Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 233
________________ હર પ્રતિપૃચ્છા સામાચારી દt R જણાવવાનું જ કામ આ અપશુકનો કરે છે. આ વાત જરાક વિસ્તારથી સમજાવું. મોટી ચાંદી-સોનાની દુકાનોમાં ધનની રક્ષા માટે ચાર-પાંચ શસ્ત્રધારી ગુરખાઓ ગોઠવવામાં આવે છે તો 8 ક્યાંક વળી એવી સાયરન (ઘંટડી) ગોઠવવામાં આવે છે કે દુકાનનો કે તિજોરીનો દરવાજો જો તુટે, તો તુટતાની સાથે જ ભયંકર મોટા અવાજ સાથે એ સાયરન વાગે. બધાને ખબર પડી જાય કે “ચોરો ચોરી કરવા આવ્યા છે” એટલે બધા સાવચેત બની ધનને ચોરાતું બચાવી લે. છે આમાં શસ્ત્રધારી સૈનિકો તો ચોરોને પકડીને જેલમાં નાંખવાનું કે મારી નાંખવાનું જ કામ કરે. એમ વિશિષ્ટતમ પુણ્યોદય એ શસ્ત્રધારી સૈનિકો જેવો છે. એ સાધુના કો'ક પાપોદયથી રસ્તામાં અકસ્માત કે ગંભીર R માંદગી વગેરે થવાની શક્યતા હોય. તો પણ એ પેલો પ્રચંડ પુણ્યોદય પેલા પાપોદયને દૂર હટાવી, ખતમ કરીને શું સાધુને કોઈપણ મુશ્કેલી આવવા જ ન દે. છે પરંતુ સાયરનનું કામ ચોરોને મારવાનું કે પકડવાનું નથી. એનું કામ તો માલિકને સાવધ કરવાનું જ છે કે હ્યું કે, “ચોરી ચોરી કરવા આવ્યા છે. તમે સાવધ થશો, યોગ્ય પગલા ભરશો, તો તમારું ધન બચશે. નહિ તો છે નહિ બચે. મારું કામ ચોરોને પકડવાનું નથી.” છે એમ જે સંયમીઓનો પુણ્યોદય સાધુના ઉદયમાં આવનારા પાપકર્મોને રોકવા કે તોડવા સમર્થ ન હોય છે તે પુણ્યોદય સાયરનનું કામ કરે. એ પુણ્યોદય જ અપશુકનો ઉભા કરી દે અને સાધુઓને ચેતવે કે “તમે R વિહારાદિ કરતા અટકો. નહિ તો તમારા ઉપર મોટી મુશ્કેલીઓ આવશે. એને દૂર કરવાની તાકાત મારી નથી. શું તમે જો પાછા ફરશો, સાવધ થશો તો એ મુશ્કેલીઓ નહિ આવે, કેમકે એ કુકર્મો પણ ચોક્કસ નિમિત્તો વિના છે તો ઉદયમાં આવતા જ નથી.” છે જે માલિક સાયરન સાંભળી સાવધ બની યોગ્ય નિર્ણય લે, તે નુકશાનથી બચી શકે. એમ જે સંયમી છે 8 અપશુકન જોઈ સાવધ બની યોગ્ય નિર્ણય લે તો એ અવશ્ય મોટા નુકશાનથી બચી જાય. 8 અહીં “સાયરન ચોરોને ચોરી કરવા બોલાવે છે એમ ન કહેવાય તેમ ‘અપશુકન પાપકર્મોને ઉદયમાં છે શું લાવીને મુશ્કેલીઓ ઉભી કરે છે” એમ પણ ન બોલાય. સાયરન તો આવેલા ચોરોને જણાવવાનું જ કામ કરે છે તેમ અપશુકન આવી રહેલા નુકશાનોને, પાપોદયોને જણાવવાનું જ કામ કરે છે. - આ તારી એક શંકાનું સમાધાન મેં આપ્યું. (૨) “પાપીઓને અપશુકન થાય” આ તારી બીજી ભ્રમણા આ દૃષ્ટાન્ત ઉપરથી જ ખોટી સાબિત થઈ છે જાય છે. શું સાયરન વાગે એ માલિકનો પાપોદય ગણાય? કે પુણ્યોદય? કહેવું જ પડશે કે એ પુણ્યોદય જ છે કહેવાય. ઉન્હેં જો એ જ વખતે સાયરન બગડી જાય અને ન વાગે, તો એ જ મોટો પાપોદય ગણાય, કેમકે 8 સાયરન ન વાગવાથી ચોરો બધું લૂંટી જ જવાના. એમ અહીં જો અપશુકન ન થાય તો સંયમીઓ વિહારાદિ કરે અને પછી અકસ્માત વગેરેનો ભોગ બને. # એટલે અપશુકન થવા એ પુણ્યોદય છે. પાપોદય નથી. આ પદાર્થની સાક્ષીરૂપે મહોપાધ્યાયજીની જ એક નાનકડી પંક્તિ તને બતાવું : दुनिमित्तोपनिपातस्तु तज्ज्ञापको (विघ्न-ज्ञापकः) अदृष्टवशादेवोपतिष्ठते । पुण्यवत एव अनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । HEHEEEEEEE Giring સંચમ રંગ લાગ્યો - પ્રતિકૃચ્છા સામાચારી - ૨૨૮ ; Rationalisoningmentagonistianworians

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278