Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 229
________________ EEEEE દ' EEEEEEEEE પ્રતિપૃચ્છા સામાચારી ) જ કોઈ જરૂર જ ન રહે. એટલે જે શિષ્ય સતત એવી જ ભાવનાવાળો હોય કે “ગુરુની ઈચ્છા પ્રમાણે જ મારે કામ કરવા છે. ગુરુની છે. : ઈચ્છા બદલાય એટલે મારે પણ મારી ઈચ્છા, મારા કામ બદલી જ દેવાના છે. કોઈપણ હિસાબે ગુરના મનની છે ભાવનાનું ઉલ્લંઘન, અવગણના ન જ થવી જોઈએ.” એવા જ શિષ્યો આ સામાચારી પાળે. બાકીના શિષ્યો જ તો પોતાની ઈચ્છા પ્રમાણે જ કામ કરી લે. બીજી વાર ગુરુને પૂછવા જવામાં એમને કંટાળો, ત્રાસ લાગે છે શિષ્ય : આ પ્રતિપુચ્છા કરવાથી શું લાભ થાય ? શા માટે આ સામાચારી પાળવામાં આવે છે ? ગુર : એકવાર કોઈક કામની રજા લીધા પછી પણ થોડાક કાળ બાદ એ કાર્ય કરતી વખતે પ્ર હિં કરવાનું જે કહ્યું છે એની પાછળ મુખ્યત્વે પાંચ કારણો છે. છે દા.ત. (૧) એક શિષ્ય સાંજે ગુરુ પાસે રજા માંગી કે “કાપ કાઢું?' ગુરુએ રજા આપી. શિષ્ય કાપ માટે હું આ આંબિલ ખાતે પાણી લેવા ગયો. પણ પાણી બધું ખલાસ થઈ ગયેલું. છેવટે શિષ્ય વિચાર્યું કે “હવે આવતીકાલે ! છે જ કાઢીશ. ચાર-પાંચ તો વાગી ગયા છે.” બીજા દિવસે એ ગુરુને ફરીથી પુછવા ગયો કે “કાપ કાઢું?” તો છે ગુરુએ કહ્યું, “આજે કાપ ન કાઢીશ. આવતીકાલે તારો ચાતુર્માસનો પ્રવેશ અચાનક જ નક્કી થયો છે. જે છે ચોમાસાના પ્રવેશના આગલા દિવસે સાબુ-સર્ફ તારે ન વપરાય.” છે અથવા “તારો કાપ આજે ન કાઢતો. આજે ગ્લાન-બાલાદિનો કાપ કાઢવાનો છે. બધે પહોંચી નહિ વળાય. 8 બધાના કાપ માટે પાણી પણ ઓછું પડશે.” 8 અથવા “તારા અક્ષરો સારા હોવાથી મારું ૧૦-૧૫ ફુલસ્કેપ પાના જેટલું લખાણ તારે તૈયાર કરવાનું છે. છે તાત્કાલિક જરૂર છે. આજે કાપ ન કાઢીશ.” વગેરે બીજા કાર્યો દર્શાવે એ શક્ય છે. આમ “પહેલા બતાવેલા કામ કરતાં બીજા જ કોઈ કામો સાથે દર્શાવવાના હોય” ત્યારે આ પ્રતિપુચ્છા ઉપયોગી બને છે જો શિષ્ય ગુરુને પૂછ્યા વગર જ કાપ કાઢવા બેસી જાત, તો ઉપરના કાર્યો અટકી પડત. ગુરુની સેવા ભક્તિનો લાભ ગુમાવવો પડત. છે (૨) ગુરુએ ઘરદેરાસરની પ્રતિષ્ઠાના દિવસે સવારે જ મુખ્ય ગોચરી લાવનારને કહ્યું કે આજે છે સ્વામીવાત્સલ્ય છે. એટલે બધા સાધુઓ માટે મિષ્ટ લાવજે. ઘણા સાધુઓને તપના પારણા-અત્તરવારણા ચાલે છે છે. આ બહાને શરીરને પોષણ મળી રહે.” - સવારે આઠ વાગે આ વાત થયા પછી બાર વાગે ગોચરી લેવા જતી વખતે એ સાધુ પાછો ગુરુને પુછવા 8 8 ગયો કે, “ગુરુદેવ ! મિષ્ટ લાવું ને?” ત્યાં તો તરત ગુરુએ કહ્યું કે, “ના, આ શ્રાવકે હમણાં જ સમાચાર આપ્યા છે છે કે આપણા સમુદાયના મોટા આચાર્ય કાળ કરી ગયા છે. હવે આજે મિષ્ટનો ટુકડો પણ ન લવાય.” અથવા “આપણા પાંચ-છ સાધુઓ હમણાં જ મારી પાસે આવી આજના શુભદિવસથી ઓળી ઉપાડવાની રજા લઈ ગયા છે. એટલે હવે મિષ્ટ લાવવાનું ઘણું જ ઓછું થઈ ગયું છે.” છે અથવા “આ જમણવાર જેના તરફથી છે એણે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોવાના સમાચાર હમણાં જ મળ્યા. # ત્યાં ગોચરી ન જવાય.” { આવા અનેક કારણોસર ગુરુ એ અનુચિત કાર્ય અટકાવી દે. પણ જો એ સાધુ પૂછ્યા વિના સીધો જ ગોચરી 8 માટે નીકળી જાય. અને મિષ્ટાદિ લઈ આવે તો શું થાય? કેટલું બધું નુકશાન થાય? આમ કાર્યની ના પાડવા છે માટે પ્રતિપૃચ્છા ઉપયોગી બને. | (૩) ગુરુએ શિષ્યને કહ્યું કે “સાંજે ચાર વાગે અહીંથી અડધો કિ.મી. દૂરના જ્ઞાનભંડારમાંથી અમુક પ્રતો HEEGGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE સંચમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી ૨૨૪ 866666666666666666666666666666666666666666666666666666666666666666666666f6666666666

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278