Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 222
________________ DEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEritttttti ggggggggggggggggggregate s આપૃચ્છા સામાચારી છે જ છે, કેમકે ગુરુએ એની સંમતિ આપી છે. એટલે ગુરુની એ અત્યંત મહત્વની ફરજ છે કે એ પોતાના શિષ્યોને છે તેમના દરેક યોગોની સંપૂર્ણ વિધિ બરાબર શીખવાડે, બતાવે. જે ગુરુઓ ભવભીરુ હોય તેઓ આ બાબતમાં જ # એકદમ સજાગ જ હોય. ૪ (૨) બીજો લાભ એ થશે કે ગુર પાસેથી આ બધી જાણકારી પામીને એ શિષ્ય તો આશ્ચર્ય પામશે. અહો! 8 શું આ જિનશાસનની કમાલ છે ? એક કાપ કાઢવા રૂપી સાવ સામાન્ય બાબતમાં પણ જીવવિરાધના ન થઈ છે 8 જાય એ માટેની કેટલી બધી સૂક્ષ્મ વાતો આપણા શાસનમાં બતાવી છે ! આ મારા ગુરુ પણ ખરેખર મારા માટે છે R ભગવાન જેવા છે કે જેઓ મને આવી અદ્દભુત બાબતો જણાવીને મારો મોટો સંસાર કાપી રહ્યા છે. તેઓએ 8 મને આ વિધિ વગેરે ન જણાવી હોત તો તો હું એ કાપ કાઢવાદિ કાર્યોમાં કેટલી બધી અવિધિઓ કરી બેસતા. 8 # મને કેટલું બધું પાપ બંધાત. કોટિ કોટિ વંદન હો, આ મારા તારક ગુરુદેવને ! અને જગદ્ગુરુ પ્રભુવીરને !”... 6 શુભભાવો શિષ્યના મનાં ઉછળશે. આ ભાવોમાં દેવ-ગુરુ પ્રત્યે અતિશય બહુમાનભાવ અને શાસ્ત્રો પ્રત્યે, છે આ પૂર્વપુરુષો પ્રત્યે પણ તીવ્ર બહુમાનભાવ છલકાઈ રહ્યો છે. એની એવી તો પ્રચંડ તાકાત છે કે આ શિષ્ય જે છે કામ કરવા માંગે છે એમાં ભવિષ્યમાં આવનારા તમામ વિદ્ગો ખતમ થઈ જાય. હમણાં ઉત્પન્ન થયેલા વિપ્નો જ પણ નાશ પામે. દા.ત. કોઈ ગ્રંથ ભણવાનો શરૂ કરે તો એ ગ્રંથના અભ્યાસ દરમ્યાન પોતે માંદો ન પડે, વિદ્યાગુરુ માંદા ન પડે. ગ્રંથના અઘરા પદાર્થો પણ સમજી શકવાનો ક્ષયોપશમ પ્રગટ થાય. ગ્રંથ ભણવામાં છે છે કંટાળો ન આવે. આ બધા વિદ્ગો એવા હતા કે જો ઉપરનો શુભભાવ પ્રગટ્યો ન હોત તો ઉત્પન્ન થઈને આ 8 જ સંયમીના ગ્રંથાભ્યાસ રૂપી યોગને અટકાવત. પણ એવું આને ન બને. એમ કાપ કાઢવાદિ તમામ કાર્યોમાં સમજી લેવું. FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE આનો અર્થ તો એ જ કે કોઈપણ કામમાં સફળતા મેળવવી હોય તો ગુરુને વિનયપૂર્વક પૂછીને જ એ કામ 8 કરવાની ટેક દરેક સંયમીઓએ ધારણ કરવી જોઈએ. આ બીજો લાભ જોયો, (૩) ઉપર પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સ્વાધ્યાયાદિ કાર્યોના પ્રતિબંધક એવા કર્મો વગેરે દૂર થાય. એ કાર્યમાં છે સફળતા અપાવે એવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મો બંધાય. પરિણામે એ કાર્યમાં એને જ્વલંત સફળતા મળે, એનાથી 8 જ નવું પુણ્યકર્મ બંધાય, વધુ સારા સ્વાધ્યાયાદિયોગો કરવાનો ઉલ્લાસ જાગે, પ્રતિબંધક કર્મોનો વધુ વિનાશ થાય. છે એ સાધુ ફરી નવા વધુ સારા સ્વાધ્યાયાદિ કાયોમાં જોડાય. ફરી ગુરુને આપૃચ્છા કરવા વગેરે દ્વારા એમાં જવલંત સફળતા પામે. આ રીતે ઉત્તરોત્તર એ સંયમયોગોમાં અવનવી સિદ્ધિઓ હાંસલ કરતો જાય. એનો e વીર્ષોલ્લાસ આસમાને આંબે. સંસારનું સ્મરણ તો એને સ્વપ્નમાં પણ ન થાય. આ ત્રીજો લાભ જોયો. (૪) આવો મુનિ આખી જિંદગી સુંદરતમ આરાધના કરી દેવલોકમાં જાય. ત્યાંથી જૈન કુળમાં જન્મ આપે. R બધી રીતે સુખી બને. છતાં એ સુખમાં લેપાય નહિ. એને ત્યાં પણ જિનેશ્વર દેવની, સદ્ગુરુઓની પ્રાપ્તિ થાય. છે એમના મુખે તાત્વિક પદાર્થોનું શ્રવણ સાંપડે. આ આત્મા એ સાંભળી વૈરાગ્યવાસિત બને. સંસાર અસાર જાણી કરી સંયમના માર્ગે પ્રયાણ કરે. પૂર્વભવ કરતાં પણ વધુ ઉંચી કક્ષાની આરાધના કરનારો બને. છેવટે ત્રણ, સાત, આઠ, ભવોમાં પરમપદને પામે. એનું અનંતભવોથી ચાલતું ભ્રમણ અટકી પડે. અનંત ભવો સુધી 8 આ ચાલનારું ભ્રમણ અહીં જ ખતમ થાય. 8 શિષ્ય ! “માત્ર એક કાપ કાઢવો, ઉત્તરાધ્યયાનાદિ કોઈક ગ્રન્થ ભણવાનો શરૂ કરવો” વગેરે સાવ નાનકડા, સાવ સામાન્ય કહેવાતા કાર્યોમાં જો ગુરને આપુચ્છા કરવામાં આવે તો અનંતસંસારનો નાશ થઈ જાય SSSSSSSSSSSSSSSSS સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૦ ૨૧૦

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278