________________
(
Bapa
EEEEEEEEECE
EEEEEEEEEEEEEEEEE
666666666
ssssssssssssssssssssssssssssssssssssssssssપ્રતિપૃચ્છા સામાચારી ) ન વગેરે આભૂષણોથી, સુવ્રત સાધુ સિંહ કેસરિયા લાડુના નિમિત્તથી કેવલજ્ઞાન પામ્યા છે.
ટલે જ્યારે બધી જ વસ્તુઓ રાગદ્વેષનો વિનાશ અને વિકાસ કરનારી બની જ છે. તો પછી શું બધી R જ વસ્તુઓનું સેવન કરવાનો ઉપદેશ આપવો ? કે બધી જ વસ્તુઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવો ? બે છે યમાં મુશ્કેલી છે. | સર્વજ્ઞોએ જોયું કે જેઓ અચરમાવર્તી છે. તેઓને કોઈપણ વસ્તુ સંસાર વધારનારી જ બને છે. તેઓ છે ઉપદેશને માટે અપાત્ર જ હોવાથી એમને ઉપદેશ દેવાનો જ નથી. ચરમાવર્તમાં પણ અપુનબંધક દશાને પામેલા 8
જીવોથી પ્રાયઃ ઉપદેશની પાત્રતા શરૂ થાય. એટલે જે ઉપદેશ આપવાનો છે એ આ અપુનબંધકાદિ જીવોને નજર છે સામે રાખીને આપવાનો છે. બાકીના જીવોને એ ઉપદેશથી લાભ થાય? કે નુકશાન ? એની વિચારણા જ છે જ કરવાની નથી.
- હવે અપુનબંધકાદિમાં તો સદ્ગર, શાસ્ત્ર વગેરે સારા પદાર્થો મોટા ભાગે રાગદ્વેષની હાનિ કરનારા જ છે જ બને છે. અને સ્ત્રી વગેરે ખરાબ પદાર્થો મોટા ભાગે રાગદ્વેષની વૃદ્ધિ કરનારા જ બને છે. દર ૧૦૦ જીવોમાં ૧ જીવ એવો નીકળે કે જેને શાસ્ત્રાદિ પદાર્થો રાગદ્વેષની વૃદ્ધિ કરાવનારા અને સ્ત્રી વગેરે પદાર્થો રાગદ્વેષની છે હાનિ કરાવવામાં નિમિત્ત બનતા હોય. તો હવે સ્વાભાવિક જ છે કે જે વસ્તુઓ પ્રાય: કરીને રાગદ્વેષની હાનિ કરાવનારી અને ક્યારેક જ રાગાદિની વૃદ્ધિ કરાવનારી બનતી હોય ત્યાં એ વસ્તુઓ સારી, આદરવા યોગ્ય તરીકે જ નિરૂપણ કરાય. અને જે વસ્તુઓ પ્રાય: કરીને રાગદ્વેષની વૃદ્ધિ કરાવનારી અને ક્યારેક જ રાગાદિની હાનિ કરાવનારી બનતી હોય ત્યાં એ વસ્તુઓ ખરાબ, ત્યાગ કરવા યોગ્ય તરીકે જ નિરૂપણ કરાય.
ગુંદરની ઘેસ ખાવાથી શરીર સશક્ત બને છે તો તદ્દન નબળી હોજરીવાળાઓ એનાથી મરી પણ જાય છે. પણ શરીર સશક્ત બનવાની ક્રિયા મોટા પ્રમાણમાં છે. ગુંદરઘસથી મરી જવાની ક્રિયા ઓછા પ્રમાણમાં છે છે. એટલે ગુંદરઘસ ઉપકારી, સારી છે એમ જ કહેવાય છે. “ગુંદરઘસ મારનારી છે, છોડી દેવા યોગ્ય છે” છે છે એવું નથી કહેવાતું.
ઓપરેશન કરાવવાથી જીવનારા ઘણા છે, મરનારા ઘણા ઓછા છે. માટે ઓપરેશન સારું-કર્તવ્ય ગણાય. ૪ ઓપરેશન મારનારું, કોઈ પણ હિસાબે હેય તરીકે ગણવાનો વ્યવહાર થતો નથી.
અકસ્માતથી સ્મરણ શક્તિ ગુમાવી ચૂકેલો માણસ ક્યારેક નવા અકસ્માતથી સ્મરણશક્તિ પાછી મેળવી ખૂબ જ આનંદમાં આવી જાય છે. તેમ છતાં અકસ્માત મોટા ભાગે નુકશાનકારક જ બન્યો હોવાથી એ ખરાબ આ જ ગણાય એને સારો ન કહેવાય. છે આમ જે વસ્તુઓ પ્રાયઃ હિતકારી જ બનતી હોય તે વસ્તુઓ સારી અને જે વસ્તુનો પ્રાયઃ અહિતકારી 8 જ બનતી હોય તે વસ્તુઓ ખરાબ” આ સર્વસામાન્ય વ્યવહાર છે.
શાસ્ત્રકારોએ પણ આપનુબંધકાદિને પ્રાયઃ હિતકારી જ બનનારા શાસ્ત્ર વગેરે પદાર્થો સારા, આદરણીય છે જ તરીકે બતાવ્યા. અને અપુનબંધકાદિને પ્રાયઃ અહિતકારી જ બનનારા સ્ત્રી વગેરે પદાર્થો ખરાબ, અનાદરણીય છે તરીકે બતાવ્યા.
આમ આવી રીતે સારા પદાર્થોની આદરણીયતા અને ખરાબ પદાર્થોની હેયતાનું જે વર્ણન થયું એ હું R ઉત્સર્ગમાર્ગ કહેવાય.
પ્રાયઃ કરીને હિતકારી જ બનનારા પદાર્થો જે વ્યક્તિઓને અહિતકારી બનનારા હોય, તે વ્યક્તિઓને છે તે પદાર્થોનો નિષેધ કરવો એ અપવાદ માર્ગ બને.
EEEEEEEEEEEEEEEEEEET
સંચમ રંગ લાગ્યો • પ્રતિyછા સામાચારી ૦ ૨૩૧ Sewwwwwwwwwwwwwwwwwwww
w