીલની આશાતના કર્યાનો, અહંકારવૃદ્ધિનો દોષ લાગવાનો જ.
ગુરુ : અધિકગુણવાળો સંયમી અલ્પગુણવાળાના વંદનને સ્વીકારી શકે. અહીં નાનો સાધુ પર્યાયથી ભલે નાનો હોય, પણ જ્ઞાનગુણની દૃષ્ટિએ વિચારીએ તો એ પેલા વડીલો કરતા પણ અધિકગુણવાળો જ છે. વડીલો જ્ઞાનગુણથી તો હીન જ છે. એટલે આ અવસરે નાનો સાધુ વડીલોના વંદન સ્વીકારે તો કોઈ દોષ નથી.
એ વંદન સ્વીકારે છે એમાં એને અહંકાર ન જ હોવો જોઈએ. એ વાત સાચી. એ એમ જ વિચારે કે “આ વડીલો જ્ઞાનનો વિનય કરવા મને વંદન કરે છે. એટલે આમાં મારી કોઈ વિશેષતા નથી, જ્ઞાનગુણથી જ વિશેષતા છે.’'
વળી આ રીતે વડીલો પણ જ્ઞાનગુણાધિકને વંદન કરે એવી શાસ્ત્રાજ્ઞા છે. અને શાસ્ત્રાજ્ઞા પાળવીપળાવવી એ બે ય હિતકર જ છે. એટલે નાનો સાધુ વડીલો પાસે આ શાસ્ત્રાજ્ઞા પળાવે તો એના આત્માનું હિત જ થાય. અહિત ન થાય.
શિષ્ય : અધિકગુણવાળો અલ્પગુણવાળાના વંદન લે. એ તમારી વાત બરાબર છે. પણ અહીં તો આ નાનો સાધુ અધિક ગુણવાળો બનતો જ નથી. એની પાસે જ્ઞાનગુણ વધારે છે. તો વડીલો પાસે દીક્ષાપર્યાય મોટો હોવાથી ચારિત્રગુણ વધારે છે. એટલે ય પાસે એક એક ગુણ વધારે હોવાથી બે ય જણ સમાનગુણવાળા કહેવાય. તો સમાનગુણવાળો શી રીતે સમાન ગુણવાળાના વંદન સ્વીકારી શકે ?
ગુરુ : આવું માનીશ તો તને જ મુશ્કેલી થશે. શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યક્ત્વી હતા અને એમણે ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા ધન્ના અણગાર વગેરે અનેક સાધુઓને વંદન કર્યા જ છે. હવે એ સાધુઓ
સંચમ રંગ લાગ્યો - ઉપસંપદ્ સામાચારી ૦૨૬૫