Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 268
________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEECEEEEEEEEEEEEEEECECECECECECECECECCHIWWECOMMEEEEEEEEEEEEE gggggggggggggggg ઉપસંપદ્ સામાચારી ) નથી.તેઓ ભલે આ વાતમાં સાચા હોય. પણ એમની ફરજ આ જ છે કે તેઓ શક્તિને વધારવાનો પ્રયત્ન E 8 કરે. પ્રાય: કોઈપણ બાબત એવી નથી કે જેમાં ધીરે-ધીરે શક્તિ વધારવામાં આવે તો એમાં સફળતા ન મળે.” છે જેઓ અશક્તિ હોવાનું બહાનું કાઢે છે અને શક્તિ વધારવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ સાચા આ બહાનાવાળા હોય તો પણ સંયમપરિણામની શુદ્ધિને પામી શકતા નથી. છે આ બધાનો સાર એટલો જ કે સંયમીના જીવનમાં આચારપાલન ઓછું-વતુ હોય એ મહત્વનું નથી. પરંતુ B શક્તિગોપન અને શક્તિ-ઉલ્લંઘન ન જ હોવા જોઈએ. આ બે ન હોય એટલાથી પણ નહિ ચાલે પણ સાથે શક્તિવર્ધન હોવું જોઈએ. મેં ઘણા જ વિસ્તારથી આ શક્તિ અંગેની બાબત તને સમજાવી છતાં હજી એમાં ઘણું ઘણું કહેવાનું બાકી જ છે. પણ એ કહેતો નથી. આપણે મૂળ વાત ઉપર આવીએ. આચાર્યની વાચના આપવાની શક્તિ હોવા છતાં જો એ ન આપે તો શક્તિનિગૂહન કરનારા હોવાથી છે 8 સુસંયમી ન ગણાય. R શિષ્ય : ગુરુ વાચના ન આપે એટલે કંઈ ઉંઘી નથી જવાના. વાતચીતોમાં સમય પસાર નથી કરવાના. છે પરંતુ તેઓ જાપ-સ્વાધ્યાય-ચિંતનાદિ જ કરવાના છે. એટલે એમણે પોતાની શક્તિ વાચનામાં ભલે ન વાપરી છે પણ બાકીના શુભકાર્યોમાં તો વાપરી જ. માટે એમને શક્તિ-નિગૂહનનો દોષ લાગતો જ નથી. છેગુરુ : હસવું આવે એવી તારી વાત છે. જે ગુરુ વાચનાની શક્તિ હોવા છતાં, એ શક્તિનો ઉપયોગ બીજા છે બધા શુભ એવા પણ કાર્યોમાં કરે એ ગુરુ મુર્ખ=અવિવેકી ગણાય. વાચના=વ્યાખ્યાન એ તો રત્નોનો વેપાર છે છે. એ સિવાયના બાકીના કાર્યો ગુરુ માટે ચણા-મમરાના ધંધા જેવા છે. રત્નોનો વેપાર શક્તિ હોવા છતાં ન 8 કરે એ તો મૂર્ખ જ ગણાય ને ? ગુર પાઠ-વ્યાખ્યાન-વાચના આપવામાં જેટલા હોંશિયાર અને ઉત્સાહી હોય છે જ એના કરતા સોમાં ભાગ જેટલી હોંશિયારી કે ઉત્સાહ એમનો બીજા કાર્યમાં ન હોય. એટલે બીજા કાર્યોમાં છે આવડત ન હોવાથી અને ઉત્સાહ પણ એવો ન જાગવાથી ત્યાં આમ પણ વિશેષ લાભ નથી થવાનો. કદાચ આવડત ઉત્સાહ હોય તો પણ ચણા-મમરાના ધીકતા ધંધાની કમાણી કેટલી ? અને રત્નોના વેપારની કમાણી કેટલી ? છે એટલે વાચના આપવાની શક્તિ જે ગુરુ પાસે હોય એણે વાચના આપવી જ. એને છોડીને બીજા યોગો છે સાધવાનો વિચાર ન કરવો. વ્યાખ્યાન લેવાની વિધિના વર્ણનમાં આપણે જોઈ ગયા કે સંયમીઓ ગુરુ માટે બે પ્યાલા મૂકે. (૪) ત્યારબાદ વ્યાખ્યાન સાંભળનારા નાના-મોટા તમામ સંયમીઓ વાચનાદાતાને=વિદ્યાગુરુને વંદન કરે છે એ વંદન પણ સામાન્યવંદન નહિ, પણ વાંદણાસૂત્ર દ્વારા વંદન કરે. (અત્યારે આ વિધિ નથી દેખાતી. પાઠ 8 આપનાર જો નાનો હોય તો પાઠ લેનારા વડીલો એને વંદન ન કરે પણ સ્થાપનાચાર્યને વંદન કરી લે” એ 8 પ્રમાણે અમારી સામાચારી છે. આ બાબતમાં દરેક સંયમી પોતાના ગુરુની સૂચના પ્રમાણે જ કરે.) * (૫) ત્યારપછી વિદ્ગોના નાશને માટે બધા કાયોત્સર્ગ કરે. વિદ્યાગુર થાકી જાય, પાઠ લેનારાઓને જ ઉંઘ આવે, અસક્ઝાય થઈ જાય... વગેરે ઘણા વિનો છે. આવા કોઈપણ વિઘ્નો દ્વારા પાઠ બંધ ન થાય. વ્યાખ્યાન ખૂબ જ સારું ચાલે એ માટે બધા કાયોત્સર્ગ કરે. (અત્યારે આ વિધિ દેખાતી નથી. વિદ્યાગુર કે જે વડીલ હોય છે તે નવકાર બોલી મંગલ કરે છે.) શિષ્યઃ વ્યાખ્યાન પોતે જ મહામંગલ છે. એના માટે વળી આ બીજું મંગલ કરવાનું શું કામ છે ? સંયમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી ૦ ૨૬૩

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278