________________
ઉપસંહાર
उपयोगि । यतः तत्र भूयोभाषितेनैव शङ्कादिदूरीभवनेन तत्त्वनिर्णयो भवति । स्वल्पसारेत्यादि । अत्यन्तमल्पं यत् सारभूतं ज्ञानं, तदेव मूलं यस्याः सा स्वल्पसारज्ञानमूला प्रवृत्तिः, तदर्थं तु स्वल्पमेव सारज्ञानमुपयोगि । न भूयोभाषितमिति । तत्र=तादृशप्रवृत्तिं कर्तुं इच्छति पुरुषे । तदुद्वेजकतया = भूयोभाषितस्य उद्वेगजनकतया। अध्यात्मभाविता हि भूयोभाषितेनोद्वेग- मेवाप्नुयुरिति युक्तं तत्र भूयोभाषितस्योद्वेगजनकत्वमिति । ततश्च तत्र नात्यन्तोपयुक्तमुपदेशकर्म । तत्र क्रियमाण उपदेशः अत्यन्तोपयोगी न भवति ।
ટીકાર્થ : વધારે બોલવાનું શું કામ ? વધારે ભાષણ તો જ્યારે પરસ્પર કોઈક પદાર્થાદિ અંગે ધર્મકથા થતી હોય ત્યારે જ ઉપયોગી બને. ત્યાં જેટલું વધારે બોલીએ એટલું વધારે તત્ત્વ સ્પષ્ટ થાય. પરંતુ અત્યંત અલ્પ અને છતાં સારભૂત એવા જ્ઞાનને લઈને જે પ્રવૃત્તિ ક૨વાની છે. એને માટે વધુ ભાષણ ઉપયોગી નથી. કેમકે જ્યાં તાદશજ્ઞાનમૂલક એવી આત્માને ઉદ્દેશીને કરાતી પ્રવૃત્તિ કરવાની હોય ત્યાં ઉપદેશકર્મ = ભાષણ એ સામેવાળાને ઉદ્વેગ ઉત્પન્ન કરનાર બને છે. અને એટલે ત્યાં એ ભાષણ અત્યંત ઉપકારી ન બને. (સામાન્ય ઉપકારી બને એની કંઈ કિંમત અહીં નથી ગણતા.)
यशो. - अलङ्कर्मीणानां च स्वल्पसारोपदेशः उपनिषद्भूतः “मितं च सारं च वचो हि वाग्मिता" इति वचनात् । तदेवं प्रस्तावनां विधायोपनिषदुपदेशमेवाह - तथा तथा तेन तेन प्रकारेण प्रवर्तितव्यं = उद्यमवता भाव्यमिह = जगति यथा यथा येन येन प्रकारेण रागद्वेषौ मायालोभक्रोधमानरूपौ विलीयेते - क्षयं गच्छतः ।
चन्द्र. - अलङ्कमीर्णां च समर्थवक्तृणां च स्वल्पसारोपदेशः = स्वल्पः सारभूतश्चोपदेशः उपनिषद्भूतो रहस्यस्वरूपो भवति । न हि तेऽधिकं वदन्ति, किन्तु स्वल्पमेव रहस्यं वदन्तीति । ननु यदि ते समर्थवक्तारः, तर्हि तेऽधिकभणनेनैव समर्थवक्तृत्वं प्राप्नुयात् । न हि अल्पवक्तारः समर्थवक्तारो गण्यन्ते इत्यत आह 'मितं च सारं च वचो हि वाग्मिता' इति वचनात् = अल्पस्य सारभूतस्य वचनस्य कथनमेव समर्थवक्तृत्वम् । न तु अधिककथनं । ततश्चात्मनि वाग्मित्वं स्थापयितुं इच्छताऽवश्यं मितं सारं चैव वचनं वक्तव्यम् । न त्वधिकमिति । ततश्चाहमपि तदेव वक्ष्यामि इति ग्रन्थकृतामशयः । मायालोभेत्यादि । मायालोभौ रागः, क्रोधमानौ द्वेषः इति ।
વળી જે સમર્થ હોય, સાચો વક્તા હોય એનો તો અલ્પ છતાં સારભૂત ઉપદેશ એ જ રહસ્ય = ઉપનિષદ્ભૂત હોય છે. નહિ કે વધારે ભાષણ. કેમકે એવું વચન છે કે “અલ્પ અને સારભૂત વચન બોલવું ये ४ वतृत्व छे.”
(આશય એ છે કે કોઈને એવો પ્રશ્ન થાય કે તમે “વધારે બોલવાનું શું કામ છે ?” એવું કેમ કહ્યું ? વધારે બોલવું જ જોઈએ. વધુ બોલવું એ જ વકતૃત્વ છે.” તો એની સામે ઉત્તર આપ્યો કે જે સમર્થ વક્તાઓ છે તેઓનું વધુ ભાષણ એ ઉપનિષદ્ભૂત = રહસ્યભૂત નથી હોતું. પણ એમનું અલ્પ અને સારભૂત ભાષણ જ રહસ્યભૂત હોય છે. અને એ જ એમનું વકતૃત્વ છે. એટલે વધુ ભાષણ એ સારજ્ઞાનમૂલક પ્રવૃત્તિમાં ઉપયોગી નથી.)
આ પ્રમાણે રહસ્યનો ઉપદેશ આપવા માટે પહેલા પ્રસ્તાવના કરી લીધા બાદ હવે જિનવચનોના રહસ્યનો ઉપદેશ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૫૬