________________
હાઉસફાફકgggggggggggggggggggggggggggggggg s નિમંત્રણા સામાચારી
(૧) સવારથી માંડી બપોર સુધી પુષ્કળ સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ કરવા છતાં, બપોરે પછી સંયમીને પોતાના આ સહવર્તિઓની ભક્તિ કરવાનો, તે માટે નિમંત્રણાદિ કરવાનો, ગોચરી વહોરી લાવવાનો ભાવ થાય જ. આનું છે મુખ્ય કારણ એક જ છે કે સંયમીના મનમાં સેકંડે એકડે એક જ નાદ ચાલતો હોય કે “મારા જ્ઞાન-દર્શન-ચારિત્ર છે વૃદ્ધિ પામે અને સતત એની ઈચ્છા હોવાથી જ એ જ્ઞાનાદિને લાવી આપનારા યોગોમાં પણ સતત ઈચ્છા થાય છે જ એ શક્ય જ છે. જેમ આજે પિક્સર જોવાના અત્યંત શોખીન માણસો ત્રણ-ચાર કલાક એકધાર્યું એક પિક્સર 8 જોયા પછી પણ બીજા પિશ્ચર જોવાનું ચૂકતા નથી. નવ-નવ કલાક સુધી પિક્સરો જોનારાઓ પણ છે. એમ છે જ્ઞાનાદિના અત્યંત અભિલાષી સંયમીને પણ સવારથી માંડી બપોર સુધી સતત સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્તિ કરવા છે છતાં પણ, તે પછી મહાત્માઓની ભક્તિ કરવા માટે અત્યંત ઉત્સાહી થાય જ, કેમકે મહાત્માઓની ભક્તિ 8 જ્ઞાન-દર્શન-ચારિત્રને વધારી આપે છે. છે શિષ્ય : પણ સેકંડે સેકંડે “મારા જ્ઞાનાદિની વૃદ્ધિ થાઓ” એવી ભાવના શી રીતે સંભવે ?
ગુરુ : આનું કારણ એ છે કે :
(૨) તે મહાત્માઓને સતત મોક્ષની ઈચ્છા ચાલુ જ હોય. “મારો મોક્ષ ક્યારે થશે ?” એ રણકાર એમનો છે ચાલ્યા જ કરતો હોય. ભલે ઉપયોગરૂપે એ ન અનુભવાય. પણ સુસંયમીને ક્યારેય પણ એ પ્રશ્ન પુછવામાં આવે કે “તને સૌથી વધુ ચિંતા શેની ?” તો એ સાડાત્રણ કરોડ રૂંવાડેથી આ જ જવાબ આપશે “મારો મોક્ષ ક્યારે થશે ?”
મોક્ષની ઈચ્છા સતત ચાલે, એટલે એને લાવી આપનારા જ્ઞાનાદિની ઈચ્છા પણ સતત ચાલે એ સ્વાભાવિક
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
8 શિષ્ય : ગુરુદેવ ! આવી તીવ્રતમ મોક્ષેચ્છા સંભવી શકે? અમને તો એવો કોઈ મોક્ષનો વિચાર પણ છે { આવતો નથી.
ગુરુ : “તેઓને સતત મોક્ષની તમન્ના હોય છે એનું કારણ એ છે કે : 8 ૩) તેઓને સંસારના સુખોની કોઈપણ પ્રકારની ઈચ્છા હોતી નથી. પાંચ વિષયસુખોમાં તેઓને બિલકુલ છે R રસ હોતો નથી. મહાવૈરાગી એ મહાત્માઓને યશ-કીર્તિ પણ ભૂંડા લાગતા હોય છે. જેઓને સંસારની ઈચ્છા છે
હોય તેઓને મોક્ષની ઈચ્છા ન ટકે એ સાચી વાત છે. ગરમીની ઈચ્છાવાળાને ઠંડીની ઈચ્છા ન હોય. ભોજનની # છે ઈચ્છાવાળાને ભુખ્યા રહેવાની ઈચ્છા ન જ હોય. પરંતુ આ સંયમીઓ સંસારના સુખો પ્રત્યે તદ્દન નિઃસ્પૃહ છે હોવાથી એમને સતત મોક્ષની ઈચ્છા ચાલ્યા જ કરે.
સુસંયમીઓને ખાવાની વસ્તુઓના વિચારો જ ન આવે. રૂપાદિ જોવાનું કુતૂહલ એમને ન થાય. કોમળ છે જ વસ્તુઓ તરફ એમનું મન કદિ ન લલચાય.
બીજી વાત એ છે કે તેઓ સતત અપ્રમત્ત હોય છે. વિષયો-કષાયો-ગપ્પા-સપ્પા મારવા-ઉંધ્યા જ કરવું છે આ બધા પ્રમાદો એવા છે કે એ મોક્ષની ઈચ્છાને ખતમ કરી બીજી જ દિશામાં જીવને ઢસડી જાય.
પણ આ મુનિઓ અપ્રમત્ત હોવાથી એમને સતત મોક્ષની ઈચ્છા ટકે. એનો વિચ્છેદ ન થાય.
શિષ્યઃ પણ સંસારના કોઈપણ સુખો પ્રત્યે બિલકુલ ઈચ્છા ન થવી અને સતત અપ્રમાદ હોવો એ જ મને જે છે તો ધોળા દિવસે આકાશમાંથી તારા તોડી લાવવા જેવું લાગે છે. આ શી રીતે શક્ય બને ?
ગુરુ : “સંસાર સુખોની ઈચ્છાનો અભાવ અને અપ્રમાદ સતત ટકે એનું કારણ એ છે કે : (૪) તેઓ પાસે વિવેકબુદ્ધિ છે. “શું સારું. હિતકારી અને શું ખરાબ, અહિતકારી' વગેરે બાબતોને આ
સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી ૦ ૨૪૫