Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 239
________________ ECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEE હessegeણરહeeggggggggggggggggggggreemergessઈ છંદના સામાચારી0 . (૮) ઇના જે ગોચરી-પાણી વહોરીને લાવ્યા હોઈએ, એ ગુરુને બતાવવા અને ગુરુને પૂછવું કે “આ લાવેલી છે વસ્તુઓથી સાધુઓની ભક્તિ, વૈયાવચ્ચ કરું ?” ગુરુ રજા આપે એટલે પછી બાલસાધુ, ગ્લાન, વૃદ્ધ વગેરે કે એ સંયમીઓને શાસ્ત્રીયક્રમ પ્રમાણે પ્રાર્થના કરવી કે “તમે કૃપા કરી મારી લાવેલી ગોચરીમાંથી આપને છે { પ્રાયોગ્ય=અનુકૂળ વસ્તુ સ્વીકારો.” આ પ્રાર્થના એ જ છંદના સામાચારી કહેવાય. છે આમાં મુખ્યત્વે ચાર બાબતો હોવી જોઈએ. (૧) જે વસ્તુની સંયમીઓને વિનંતિ કરવાની છે એ વસ્તુ વહોરીને લાવેલી હોવી જોઈએ. એ વસ્તુ છે વહોરવા લેવા જવાનું હોય અને વિનંતિ કરીએ એ ન ચાલે. છે. (૨) સંયમીઓની ભક્તિ કરવાની ખરી. પણ એ માટે પહેલા ગુરુ કે વડીલની રજા લેવી પડે. એ રજા છે લીધા વિના ભક્તિ કરે તો ન ચાલે. ૩) સાધુઓને જે વિનંતિ કરવાની છે એમાં શાસ્ત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે વિનંતિ કરવી. ક્રમનું ઉલ્લંઘન ન થવું જોઈએ. દા.ત. ગ્લાનાદિને વિનંતિ કર્યા વિના પોતાના મિત્રાદિ સાધુને પ્રાર્થના કરે તો એ ક્રમનો ભંગ કરેલો ગણાય. એ ન ચાલે. 8 (૪) સંયમીઓને હૃદયના ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવી. પ્રાર્થનાદિ ન કરે અને એમને એમ જ પોતાની કે 8 લાવેલી વસ્તુ તેઓને વપરાવે તો ભક્તિ કરી હોવા છતાં છંદના સામાચારી પાળેલી ન કહેવાય. શિષ્ય : આ સામાચારી તમામ સાધુઓ પાળી શકે ? કે અમુક જ સાધુઓ છંદના કરી શકે ? 8 ગુરુઃ આ સામાચારીનું પાલન કરવાની છૂટ બે પ્રકારના સાધુઓને છે. બધાએ આ છંદના સામાચારી છે શ કરવાની નથી (૧) આત્મલબ્ધિસંપન્ન (૨) વિશિષ્ટ તપસ્વી. છે એમાં જે સંયમી પાસે લાભાન્તરાયકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ પ્રકારનો હોય અને એથી એને સારી, ગચ્છને અનુકૂળ એવી વસ્તુઓનો લાભ સહજ રીતે થતો હોય તો એવો સંયમી આ છંદના સામાચારી કરવાનો અધિકારી જ છે. આનું કારણ એ જ છે કે ગચ્છમાં અનેક પ્રકારના સાધુઓ હોય. બાલ સાધુઓ હોય. કોઈક માંદગીવાળા હોય, કોઈ વૃદ્ધો હોય, કોઈક શ્રીમંતાદિના ઘેરથી દીક્ષા લીધેલી હોવાથી અમુક પ્રકારની જ અનુકૂળ વસ્તુઓ છે વાપરવા ટેવાયેલા હોય. કોઈકનો પાપોદય જ એવો હોય કે એને ગોચરી મળતી જ ન હોય અથવા તો સાવ સામાન્ય કક્ષાની ગોચરી જ મળતી હોય. વિશેષ પ્રકારની ન મળતી હોય. તો આ બધા સાધુઓ પોત-પોતાને 8 અનુકૂળ વસ્તુઓ ન મળવાથી સંક્લેશ અશાતા, અસમાધિને પામે. ભલે તે સાધુઓમાં એવો પ્રચંડ વૈરાગ્ય નથી છે કે ગમે તે વાપરીને પણ ચલાવી લે. એટલા માત્રથી તેઓ સંયમી તરીકે મટી નથી જતા તેઓ પાસે પાંચ | મહાવ્રતો છે. નિર્દોષગોચરી વગેરે ઉત્તરગુણો પણ છે. | બાકી એક વાત તો નક્કી કે વીતરાગતા વિનાના કોઈપણ વ્યક્તિમાં કોઈકને કોઈક દોષો તો હોવાના છે જ. એટલા માત્રથી તેઓ તિરસ્કારને પાત્ર ન બને. - જો આ બાલ, વૃદ્ધાદિ સાધુઓ સદાય, સંયમનો ઉલ્લાસ ગુમાવી બેસે તો જિન શાસનને કેટલું નુકશાન 8 થાય ? તેઓનું પણ કેટલું બધું અહિત થાય ? આ બધાની વૈયાવચ્ચ, ભક્તિ કરવા માટે જ લબ્ધિધારી સાધુને આ છંદના સામાચારી સોંપવામાં આવી જ છે. એ લબ્ધિધારી હોવાથી ઘણા બધા માટે અનુકુળ વસ્તુઓ લાવી શકે અને બધાને ભક્તિથી વપરાવી સાધર્મિક ભક્તિ, સ્થિરીકરણ, જિનશાસનની પરંપરાનો અવિચ્છેદ વગેરે અનેક લાભોને એ પામી શકે. Rasoisoથાય. સંયમ રંગ લાગ્યો - ઇચ્છા સામાચારી - ૨૩૪ Problem CASCLETECHISESSELTELIAISOCRATECHISCHERCHE BB% EEEEEE

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278