________________
આપૃચ્છા સામાચારી
સંયમ રંગ લાગ્યો
(દશવિધ ચક્રવાલ સામાચારીઓ)
(૬) આપૃચ્છા સામાચારી
ગોચરી જવું, વિહા૨ ક૨વો, સ્થંડિલ-માત્રુ જવું, સ્વાધ્યાય કરવો, કોઈ સંયમીની વૈયાવચ્ચ કરવી, દેરાસર જવું, બપોરે કે રાત્રે સંથા૨ો ક૨વો, ગોચરી વાપરવી વગેરે વગેરે તમામ સાધુજીવનના યોગો શરૂ કરતા પહેલા ગુરુની પાસે એ કાર્ય કરવાની રજા લેવી એ આપૃચ્છા સામાચારી કહેવાય.
અહીં ‘પૃચ્છા’ સામાચારી નથી બતાવી પરંતુ ‘આપૃચ્છા' સામાચારી બતાવી છે. સંસ્કૃતમાં ‘આ’ શબ્દ મર્યાદા અને અભિવિધિ એમ બે અર્થમાં આવે છે એટલે (૧) તમામ કાર્યોમાં વિનયપૂર્વક પૂછવું એ આપૃચ્છા સામાચારી. (૨) એક પણ કાર્યમાં ન પૂછવું એવું ન બને એ રીતે સર્વકાર્યોમાં પૂછવું એ આપૃચ્છા સામાચારી. આ પ્રમાણે અર્થ થશે.
કેટલાક સંયમીઓ ગુરુને તે તે કામો કરતા પહેલા પૂછે તો ખરા પણ એમાં યોગ્ય વિનય નથી હોતો. એ પૂછવાની રીત જ-એવી હોય કે ગુરુને હા ન પાડવી હોય તો ય ‘હા’ પાડવી પડે. દા.ત. કોઈક શિષ્યે રઘુવંશાદિ કાવ્યો ભણવા હોય તો એ પુસ્તક કઢાવી લે. જેની પાસે ભણવાનું છે. એની સાથે બધું નક્કી કરી લે અને પછી ગુરુ પાસે જઈને કહે કે,“હું આમની પાસે કાવ્યો શરૂ કરું છું.” હવે બધું નક્કી થઈ ગયા પછી ગુરુ શું બોલે ? ઈચ્છા ન હોય તો પણ હા પાડી દે. ખરેખરે તો આમાં વિનય તો નથી જ પણ પૃચ્છા ય નથી. પૃચ્છા એટલે પ્રશ્ન અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જુદી જ હોય. ચોપડી લાવ્યા પહેલા જ ગુરુ પાસે જઈને પૂછવું જોઈએ કે “ગુરુજી ! હું રઘુવંશ ભણું ? આ સંયમી તૈયાર છે તો એમની પાસે ભણું ? આપની સહર્ષ અનુમતિ હોય તો જ મારે ભણવું છે.” અત્યારે ઘણા સંયમીઓ તો ગુરુને કંઈ જણાવતા જ નથી. જેઓ વળી જણાવે છે તેઓ પ્રશ્ન નથી કરતા પણ માત્ર વિધાન જ કરે છે. આ બધું આપૃચ્છા સામાચારીમાં ન આવે.
એમ કાપ કાઢવા માટે સવારે ગરમ પાણી લઈ આવે, સર્ફમાં કપડા પલાડી દે અને પછી ગુરુને કહે કે “આજે હું કાપ કાઢું છું'... આ પણ યોગ્ય નથી. ખરેખર તો પાણી લાવતા પહેલા જ ગુરુને પૂછવું પડે કે “આજે કાપ કાઢવાની ભાવના છે. તો હું કાઢું ?” એની ગુરુ રજા આપે તો જ પછી પાણી લેવા જવાય, કપડા
પલાડાય, કાપ કઢાય.
આ બધાનો સાર એ જ કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા જ ગુરુની પાસે પ્રશ્ન રૂપે એ કાર્ય કરવાની અનુમતિ માંગવી. અને એ વખતે સંયમીની ભાષા એવી હોવી જોઈએ કે ગુરુએ ના પાડવી હોય તો બેધડક ના પાડી શકે. ગુરુને એવો ડર ન જ રહેવો જોઈએ કે “જો આને આ કામની ના પાડીશ તો એને ખોટું લાગશે.” આવા પ્રકારની નમ્ર ભાષા, વિનયવાળી ભાષાપૂર્વક શિષ્ય પૂછે તો જ એ આપૃચ્છા સામાચારી કહેવાય.
આ તો “આ” શબ્દનો મર્યાદા અર્થ બતાવ્યો. હવે “આ” શબ્દનો બીજો અભિવિધિ અર્થ જોઈએ. કેટલાંક સંયમીઓ એવા હોય કે મોટી-મોટી વાતોમાં ગુરુને પુછીને જ કામ કરે. અને નાની વાતોમાં ગુરુને ન પુછે. દા.ત. કોઈ શ્રાવક પાસે બે-પાંચ રૂ.ની બોલપેન મંગાવવી હોય, દેરાસર જવું હોય, ઠલ્લે-માત્રુ જવું હોય તો આ બધી નાની બાબતોમાં ગુરુને ન પૂછે. પરંતુ ૫૦મી ઓળી શરૂ કરવી હોય, કોઈક પુસ્તક છપાવવું હોય, ફોન-ફેક્સ કરાવવા હોય તો આ બધા મોટા કાર્યો ગુરુને પુછીને કરે. આ સંયમીઓ નાની બાબતોમાં ગુરને પછતા નથી. એમાં ઉપેક્ષા કરે છે. એટલે તેઓ તમામે તમામ કાર્યોમાં ગરને પુછનારા નથી બનતા. અને
સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૦ ૨૧૩