Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 269
________________ FERECEEEEEEEEEEEEEEEEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE gssssssssssssssss s s ઉપસંપદ્ સામાચારી દp 8 ગુરુ : મંગલની હાજરી માત્રથી કામ ન થાય. પણ મંગલની હાજરી ઉપરાંત મંગલનું જ્ઞાન હોય તો જ આ આ મંગલ દ્વારા વિનોનો વિનાશ થાય. વ્યાખ્યાન પોતે મંગલ રૂપે હાજર હોવા છતાં શ્રોતાઓને તો “આ મંગલ છે # છે” એવું જ્ઞાન નથી. એટલે મંગલ હાજર હોવા છતાં શ્રોતાઓના વિનોનો ક્ષય ન થાય. પણ મંગલ સ્વતંત્ર રીતે કરવામાં આવે તો “અમે મંગલ કર્યું” એવો શિષ્યોને બોધ થાય. અને એટલે પછી વિનોનો ક્ષય થાય. મંગલને જો કોઈ અમંગલરૂપે માને, તો એને અમંગલનું જ ફળ મળે. દા.ત. સામેથી સુસયંમી આવતા છે જ હોય તો એ મહામંગળ કહેવાય. પણ ગાડીમાં જનારો નાસ્તિક વિચારે કે “મુંડીયાને જોયો છે એટલે નક્કી કંઈક આ ખરાબ થશે” તો ખરેખર એનો અકસ્માતુ વગેરે કોઈ અમંગળ થાય પણ ખરું. એટલે સાચા મંગલની હાજરી છે તો જોઈએ જ પણ એ ઉપરાંત “આ મંગલ છે” એવા પ્રકારની બુદ્ધિ પણ જો ઈએ. અને એ માટે જ કાયોત્સર્ગાદિ R રૂપ સ્વતંત્ર મંગલ કરવામાં આવે છે. છે (૫) કાયોત્સર્ગ બાદ વિદ્યાગુરુને પાછા વંદન કરીને એમની વધારે નજીકના કે વધારે દૂરના સ્થાને બેસવાનું જ છોડીને ઉચિત સ્થાને બેસે. શિષ્ય ઃ વધુ નજીક કે વધુ દૂર કેમ ન બેસવું? છે ગુરુ એના કારણ હું તને બતાવીશ. પણ એની સાથે જ “શિષ્યોએ પાઠ લેતી વખતે કયા કયા વિનયો સાચવવા જોઈએ ?” એ પણ તને બતાવીશ. (અ) ગુરુની ઘણી નજીકમાં બેસે તો ગુરુને પ્રશ્નાદિ પૂછતી વખતે ગુરુ ઉપર ઘૂંક ઉડે, ઉવાસાદિ પણ છે & લાગે. શિષ્યના પગ ગુરુને લાગી જાય. ગુરુના આસન-ઉપાધિ વગેરેને શિષ્યનો પગ લાગે, શિષ્યના મેલા વસ્ત્રો છે 8 ગુરુના શરીર, ઉપધિ વગેરેને લાગે. આ બધા ઘણા દોષો લાગવાની શક્યતા હોવાથી ગુરની અત્યંત નજીક છે R ન બેસવું. છે (બ) ગુરુથી બહુ દૂર બેસે તો ગુરુના શબ્દો સ્પષ્ટ ન સંભળાય અથવા ગુરુએ વધારે મોટેથી બોલવું પડે છે છે એમાં ગુરુને પરિશ્રમ પડે. છે (ક) વાચનામાં-પાઠમાં આડી-અવળી નજર ન નાંખવી, એક ધાર્યું ગુરુના શબ્દોમાં ધ્યાન આપવું. “કોણ 6 # આવ્યું-ગયું?” વગેરે તરફ લક્ષ્ય ન આપવું. (ડ) પાઠમાં સંયમીઓએ પરસ્પર વાતચીત ન કરવી. ચાલુ પાઠે બીજા પુસ્તકો-ટપાલો વગેરેમાં નજર ન છે & કરવી. | (ઈ) ગુરુ આવે એ પહેલા જ શિષ્ય હાજર થઈ જવું. આ બધા વિનયો શિષ્યોએ સાચવવા જોઈએ. નીતિવાક્ય છે કે “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી એનો ગાઢ સંપર્ક કરો તો એ આપણા જ નાશને માટે થાય. એનાથી ઘણા દૂર રહો તો એનાથી થનારા લાભો ન થાય. એટલે એમની ખૂબ નજીકમાં રહેવું કે ઘણા & દૂર રહેવું એ બે ય ખરાબ છે.” શું આવશ્યક નિર્યુક્તિ કહે છે કે સંયમીઓએ ગુરુની વાચના સાંભળતી વખતે ઉંઘ, વિકથા છોડી દેવી. હાથ રે છે જોડીને વાચના સાંભળવી. હૃદયમાં પુષ્કળ બહુમાનભાવ ધારણ કરવો. મુખ ઉપર હર્ષોલ્લાસ, ઉત્કંઠા પ્રગટ છે જ કરવા અને એના દ્વારા ગુરુને પણ હર્ષિત કરવા. છે જે શિષ્યો ગુરુ પ્રત્યે ટોચકક્ષાના વિનય અને ભક્તિને ધારણ કરે છે તેઓ ગુરુને આનંદ પહોંચાડે છે અને છે છે તે શિષ્યો ખૂબ જ ઝડપથી પુષ્કળ શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરનારા બને છે. સંયમ રંગ લાગ્યો - ઉપસંપદ સામાચારી ૦ ૨૪

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278