________________
હssessessages
Sજક છંદના સામાચારી અનુરાગી છે. એ જ મારા મિત્ર છે. આજ્ઞા પ્રત્યે ઉપેક્ષાદિ કરનારાઓ સાથે મારો લેશ પણ ભાવસંબંધ હોઈ છે જ ન શકે. છે સાચો લબ્ધિધારી તો એને કહેવાય કે જેને પોતાની પ્રશંસા વગેરેની લેશ પણ ભુખ ન હોય. જેના મનમાં છે જિનાજ્ઞાનો જ રણકાર ચાલતો હોય. “હું જો ગચ્છના સાધુઓ માટે વિશિષ્ટ વસ્તુઓ નહિ લઈ જાઉં, તો તેઓમાં મારી લબ્ધિધારીની છાપ ખલાસ થઈ જશે.” આવા પ્રકારનો કોઈપણ ભય જેને ન હોય. અને જિનાજ્ઞા પ્રમાણે ગોચરી વહોરતો હોય છતાં એને સહજ રીતે જ સારી સારી વસ્તુઓ મળતી હોય. છેયોગશતકમાં તો કહ્યું છે કે
સુસંયમીઓનું પુણ્ય એવું પ્રચંડ હોય છે કે દેવો પણ એમના ચરણો ચૂમતા હોય છે. તો પછી ઘેબર વગેરે છે. 8 જડવસ્તુઓ એમને સહજ રીતે મળે એમાં શું નવાઈ? સુસંયમીઓ જ્યારે જે વસ્તુની અપેક્ષા કરે ત્યારે તે વસ્તુ છે. હું એકદમ સ્વાભાવિક રીતે એમને મળી જ જાય.
અત્યારે એવા અતિ ઉંચી કોટિના પુણ્યશાળી સંયમીઓ ભલે ન મળે. તો પણ મધ્યમ-જઘન્ય કોટિના છે પુણ્યવાનું સાચા લબ્ધિધારી સંયમીઓ તો આજે પણ છે જ.
આવા સંયમીઓએ એવો વિચાર ન કરવો કે, “મારે જ બધાની સેવા કરવાની ?” રે ! આ તો છે સર્વવિરતિધરોની ભક્તિ કરવાનો ઉત્કૃષ્ટ લાભ છે. ઓઘ નિર્યુક્તિમાં કહ્યું છે કે “જે મહાત્મા ગ્લાનાદિ સાધુઓને છે. અનુકૂળ વસ્તુઓ આપવા દ્વારા સમાધિ આપે છે. તે સ્વયં સર્વસમાધિને પામે છે. મનની પ્રસન્નતા, કાયાની નિરોગિતા અને વાણીની મધુરતા એ મહાત્માને પ્રાપ્ત થાય.” છે આ ઉપરાંત જે વિશિષ્ટ તપસ્વી હોય, છટ્ટ-અટ્ટમાદિ તપ કરતો હોય એ પારણાના દિવસે બે-ત્રણ ચાર 8 R વાર વાપરે એ શક્ય છે. એટલે બપોરે એક જ વાર ગોચરી માંડલીમાં વાપરવાનો ઉત્સર્ગનિયમ એના માટે છે. હું ન હોય. એ તપસ્વી સવારે પોતાના માટે ગોચરી લાવે અને એમાં વધી જાય એ શક્ય છે જ. એટલે વધેલી છે જ વસ્તુ એ તપસ્વી ગુરુની રજા લઈ બાકીના સાધુઓને પ્રાર્થના કરવાપૂર્વક આપે.
આમ આ બે પ્રકારના સંયમીઓ છંદના કરવાના અધિકારી છે.
આ બે ય સંયમીઓએ ખાસ ખ્યાલ રાખવો કે બીજા સાધુઓને ઉચિત વસ્તુઓ વપરાવવા દ્વારા “અમે છે છે એ સાધુઓ ઉપર ઉપકાર કરી રહ્યા છીએ.” એવું બિલકુલ ન વિચારવું. પરંતુ “એ ગ્લાન વગેરે સાધુઓ મારી છે પ્રાર્થના સ્વીકારી મારા ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છે.” એમ એમને ઉપકારી માનવા. જો આ લબ્ધિધારીઓ પોતાને ગ્લાનાદિ ઉપર ઉપકાર કરનારા માનશે, તો અહંકારાદિભાવોને પામશે. અને જો તેઓ ગ્લાનાદિને છે પોતાના ઉપકારી માનશે તો નમ્રતાદિ વિશિષ્ટગુણોને પામશે.
તથા છંદના કરતી વખતે ખૂબ જ મીઠી નમ્રભાષા વાપરવી. “મહાત્મન્ ! હું મુરબ્બો વગેરે લાવ્યો છું. જ તમારે આ દ્રવ્યો ખૂબ જ અનુકૂળ રહેશે. મારા પર કૃપા કરી આ વસ્તુઓ વાપરો.” આવી ભાષા જ છંદના
ગણાય. પણ, “તમારે ચાલતું હોય તો લો. ન ચાલે તો બીજા ઘણા લેનારા છે. મારે કંઈ વધવાનું નથી. જલ્દી : શું બોલો. મારે મોડું થાય છે.” આ રીતની ભાષા છંદના તો ન જ કહેવાય પણ ભાષાસમિતિ પણ ન ગણાય. 8 આ બધી ઝીણી ઝીણી બાબતો ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી છે. છેટૂંકમાં આજુબાજુના ઉત્તરગુણોના દોષવાળા, સ્વાર્થી, ખાવામાં આસક્ત, ક્રોધી, હસાહસી કરનારા,
પ્રમાદી એવા પણ પંચમહાવ્રતનું પાલન કરનારા સંયમીઓ પ્રત્યે જેને ભારોભાર બહુમાનભાવ હોય. સાધર્મિક 8 વાત્સલ્યના મોજા હૃદયમાં ઉછળતા હોય. એ જ લબ્ધિધારી સાચા અર્થમાં આ છંદના પાળી શકશે.
3333
EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
સંયમ રંગ લાગ્યો - છંદના સામાચારી - ૨૩૬