________________
પ્રતિપૃચ્છા સામાચારી
* (૬) શિયાળામાં સવારે ગુરુએ શિષ્યને કહ્યું કે,‘આજે બપોરે એકાસણામાં મારા માટે સુંઠ ખાસ લાવજે. શર્દી વધી ગઈ છે.’’ બપોરે ગોચરી જતી વખતે શિષ્ય ગુરુને પ્રતિપૃચ્છા કરી કે, “ગુરુદેવ ! પેલી સુંઠ લાવું ને?” તરત ગુરુએ કહ્યું, “હા ! સૂંઠ તો લાવજે. પણ એની સાથે થોડીક હળદર પણ ભેગી કરી લાવજે. અને આંબિલ ખાતે જો ધગધગતું પાણી હોય તો એ જ એમાં નંખાવી લાવજે. એટલે સુંઠ-હળદરનો ઉકાળો વધુ અસરકારક રહેશે.”
હવે જો શિષ્ય પુછ્યા વિના જ નીકળી જાત, સુંઠ લાવત. તો ગુરુની વિશેષ ઇચ્છાને પૂરી ન કરી શકત. આમ તો ગુરુ જ સામેથી શિષ્યને બોલાવીને આ બધું કહી દે. પણ ક્યારેક કામકાજમાં કહેવાનું યાદ ન આવે અને શિષ્ય પુછે ત્યારે જ આ બધા ઉપયોગ આવે. એટલે “સોંપેલું કાર્ય જ્યારે વિશેષ પ્રકારે કરવાનું હોય” ત્યારે પણ આ પ્રતિકૃચ્છા ઉપયોગી બને.
જે શિષ્યને ગુર્વાદિ પ્રત્યે અસીમ બહુમાન ભાવ હોય તે જ શિષ્ય આ બધું સમજી, ગુરુની સાચી-સંપૂર્ણ ભક્તિ કરવા વારંવાર પ્રતિસ્પૃચ્છા કરવાનું કદિ ન ચૂકે.
શિષ્ય : પણ આવી રીતે વારંવાર ગુરુના અભિપ્રાયો બદલાયા કરે તો શિષ્ય કંટાળી ન જાય ? ગુરુનું મન સ્થિર હોવું જોઈએ ને ? વારંવા૨ નિર્ણયો બદલ્યા કરે એ શી રીતે ચાલે ?
ગુરુ : ગુરુનું મન સ્થિર જ છે. પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જ એવા ઉત્પન્ન થાય કે એના કારણે નિર્ણયો ફેરવવા પડે. હું તને પૂછું કે મારવાડીઓની જાડી રોટલીઓ વાપરવાના સ્થાને ચાર રોટલી ખાનારો તું ગુજરાતીઓના સંઘમાં ૮-૧૦ રોટલી ખાવાનો નિર્ણય એક જ દિવસમાં કરી લે છે. એ શું યોગ્ય ન ગણાય?
જે ક્ષેત્રના આંબિલખાતામાં રોજ ૫૦-૧૦૦ આંબિલ થતા હોય ત્યાં આંબિલખાતાની ગોચરીથી આંબિલ કરતો તું રોજના એક-બે આંબિલવાળા ક્ષેત્રમાં જતાની સાથે જ આંબિલખાતાની વસ્તુ વાપરવાનો સ્પષ્ટ નિષેધ કરી દે અને આમ તદ્દન વિરુદ્ધ નિર્ણય લે એ શું યોગ્ય ન ગણાય ?
ઠંડીના દિવસોમાં ધગધગતું પાણી વાપરનારો તું ઉનાળો શરૂ થતાની સાથે ઠંડુ પાણી વાપરવાનો નિર્ણય લે તો શું એ યોગ્ય ન ગણાય ?
આરોગ્યની હાજરીમાં ૧૦ રોટલી વાપરતો તું તાવ આવતાની સાથે જ લાંઘણ ક૨વા માટે એકપણ રોટલી ન વાપરવાનો નિર્ણય કરે તો શું એ યોગ્ય ન ગણાય ?
ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના એક એક દૃષ્ટાન્તો મેં બતાવ્યા, કે જેમાં નિર્ણય બદલી યોગ્ય જ ગણી છે. એમ ગુરુ પણ મનની અસ્થિરતાને લીધે નિર્ણય-બદલી નથી કરતા પરંતુ આ વિષમપરિસ્થિતિઓને કારણે
નિર્ણય બદલે છે.
અને આવી પરિસ્થિતિમાં કોઈપણ સમજુ સંયમી વારંવાર નિર્ણયબદલી થવા છતાં પણ ન કંટાળે. એ સ્વાભાવિક છે.
શિષ્ય : પણ જે સ્થળે શિષ્ય પ્રતિકૃચ્છા ન કરી અને છતાં ગુરુએ કોઈ નિર્ણય બદલી ન કરી હોય. તો એ સ્થળે તો કોઈ નુકસાન થતું જ નથી. તમે બતાવેલ ૬ કારણો તો ક્યારેક જ થાય. કંઈ વારંવાર ન થાય તો જ્યાં એ કારણો ન હોય ત્યાં તો દોષ ન લાગે ને ?
૬
ગુરુ : પ્રતિસ્પૃચ્છા કરવાની જિનાજ્ઞાનો ભંગ થઈ ગયો એના કરતા વધારે મોટો બીજો કયો દોષ તારે જોઈએ છે ? વળી આ રીતે પ્રતિકૃચ્છા કરવાના સંસ્કારો ખલાસ થઈ જશે તો કટોકટના સમયે અતિગંભીર નુકશાનો પણ થવાની શક્યતા છે. એવું જોખમ શા માટે લેવું ? માટે યોગ્ય કાળે પ્રતિપૃચ્છા કરવી જ જોઈએ.
સંયમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી ૭ ૨૨૬
: