________________
s
ઉપસંપદ્ સામાચારી )ષ્ઠ (૧૦) ઉપસંહદ્ સામાચારી જ્ઞાન-દર્શન-ચારિત્રને માટે પોતાના ગુરની રજા લઈ બીજા આચાર્યાદિ પાસે જઈ એમની નિશ્રા સ્વીકારવી “હું આપની નિશ્રા સ્વીકારું છું.” એવા શબ્દો બોલવા એ ઉપસંપદ્ સામાચારી કહેવાય છે.
આ પરનિશ્રા ત્રણ કારણસર સ્વીકારાય છે.
(૧) જ્ઞાનોપસંપ : પોતાના ગુરુ પાસે જે શાસ્ત્રજ્ઞાન હતું. એ શિષ્ય મેળવી લીધું. હજી વધારે શાસ્ત્રજ્ઞાન 8 મેળવવું છે. પણ ગુરુ પાસે એ શાસ્ત્રજ્ઞાન નથી. અથવા એ ભણાવવાની શક્તિ નથી. ઘડપણને કારણે, કે શાસનના કાર્યોની વ્યાકુળતાને કારણે ગુર એ શિષ્યને ભણાવી શકે એમ નથી. તો શિષ્ય એ વિશિષ્ટ ગ્રંથો
ભણવા માટે બીજાની નિશ્રામાં જાય . એ માટે પહેલા પોતાના ગુરુની રજા લઈ લે. આ રીતે જ્ઞાનપ્રાપ્તિ માટે છે. છે બીજાની નિશ્રા સ્વીકારવી એ જ્ઞાનોસંપદ્ સામાચારી કહેવાય.
આના કુલ નવભેદ છે. આપણે દૃષ્ટાન્ત સાથે આ વાતને વિચારીશું.
પૂર્વના કાળમાં ગ્રંથો ન હતા. એક અક્ષર પણ લખવો એ પાપ ગણાતું. પુસ્તકો અસંયમના સાધન ગણાતા. આ સાધુઓ પોતાના ગુરુ પાસેથી મોઢે-મોઢે જ પાઠ લેતા. અને તે વખતે બુદ્ધિ ખૂબ જ જોરદાર હોવાથી બધા એ છે 8 રીતે જ યાદ કરી લેતા. એટલે જ્યારે પણ તેઓને પોતે ગોખેલા સૂત્રો વગેરેમાં શંકા પડતી ત્યારે ગુરુને જ છે પૂછવા જવું પડતું. ત્યાં પુસ્તકો ખોલી, પુસ્તકમાંથી જોઈને ભૂલ સુધારી લેવાની પદ્ધતિ જ ન હતી. &
અપેક્ષાએ આ પદ્ધતિ ઘણી સારી હતી. પુસ્તકો ન હોવાથી સંયમીઓ સૂત્રો લેતી વખતે એકદમ એકાગ્ર 8 & બને, કેમકે એમને ભય હોય જ કે “જો એકાગ્રતા નહિ રાખીએ, તો સૂત્ર આવડશે નહિ. પાછળથી પુસ્તકમાં છે
જોઈ-જોઈને મોઢે કરવાની તો વાત જ નથી. અને આખા સૂત્રમાં નાનકડી પણ ભૂલ પડે તો તો પાછા ગુરુને છે છે પૂછવા જવું પડે” એટલે સહજ રીતે તેઓ અત્યંત એકાગ્ર બનીને ભણે.
• વળી આમાં ગુરુ પ્રત્યે બહુમાનભાવ, ગુરુપારતન્ય, વિનયાદિ ગુણો ખૂબ જ વિકસે, કેમકે અહીં તો ગુરુ છે. વિના એક ડગલું પણ આગળ ન વધી શકાય. આજે તો ગુરુ ન હોય તો પુસ્તકમાંથી જાતે ગાથા ગોખી લે,
ભાષાંતરના પુસ્તકોની સહાયથી જાતે ભણતો થઈ જાય. ગુરુને તુચ્છ ગણવા લાગે. જ્યારે એ વખતે તો પુસ્તકાદિ 8 જ ન હોવાથી બધું ગુરુને પૂછી-પૂછીને જ ભણી શકાતું. આથી બધા શિષ્યો ગુરુને સ્વાભાવિક રીતે પરતંત્ર જ રહેતા.
પણ વિષમકાળે આ બધી વ્યવસ્થાઓને ભાંગી નાખી.
આ પ્રાચીનકાળની પદ્ધતિ એટલા માટે જણાવી કે અહીં “આગળ જે વાત કહેવાની છે” એ પ્રાચીનકાળની હૈ પદ્ધતિનો બોધ હશે તો જ સમજી શકાય એવી છે.
હવે આપણે નવભેદની વિચારણા કરીએ. એમાં સૂત્રના ત્રણ ભેદ (૧) ગ્રહણ (૨) વર્તન (૩) સંધન. ' અર્થના ત્રણ ભેદ (૧) ગ્રહણ (૨) વર્તન (૩) સંધન. સૂત્ર+અર્થ=તદુભયના ત્રણ ભેદ (૧) ગ્રહણ (૨) વર્તન (૩) સંધન.
(અ) એક ગુરુએ શિષ્યને આચારાંગ સૂત્ર આખું આપી દીધું. પછી શિષ્ય કહે કે હવે મને કલ્પસૂત્ર આખું આપો. ગુરુ કહે કે “એ મને ઉપસ્થિત નથી. પણ અમુક આચાર્યને એ ઉપસ્થિત છે. તું એની પાસે ભણવા જા.” શિષ્ય બીજા આચાર્ય પાસે કલ્પસૂત્રના મૂળસૂત્રો પામવા માટે નિશ્રા સ્વીકારે તો આ સૂત્રગ્રહણ-ઉપસંપદ્
WIELEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - ઉપસંપદ્ સામાચારી - ૨૫૨ Retirindianawazaniajamatma Gandhinagar Gingn
itarianela