Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 226
________________ આપૃચ્છા સામાચારી શિષ્ય : આપની બધી વાતો મને અક્ષરશઃ હૃદયમાં ઉતરી ગઈ છે. ગમે તેવા વિકલ્પો કરવા બદલ ક્ષમા માગું છું. પણ ગુરુદેવ ! આ શ્વાસોચ્છ્વાસાદિ માટે ગુરુની રજા લેવી તો અશક્ય છે. દર સેકંડે એ તો ચાલુ જ છે. સેકંડે સેકંડે ગુરુને શી રીતે પૂછાય ? વળી છીંક-બગાસુ-ઓડકાર તો અચાનક આવે. એની પહેલેથી ખબર નથી હોતી. તો એ બધા માટે ગુરુને પૃચ્છા કરવી શક્ય જ નથી. તો શું કરવું ? ગુરુ : “બહુવેલ સંદિસાહુ” ના આદેશો આ માટે જ છે. જે કાર્યો વારંવાર થયા કરતા હોય. અર્થાત્ જે કાર્યો ગુરુને પૂછીને કરવા શક્ય જ ન હોય તે બધા કાર્યોની રજા એકસાથે ગુરુ પાસેથી આ આદેશ માંગીને લઈ લેવામાં આવે છે. પણ માત્રુ જવું. ઉંઘવું વગેરે કાર્યો વારંવાર થતા હોય તો પણ એ ગુરુને પૂછી-પૂછીને કરવા શક્ય છે. તો એવા કાર્યો માટે ગુરુને પૂછવું જ પડે. ત્યાં બહુવેલનો આદેશ કામ કરતો નથી. આ બધી વાતો તો કરી પણ છેલ્લી એક વાત તો એ જ છે કે ‘તમામ કાર્યોમાં ગુરુને પૂછવું એ જિનેશ્વરદેવોએ બાંધેલી મર્યાદા છે. તેઓની આજ્ઞા છે.' એટલે હવે એ આપૃચ્છા કરવાથી ગુરુ પાસેથી જાણકારી મળે કે ન મળે.... એ બધી વિચારણા જ કરવાની રહેતી નથી. આ આપૃચ્છા તો તીર્થંકરો અને ગણધરોએ બાંધેલી મર્યાદા છે. એનું ઉલ્લંઘન કદિ ન કરાય. ઉપાધ્યાયજી તો લખે છે કે “આજ્ઞાયા: જ્ઞેશતોષ મઙ્ગઃ મહાનર્થહેતુઃ મતિ'' જિનાજ્ઞાનો લેશથી પણ ભંગ મોટા અનર્થોનું કારણ બને છે. એટલે આપૃચ્છાદિ સામાચારીના પાલનમાં અત્યંત અપ્રમત્ત બનવું જોઈએ. રે ! આ ‘બહુવેલ સંદિસાહુ'ના આદેશ માંગવાના કહ્યા છે. એની પાછળ આ જ ઊંડું રહસ્ય છે કે શ્વાસોચ્છ્વાસાદિ કાર્યો પણ ગુરુને પુછીને જ ક૨વાની જિનેશ્વરોની આજ્ઞા છે. હવે જો એ આજ્ઞાનું પાલન ન કરીએ તો મોટા અનર્થો થાય અને સેકંડે સેકંડે શ્વાસોચ્છ્વાસાદિ માટે પૃચ્છા કરવી પણ શક્ય નથી. એટલે પછી મહાપુરુષોએ સાધુઓને આજ્ઞાભંગથી બચાવવા, તેના દ્વારા થનારા મોટા અનર્થોથી બચાવવા માટે જ આ બહુવેલ... ના આદેશની વ્યવસ્થા ગોઠવી. (આ વ્યવસ્થા દ૨ેક તીર્થંકરના શાસનમાં પહેલેથી જ હોય છે. કેમકે આ દરેક તીર્થંકરોની સામાન્ય આજ્ઞા છે.) એટલે હવે ભલે આપૃચ્છા સામાચા૨ી ક૨વામાં કદાચ બીજા કોઈપણ લાભ ન થતા હોય તો પણ જો એનું પાલન નહિ કરો તો આજ્ઞાભંગ અને તેના દ્વારા દુર્ગતિ વગેરે મોટા અનર્થો તો થવાના જ. એટલે હવે લાભ મેળવવા માટે નહિ, પરંતુ આ બધા નુકશાનોથી બચવા માટે પણ તમામ સંયમીઓએ આપૃચ્છાસામા. પાળવી જ જોઈએ. પણ શિષ્ય ! સાવ સહેલી લાગતી એવી આ સામાચારી દીર્ઘસંસારીઓ માટે ઘણી જ કપરી છે. જેઓ સ્વચ્છંદી હશે, ઐહિક સુખોમાં લપેટાયેલા હશે, ફોન-ફેક્સ-પત્રિકાદિ અસંયમમાં ખુંપ્યા હશે, ગુરુઓ પ્રત્યે બહુમાન વિનાના હશે, પોતાના વિદ્વત્તાદિગુણોના અહંકારવાળા હશે, તદ્દન સ્થૂલદષ્ટિવાળા હશે તેઓ આ બધું જાણ્યા પછી પણ, પોતાના ગુરુ કે વડીલ વિદ્યમાન હોવા છતાં પણ બધા જ કાર્યો એમને પુછી-પૂછીને કરવા માટે કદિ તૈયા૨ નહિ થાય. તેઓની ભાવકરૂણા ચિંતવ્યા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. વર્તમાનકાળમાં ગુરુ સાથે ન હોય, ગુરુથી જુદા વિચરતા હોઈએ ત્યારે પણ દરેક સંયમીઓએ પોતાના વડીલ સંયમીને ગુરુ તરીકે માની એમને પુછી-પુછીને જ બધા કાર્યો કરવા જોઈએ. ગુરુઓએ પણ શિષ્યોને સંચમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૦ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278