Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 230
________________ EESFEEEEEE WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE ૪૪૪૪૪૪૪૪૪૪૪૪ ૪ પ્રતિપૃચ્છા સામાચારી દક 8 લાવવાની છે. ત્યાંના ભાઈ રોજ ચારવાગે ત્યાં આવે છે. તું ચાર વાગે ત્યાં પહોંચી જજે. જાતે જોઈને આ બધી છે અગત્યની પ્રતો કઢાવી લાવજે.” સવારે દશ વાગે આ વાત થયા પછી એ સાધુ પોણા ચાર વાગે ગુરુ પાસે જઈને કહે કે “ગુરુદેવ ! હું બધી પ્રતો લેવા જાઉં?” ગુરુ કહે, “અરે ! તને કહેવાનું ભૂલી ગયો. એ ભંડારવાળા જ આ ભાઈ ચાર નહિ પણ આજે પાંચ વાગે આવવાના છે. એટલે કલાક પછી જ જજે.” જો એ સંયમી પ્રતિકૃચ્છા વિના જ જતો રહેત, તો ત્યાં ભંડારના ભાઈ ન હોવાથી કાં તો એક કલાક રાહ જ જોવી પડત. અથવા અડધો કલાક રાહ જોઈ પાછો આવત તો ગુરુ પાછો પાંચ વાગે મોકલત. આમ બે ધક્કા છે શું થાત. કદાચ પાછો ન જાત તો ગુરુના વાંચન, લેખનાદિ કાર્યો અટકી પડત. છે. આમ, કામ મોડું કરવાનું થાય ત્યારે પણ આ પ્રતિપૃચ્છા ઉપયોગી બને. (૪) એક સાધુએ ગુરને પૂછ્યું કે “આજે સુદપાંચમના ૩-૪ ઉપવાસ હોવાથી આવતી કાલે સવારે છે નવકારશીમાં વાપરનારા ઘણા હશે. તો આવતીકાલની નવકારશીનો લાભ મને આપો. રોજ તો કોઈ 8 નવકારશી વાપરનાર જ નથી.” ગુરુએ “હા” પાડી. છેક ગુરુના સંથારો કરવાના સમયે કોઈક સાધુ ગુરુ પાસે કે 8 ગયો અને કહ્યું, “આવતીકાલે મારો દીક્ષાદિવસ છે. હું અને મારો સગો ભાઈ સાધુ બે જણ આખી માંડલીની છે. 8 ભક્તિ આખા દિવસની કરીશું. આપ રજા આપો.” ગુરુએ રજા આપી. | ગુરુ “પેલા સાધુને પણ ગોચરી લાવવાની રજા આપી છે” એ વાત ભુલી ગયા. અથવા તો ગુરુએ એમ 8 શું વિચાર્યું કે “એ સાધુ સવારે આવશે, ત્યારે વાત કરી લઈશ.” - હવે સવારે એ સાધુ ગુરુને પુછવા ગયો કે “નવકારશી લેવા જાઉં ?” તરત ગુરુએ કહ્યું કે, “આજે એ છે આ બધા કામો પેલા બે સાધુઓ જ કરવાના છે. એટલે તારે નથી જવાનું.” છે પણ જો એ સાધુ ગુરુને પૂછવા ન જાય અને દૂરના ઘરોમાં ગોચરી જવા માટે, વહેલો જ ઝોળી-પલ્લાં છે લઈને નીકળી જાય. બીજા સાધુઓને પણ એ ખ્યાલ ન રહે તો પછી સવારે બમણી ગોચરી આવે. બધા હેરાન છે જ થાય, પરઠવે તો વિરાધના થાય. 8 આમ સોંપેલુ કામ પછી બીજા જ સંયમીઓ કરવાના હોય” તો આવા વખતે પણ પ્રતિકૃચ્છા ઉપયોગી છે જ થઈ પડે. છે (૫) ગુરુએ એક શિષ્યને કહ્યું કે, “ચોમાસું બેસવા આવ્યું છે. ચાતુર્માસ માટે કાપડ, બોલપેનો, પોસ્ટકાર્ડ છે વગેરે આટલા આટલા પ્રમાણમાં વહોરી લેજે. એવા કોઈ ભક્ત શ્રાવક આવે ત્યારે એની પાસેથી વહોરી લેવું.” આ વાત થયા બાદ બીજા જ કોઈ શિષ્યની પાસે એના શ્રીમંત સ્વજનો બધી વસ્તુઓ વહોરવા લાગ્યા. છે એ વખતે જેને ગુરુએ કામ સોંપેલું એ સાધુ બહાર ચંડિલ વગેરે ગયેલો. આ સાધુએ ગુરુ પાસે જઈ વાત કરી છે કે, “આ સ્વજનો કાપડાદિ વહોરવા લાવ્યા છે.” ગુરુએ એ સાધુને જ બધું વહોરવાનું જણાવી દીધું. એ બધું 8 જ વહોરાઈ ગયું. આ બાજુ પેલો બહાર ગયેલો શિષ્ય પાછો આવ્યો. બે-ચાર કલાક બાદ એની પાસે એના ભક્તો 8 વસ્તુ વહોરાવવા લાગ્યા. પેલો શિષ્ય ગુરુને પૂછવા જાય કે “આ બધું વહોરું” તો તરત ગુરુ કહે કે, “આ તો ? 8 કલાક પહેલા જ પેલા સાધુએ વહોરી લીધું છે. હવે કંઈ પણ વહોરવાનું બાકી નથી.” છે જો આ શિષ્ય બીજીવાર પૂછયા વિના જ બધું વહોરી લીધું હોત તો બમણી ઉપધિ થાત. ચાર મહિના છે # પ્રતિલેખન તો કરવી જ પડત. ઉપરાંત પરિગ્રહાદિ ઘણા દોષો લાગત. છે એટલે “આ કામ બીજા સાધુએ કરી લીધેલું છે' એવું જણાવવા માટે પણ એ વખતે પ્રતિપૃચ્છા ઉપયોગી જ બને છે. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEDS532555532552255555555555555 EEE 2522322SEEEEEEEEE સંયમ રંગ લાગ્યો - પ્રતિyછા સામાચારી ૦ ૨૨૫

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278