________________
RECEEEEEEEEEEEEEEEEEEEEEE W
CCHETTIECEEEEEEEEEEECECHOW
sssssss
આપૃચ્છા સામાચારી & શનિષેધના એ જ્ઞાતા હોય છે. બીજી વાત એ કે આટલા વર્ષો સંયમ પાળવાથી, શાસ્ત્રો ભણવાથી એ ખૂબ
ભીર પણ બન્યા હોય. પરલોકથી એ ખૂબ જ ગભરાતા હોય. પોતાનો પરલોક ન બગડે એ માટે દિવસ8 રાત એ એકદમ સાવચેત હોય. ગુર આવા હોય એટલે એમને આપૃચ્છા કરનારો શિષ્ય અનેક લાભો મેળવી શકે.
ક સંયમીને આવશ્યક નિર્યુક્તિ ગ્રંથ વાંચવાની ઈચ્છા થઈ. એટલે એ તો મંડરામાંથી સીધી છે. પ્રત જ મંગાવે. હવે ભંડારવાળો કાં તો એમ કહે કે આવશ્યકસૂત્ર જ છે. નિર્યુક્તિ નથી. તો આ સંયમી મુંઝવાઈ જાય. ધારો કે પ્રત મળી જાય તો પણ અમુક અઘરી પ્રત મળે. જે સંયમી સમજી જ ન શકે. છેવટે અધવચ્ચે ગ્રંથ મૂકી દેવાનો વારો આવે.
એના બદલે એ ગુરુને પૂછે કે, “ગુરુજી! હું આવશ્યક નિર્યુક્તિ ભણું?” એટલે પ્રથમ તો ગુરુ એની પાત્રતા છે નિહાળશે. એ પછી હા પાડશે. અને ત્યારે ગુરુ બધી માહિતી આપશે કે ભંડારમાં આવ. સૂત્ર નામની પ્રત છે જ હોય તો ચિંતા ન કરવી, કેમકે એ જ પ્રત આવ. નિર્યુક્તિની હોય છે. આવશ્યક ઉપર ઘણી બધી ટીકાઓ છે. 8 એમાં અમૂક આચાર્યની ટીકા સરળ છે, અમુક અઘરી છે. તારા માટે આ અમુક ટીકા ખૂબ સારી છે. તું એ છે # વાંચજે. તથા આ ગ્રંથમાં અમુક પ્રકાશનની પ્રતો સંપૂર્ણ શુધ્ધ છે. અમુક પ્રતોમાં અશુધ્ધિ ઘણી છે.” 8 આવી તો અનેક માહિતીઓ ગુરુ આપી દે. શિષ્યને એનાથી એ ગ્રંથ ભણવામાં ખૂબ જ અનુકૂળતા થાય કે છે એ તો સ્પષ્ટ જ છે.
વળી ગુરુ ભવભીરુ હોય એટલે વિચારે કે “આ શિષ્ય મારા શરણે છે. મેં એને આ ગ્રંથ ભણવાની રજા આપી છે. હવે જો એ ગ્રંથ ભણવામાં અવિધિ કરશે તો એનું બધું પાપ મને લાગશે. કેમકે મેં એને અનુમતિ 8 આપી છે. હવે એ પાપ બંધાય તો તો મારી દુર્ગતિ જ થાય. એ મને શી રીતે પોષાય ?”
આમ વિચારી તરત ભવભીરુ ગુરુ શિષ્યને બધી વિધિ કહેશે કે “સાંભળ. આ ગ્રંથ આગમગ્રંથ છે એટલે B 8 અસક્ઝાયમાં એનું વાંચન નહિ કરતો. સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી આ ગ્રંથ ન વાંચતો. જેની પાસે ભણે છે છે એ વિદ્યાગુરુનો ભરપૂર વિનય કરજે. એમના વસ્ત્રાદિનું પ્રતિલેખનાદિ કરવા રૂપ ભક્તિમાં ઉણો ન ઉતરીશ.” કે 8 આમ ગુરુ તે કાર્ય અંગેની માહિતી અને તે માટેની વિધિ બતાવે.
આવું તમામ કાર્યોમાં સમજી લેવું.
શિષ્ય કાપ કાઢવાનું છે એટલે ગુરુ કહે “ચોમાસું નજીકમાં છે. પાત્રાની ઉપધિનો, કામળી-આસનાદિનો 8 પણ કાપ કાઢી લેજે. અમુક સાધુ નબળો છે. એના એક બે વસ્ત્રો પણ કાપ કાઢી આપજે.. તથા કાપ કાઢવાની # છે વિસ્તૃતત વિધિ પણ બતાવે. જેથી જીવવિરાધના વગેરે ન થાય.
શિષ્ય નવા શહેરમાં ચૈત્યપરિપાટી કરવા જવાનું પૂછે એટલે ગુરુ પોતાની જાણકારી પ્રમાણે દેરાસરોની છે સંખ્યા વગેરેની માહિતી આપે. સુચન પણ કરે કે, “ઘણા દેરાસરોમાં દર્શન કરવાના લોભમાં બધે બેઠાં-બેઠાં
ખમાસમણા આપવા વગેરે રૂપ અવિનય ન કરીશ. બધે ઉચિત વિનય વગેરે સાચવજે. અને એકલો ન જઈશ. છે સાથે જાણકાર સાધુ કે શ્રાવકને લઈ જા. તે રસ્તો જોયો નથી. ભુલો પડીશ...'
આમ શિષ્યને ગુરુ પાસેથી અનેક પ્રકારની માહિતી, કાર્ય કરવાની શાસ્ત્રીય વિધિ વગેરેનો બોધ થાય એ 8 પહેલો ફાયદો.
આમાં ગુરુઓએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એમના શરણે રહેલા શિષ્યોને ગુરુ જે બાબતમાં શું અનુમતિ આપશે એ બાબતમાં એ શિષ્ય જે કોઈ અવિધિ-આશાતના-ભુલો કરશે એ બધાનું પાપ ગુરુને લાગવાનું
33;
EEREEEEEEEEEEEEEEEECEEEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી - ૨૧૬ RagharikhadadhanaianoiGorgeorgia Georgiantarti