________________
ફળ આપવા માટે સક્ષમ ન બને.
આવી તો સેંકડો બાબતો છે.
નિયંત્રણા સામાચારી
બધાનો સાર એટલો જ કે પોતાના ઉત્સાહ અને શક્તિ પ્રમાણે એકાદ-બે શુભયોગને પ્રધાન બનાવી, બાકીના યોગોમાંથી ઉચિતયોગોને અવશ્ય સેવનારો મુનિ સાચા અર્થમાં મોક્ષમાર્ગનો આરાધક બની શકે છે. જે યોગ ન સેવવાથી ગીતાર્થો એમ કહે કે,“આ સાધુએ ઉચિત ન કર્યું.” એ યોગ એ સાધુ માટે ચિત યોગ કહેવાય. એણે એ સેવવો જ પડે.
સુદપાંચમના દિવસે ૬ સાધુમાંથી ૪ સાધુને ઉપવાસ હોય તો છઠ્ઠના દિવસે બાકીના બે સાધુઓ જો સવારે ગોચરી-પાણી ન લાવે અને સ્વાધ્યાય, જપ કે પ્રભુ ભક્તિમાં લાગી પડે તો ગીતાર્થો કહેશે જ કે “આ સ્વાધ્યાયી, ભગવાનના ભક્તે કે જપ કરનારાએ ઉચિત નથી કર્યું.” એટલે એનો અર્થ એ જ કે એ વખતે એ સ્વાધ્યાયીએ કે જપ કરનારાએ ગોચરી-પાણી લાવવા જ જોઈએ. તો જ એમનો સ્વાધ્યાય કે જપનો યોગ સાચો યોગ બને.
સંયમીઓ શાંત ચિત્તે આત્મસંપ્રેક્ષણ કરશે તો તેઓને પોતાની મેળે જ ખ્યાલ આવી જશે કે “અમારો પ્રધાનયોગ ઉચિતપ્રવૃત્તિઓથી ભરેલો છે કે અનુચિત પ્રવૃત્તિઓથી ભરેલો છે ?” છતાં ખ્યાલ ન આવે, તો આજુબાજુના સારા સંયમીઓ પાસે જઈ ખાનગીમાં ખૂબભારપૂર્વક, વિનયપૂર્વક પૂછજો કે, “મારા જીવનમાં શું શું અનુચિત છે ? એ મને જણાવવા કૃપા કરો. મને બિલકુલ ખોટું લાગવાનું નથી. આપ નિઃસંકોચ મારી ભૂલો મને જણાવો.” મને લાગે છે કે જો ભૂલો સ્વીકારવાની તૈયારી હશે, સુધારવાની તૈયારી હશે તો ખૂબ જ ઝડપથી એ ભૂલો નીકળી જશે.
આમ તો વ્યક્તિએ-વ્યક્તિએ ઉચિતપ્રવૃત્તિઓ-અનુચિતપ્રવૃત્તિઓ બદલાતી રહેતી હોય છે. એટલે કોઈપણ યોગ કાયમ માટે, બધા માટે ઉચિત કે અનુચિત એકાંતે હોઈ શકતો નથી. છતાં સામાન્યથી જે યોગો ઉચિતયોગો તરીકે પ્રસિદ્ધ છે એવા કેટલાંક યોગો જણાવું.
(૧) બે ટાઈમના પ્રતિક્રમણ વિધિસર કરવા. કમસે કમ ઉભા-ઉભા કરવા. માંદગી વગેરેને લીધે બેઠાબેઠા કરવા પડે તો ય મસ્તક નમાવવાદિ રૂપ સાપેક્ષભાવ જાળવવો. માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું.
(૨) સાવ અંધારામાં પ્રતિલેખન ન કરવું. સ્વાધ્યાયાદિ માટે અંધારાદિના પ્રતિલેખન એ અનુચિત પ્રવૃત્તિ
ગણાય.
(૩) ગુરુના બે ટાઈમના પ્રતિલેખનમાં અવશ્ય હાજર રહેવું. ગ્લાનના પ્રતિલેખનમાં પણ કાળજી કરવી. (૪) માંડલીના વ્યવસ્થાપક કામ સોંપે, તે બરાબર કરવું, શરીરની પ્રતિકૂળતાદિને લીધે એમણે સોંપેલું કામ ન ફાવે તો પણ વિનંતિ કરી બીજું કોઈ પણ એકાદ કામ તો કરવું જ.
(૫) છાપા-છુપી, મેગેઝીનો, વિકથાઓ એ પ્રાયઃ કોઈપણ સંયમી માટે ઉચિતપ્રવૃત્તિ બની શકતી નથી એ ખાસ ધ્યાનમાં લેવું.
(૬) સંયમીઓને જ્યારે આપણી સહાય, મદદ વિના મુશ્કેલી પડવાની હોય, ત્યારે બધુ પડતું મૂકીને સહાય, મદદ કરવા દોડી જવું.
(૭) દિવસ દરમ્યાન ઓછામાં ઓછા ત્રણ કલાક તો સ્વાધ્યાય હોવો જ જોઈએ. વ્યાખ્યાન પણ સ્વાધ્યાય જ ગણાય. એમાં સંસ્કૃત ભણેલાઓએ સંસ્કૃતવાંચન રૂપ સ્વાધ્યાય કરવો. અને રાત્રિ દરમ્યાન ઓછામાં ઓછો અડધો-એક કલાક જપ વગેરે રૂપ અંતર્મુખતાનો યોગ હોવો જોઈએ.
આ સિવાય અનેક ઉચિત-અનુચિત પ્રવૃત્તિઓનું જ્ઞાન દરેકે પોતાના સુસંયમી સદ્ગુરુઓ પાસેથી જ
સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી ૦ ૨૫૦