________________
gggggggggggggggggggggggggggggggggggggggggggggggggg પ્રવિપૃચ્છા સામાચારી જન જ ગણાય ને? 8 ગુરુ : કોઈપણ વસ્તુ એકાંતે પાપ કે પુણ્ય ન બને. વ્યવહારનયની વ્યાખ્યા ગમે તે હોય પણ નિશ્ચયનય જ પ્રમાણે તો એ જ વ્યાખ્યા છે કે જે કરવાથી રાગદ્વેષની પરિણતિઓ ઘટે. જે કરવાથી મોક્ષ નજીક આવે તે
પુણ્યકાર્ય ગણાય. જે કરવાથી મોક્ષ દૂર થાય તે પાપકાર્ય ગણાય. ગ્લાનસાધુ તિથિના દિવસે એકાસણાદિ છે જ કરવાથી ભયંકર અસમાધિ વગેરે દ્વારા મોક્ષમાર્ગથી દૂર ફેંકાતો હોય તો એના માટે એ એકાસણાદિ ત્યારે કર્તવ્ય છે છે ન બને. પરંતુ ત્યારે નવકારશી કરી, દવા લઈ, સાજો થઈ પાછો સંયમ આરાધનામાં ઉછળતો થઈ જાય તો ?
એના માટે એ નવકારશી પર્યકર્મ જ બને. - ટૂંકમાં ઉત્સર્ગમાર્ગે જેનો નિષેધ હોય, એની જ અપવાદ માર્ગે અનુમતિ હોઈ શકે છે. હા, આમાં માયા- છે છે કપટ બિલકુલ ન જોઈએ. જે સાધુ પોતાની શક્તિ હોવા છતાં, નાની માંદગી હોવા છતાં માયાદિ કરીને તે 8 નવકારશી કરવા લાગે એ તો ઉન્માર્ગગામી બની જાય. # શિષ્ય : તમે મને પહેલા કહેલું કે “હું ઉત્સર્ગ અને અપવાદની ઘણી બધી વાતો પછી કરીશ” આપને # યોગ્ય લાગે તો મને એ સમજાવો ને ? છે ગુરુ : તારી ઈચ્છા જ છે તો તને સરળભાષામાં એ પદાર્થો સમજાવવાનો પ્રયત્ન કરીશ. તું ધ્યાન દઈને હું છે એક એક શબ્દો સાંભળજે. છે જિનશાસનનું એક માત્ર લક્ષ્ય છે મોક્ષ. અનંતા તીર્થકરોએ શાસનની સ્થાપના માત્ર જીવોને મોક્ષને માટે છે જ કરી છે. મોક્ષનો અર્થ છે “રાગ-દ્વેષ નામના બે મુખ્યદોષોનો સંપૂર્ણ વિનાશ અને એ દ્વારા આત્માના ગુણોની છે પ્રાપ્તિ.” રાગદ્વેષનો સંપૂર્ણ વિનાશ એક ધડાકે થઈ જવો શક્ય ન હોવાથી જેમ જેમ એ રાગ-દ્વેષ નબળા પડે છે છે એ માટેનો સતત પ્રયત્ન કરતા રહેવાની જ જિનેશ્વરોની એકમાત્ર આજ્ઞા છે. છે રાગ અને દ્વેષ નબળા શી રીતે પડે? એના ઉપાયો કયા? અને રાગદ્વેષને વધારનારા તત્ત્વો કયા? એ છે છે જાણી લઈ રાગાદિને નબળા પાડનારા ઉપાયોને અજમાવવા જોઈએ અને રાગદ્વેષને વધારનારા તત્ત્વોને છોડી છે જ દેવા જોઈએ.
સર્વજ્ઞોએ પોતાના જ્ઞાનમાં જોયું કે “જે માણવા તે સિવી, ને પરસવા તે માસવા” જે કર્મબંધના સ્થાનો છે. એ જ કર્મક્ષયના કારણો છે. જે કર્મક્ષયના કારણો છે એ જ કર્મબંધના કારણો છે. અર્થાત્ જે જે છે 8 વસ્તુઓ રાગ-દ્વેષને વધારનારી છે એ એ જ વસ્તુઓ રાગદ્વેષને ખતમ કરનારી પણ બની છે. અને જે જે વસ્તુઓ 8 આ રાગદ્વેષને ખતમ કરનારી બની છે. તે તે વસ્તુઓ રાગદ્વેષને વધારનારી પણ બની જ છે.
જિનપ્રતિમા, સદ્ગુરુ, શાસ્ત્રો, રજોહરણ, તીર્થકરો, ચતુર્વિધ સંઘ વગેરે પદાર્થો અનેક આત્માઓના છે રાગદ્વેષનો વિનાશ કરવામાં નિમિત્ત બન્યા છે. તો એ જ પદાર્થો કેટલાંકોના રાગ-દ્વેષને વધારવામાં નિમિત્ત છે જ બન્યા છે. મુસલમાનો જિનપ્રતિમાઓનું નિમિત્ત પામી એને કાપી નાંખવા દ્વારા પુષ્કળ ભારેકર્મી બન્યા. છે 8 કુલવાલક સદ્ગુરુનું નિમિત્ત લઈ પતન પામ્યો. સુકુમાલિકા સાધ્વી આતાપનાનું વર્ણન કરનારા શાસ્ત્ર દ્વારા ઉન્માર્ગગામી બની. વિનય રત્ન રજોહરણને હથિયાર છુપાવવાનું સાધન બનાવી ભયંકર પાપી બન્યો. ગોશાળો તીર્થકરની આશાતના કરી અનંતસંસારી બન્યો. ચતુર્વિધસંઘની નિંદાદિ કરનારા અનંત આત્માઓ અનંત 8 સંસારને પામ્યા જ છે. આ બધામાં આ દરેક પદાર્થો નિમિત્ત બનેલા કહેવાય જ છે. છે તો બીજીબાજુ સ્ત્રી સાથે હસ્તમેળાપ, વીંટી વગેરે આભૂષણો, લાડુ વગેરે ખાદ્યપદાર્થો આવી અનેક વસ્તુઓ રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં નિમિત્ત બની છે. તો ગુણસાગર હસ્તમેળાપની ક્રિયાથી, ભરતચક્રી વીંટી 8
2
9,
EEEEEEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી - ૨૩૦