Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 259
________________ WEEEEEEEEEEEEEEEEEE EEEEEE FEEE. vssssssssssssssssssssssssssssssssssssssssssssss ઉપસંપદ્ સામાચારી કરવો જોઈએ. પણ વીરસેન આચાર્ય કમ્મપડિમાં હોંશિયાર નથી. ઘણી ભુલો કરે છે. એટલે એમની પાસે નહિ ભણતો, પરંતુ કૃષ્ણવિજય આચાર્ય બાજુના ગામમાં આવે છે એમની પાસે ભણજે.” હવે શિષ્યને થયું છે કે “મારા ગુરુભાઈ છેદગ્રંથ ભણવા વીરસેન પાસે જ જાય છે. એ સાથે હોય તો મજા આવે. અહીં હું એકલો પડી જઉં. ભણવાનું થોડું ઓછું થશે. બાકી વીરેસનઆચાર્ય કંઈ ઓછા વિદ્વાનું નથી.” આમ વિચારી ગુરુની 8 R ના હોવા છતાં વીરસેન આચાર્ય પાસે જઈને ભણવા લાગ્યો. અહીં ગુરુએ જે શિષ્યને કમ્મપયડિ જેની પાસે ભણવાની રજા આપી છે. તેની પાસે એ શિષ્ય નથી ભણતો છે પરંતુ જેની ના પાડી છે, એની પાસે ભણે છે. માટે આ પ્રકાર અડધો ખોટો કહેવાય. (ક) ક્ષમાવિજયને છેદગ્રંથ ભણવા જતા જોઈ પ્રશમવિજયે ગુરુને વિનંતિ કરી કે ગુરુદેવ ! હું પણ એમની Sિ સાથે વીરસેન આચાર્ય પાસે છેદગ્રંથ ભણી લઉં?” ગુરુએ કહ્યું, “ના. હજી તારે આવ.નિયુક્તિ વગેરે ગ્રંથોનો . પાયાના ગ્રંથો વિના છેદગ્રંથો ન ભણાય. બે-ચાર વર્ષ પછી તું એ આચાર્ય પાસે ભણજે. ! આચાર્ય તો સારા છે. પણ અત્યારે તું ભણવાને લાયક નથી.” આમ કહેવા છતાં પ્રશમવિજય જીદ કરી, ગુરુની { ઉપરવટ થઈ આચાર્ય પાસે જઈને ભણે, તો અહીં ગુરુએ જેની પાસે છેદગ્રંથની રજા આપી છે એની પાસે જ # ભણે છે, પણ આ શિષ્યને અત્યારે તો ના જ પાડી છે એટલે અત્યારે એ આચાર્ય પાસે ભણનારો શિષ્ય અડધી ! 8 ગુર્વાજ્ઞાને ભાંગે છે. આ ત્રીજો પ્રકાર છે. | (ડ) સંભવવિજયે ગુરુને કહ્યું કે, “તિલકવિજય તો વીરસેનાચાર્ય પાસે કમ્મપડિ ભણવા ગયા છે. તો હું કે પણ ભણવા જાઉં.” ગુરુએ કહ્યું કે, “મેં એને કમ્મપયડિની રજા આપી છે. પણ વીરસેન પાસે રજા નથી આપી. 8 તને તો કમ્મપયડિની પણ રજા નથી આપતો, કેમકે અત્યારે તારે વૈયાવચ્ચ કરવાની છે અને એમાંય વીરસેન છે # પાસે તો રજા ન જ અપાય.” આમ છતાં સંભવવિજય વીરસેન પાસે જઈ કમ્મપડિ ભણવા લાગ્યા. અહીં ગુરએ જે શિષ્યને ના પાડી છે. જેની પાસે ભણવાની ના પાડી છે. એ જ શિષ્ય એની જ પાસે ભણે છે. એટલે છે બે ય રીતે આજ્ઞાનો ભંગ કરેલો હોવાથી આ ચોથો પ્રકાર સંપૂર્ણ ખોટો છે. ટૂંકમાં, (૧) ગુરુ વડે રજા અપાયેલો સાધુ ગુરુ વડે રજા અપાયેલા આચાર્ય પાસે ભણે. (૨) ગુરુ વડે રજા અપાયેલો સાધુ ગુરુ વડે રજા નહિ અપાયેલા આચાર્ય પાસે ભણે. (૩) ગુરુ વડે રજા નહિ અપાયેલો સાધુ ગુરુ વડે રજા અપાયેલા આચાર્ય પાસે ભણે. (૪) ગુરુ વડે રજા નહિ અપાયેલો સાધુ ગુરુ વડે રજા નહિ અપાયેલા આચાર્ય પાસે ભણે. આમાં પહેલો પ્રકાર શુદ્ધ છે, કેમકે એમાં ગુરુની આજ્ઞાનું સંપૂર્ણ પાલન થાય છે. બીજા અને ત્રીજા પ્રકારમાં કે 8 ગુરુની અડધી આજ્ઞાનો ભંગ થાય છે. ચોથામાં ગુરુની આખી આજ્ઞાનો ભંગ થાય છે. માટે છેલ્લા ત્રણ પ્રકારો R અશુદ્ધ છે. જિનાજ્ઞા વિરુદ્ધ છે. આ ઉત્સર્ગમાર્ગ છે. - જે જિનશાસનમાં ગુરુપારતન્યને સંયમજીવનનું સૌથી ઉંચું તત્ત્વ ગણેલ છે એ જ જિનશાસનમાં એમાં ય ? 8 અપવાદમાર્ગો બતાવવામાં આવ્યા છે. અલબત્ત, આ અપવાદોનું સેવન પરિપક્વ ગંભીર સાધુઓ જ કરી શકે. તે એક હોંશિયાર શિષ્યને ખ્યાલ આવ્યો કે, “અમુક આચાર્ય પાસે છેદગ્રંથો વગેરેનું ખૂબ જ ઉંડુ જ્ઞાન છે. | અણમોલ રહસ્યો એમની પાસે પડેલા છે. વળી સુપાત્રને ભણાવવામાં એ ખૂબ જ ઉત્કંઠાવાળા છે. ઉંમર એમની કે ઘણી છે. એમની પાસે જો ભણવા મળે તો મારો ભવ સુધરી જાય. મારા ગુરુ એ જ્ઞાન આપી શક્વા સમર્થ a નથી.” દાદા: Ektick CEEEEEE BEGEECEEEEEEEEEEEEEEE સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી : ૨૫૪

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278