________________
EEEE
ઉપસંપદ સામાચારી
(निर्दलितम् ← इति गाथार्थः ।
આ જે વાત કરી કે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે આપેક્ષિક ગૌણત્વ-મુખ્યત્વ છે. એના દ્વારા બીજો એક ફાયદો એ થયો કે નિશ્ચયનયમાત્રને અવલંબન કરનારાએ જે એક દૂષણ આપેલું (જે હવે કહેશું) તેનું પણ ખંડન થઈ ગયું.
આ જ વાત કરે છે કે
ગાથાર્થ : ઉભયમતનો સ્વીકાર કર્યો હોવાથી આ દૂષણ નિર્દલિત=ખતમ કરાયેલું થાય છે કે “જો નાનો સાધુ પણ જ્ઞાનગુણને લીધે વંદનયોગ્ય બનતો હોય તો ક્ષાયિકસમ્યક્ત્વ નામના (ચારિત્રભિન્ન) ગુણ વડે ગૃહસ્થ પણ સાધુઓને માટે વંદનીય બનશે.
યશો. - ઘુળ ત્તિ । તેન=૩મયમતાફ઼ીાોળ કૃતિ=તતિ નિયંત્રિત=નિાવૃતમ્। इतीति किम् ? लघुकोऽपि वयः पर्यायाभ्यां हीनोऽपि यदि ज्ञानगुणेन वन्दनार्ह:वन्दनयोग्यो वयः पर्यायाभ्यां ज्येष्ठस्यापीति गम्यम्, यदा तदाक्षेपात्तदा नूनं निश्चितं गुणान्तरेण = स्वावृत्तिक्षायिकसम्यक्त्वा दिगुणेन गृहस्थोऽपि गृहिधर्मापि तथा वन्द्यो भवति । न हि ज्ञानाराधनमिव दर्शनाराधनमपि न मोक्षाङ्गमिति ॥९०॥
-
=
વન્દ્ર यदा तदाक्षेपात् = यत्र यत्सर्वनामप्रयोगोऽस्ति तत्रावश्यं तत्सर्वनामप्रयोगो भवत्येव । एवं यदा = यत्सर्वनामपदप्रयोगात् तदाक्षेपात्=अविद्यमानस्यापि तत्सर्वनामपदप्रयोगस्य स्वतः गम्यत्वात् । गाथायां 'यदि' इति यत्सर्वनामप्रयोगोऽस्ति । ततः टीकाकारेण गाथायामदृश्यमानोऽपि 'तदा' इति तत्सर्वनामप्रयोगः ‘यदि’ प्रयोगात् स्वयं गृहीत इति भावः । स्वावृत्ति इत्यादि । साधौ अवर्तमानो यः क्षायिकसम्यक्त्वादिगुणः, तेन । यथा हि ज्ञानाराधनार्थं पर्यायलघुरपि ज्ञानगुणाधिको वन्दनीयो भवेत्, तर्हि सम्यग्दर्शनाराधनार्थं श्रावकोऽपि क्षायिकसम्यक्त्वी क्षायोपशमिकसम्यक्त्विना वन्दनीयो भवेदेवेति । ततश्च गृहस्थाः साधवो वा ये येभ्यः सकाशाद् गुणाधिकाः, ते तेषां वन्दनीया एवेति निश्चयनयमात्रावलम्बिनो अभिप्रायः ||१०|| -
ટીકાર્થ : આપણે આગળ નિશ્ચયનયને પ્રધાન બનાવીને વાત કરેલી કે “વંદક જે ગુણની આરાધના કરવા ઈચ્છતો હોય એ ગુણથી અધિક જે હોય તે એને માટે વંદનીય બને. અને એટલે વ્યાખ્યાનકાળે જ્ઞાનગુણની આરાધના કરવા ઈચ્છતા મોટાઓ જ્ઞાનગુણથી અધિક નાનાને પણ વંદન કરે.
""
આપણે તો બે ય નયને માનીએ છીએ. આ સ્થળે નિશ્ચયનયને આપણે મુખ્ય બનાવ્યો છે. પણ જે માત્ર નિશ્ચયનયને જ માને છે એ તો આ નિયમ પકડીને કહે છે કે “ઉંમર અને પર્યાયથી હીન એવો પણ સાધુ ઉંમર અને પર્યાયથી મોટાઓને પણ જો જ્ઞાનગુણને લીધે વંદનીય બનતો હોય તો પછી હવે તો એ પણ નિશ્ચિત થાય છે કે સાધુમાં ન રહેલા ક્ષાયિક સમ્યક્ત્વાદિ ગુણ વડે ગૃહસ્થ પણ વંદનીય બને. જેમ જ્ઞાનની આરાધના મોક્ષનું અંગ છે. તેમ દર્શનની આરાધના પણ મોક્ષનું અંગ જ છે. “અંગ નથી” એમ તો ન જ કહેવાય. એ પણ જ્ઞાનારાધનાની જેમ મોક્ષનું અંગ છે.” (દૂષણનું નિરૂપણ પૂર્ણ)
૯૦
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૪