________________
ઉપસંપદ સામાચારી
વ્યવહારની વિરાધના થાય તો પણ શું વાંધો ? એમાં કોઈ જ નુકશાન નથી.
ગુરુ : નિશ્ચયનય તો અમુકસ્થાને વ્યવહા૨ ક૨તા બળવાન્ છે જ. પણ એ જ રીતે વ્યવહાર પણ અમુકસ્થાને નિશ્ચય કરતા બળવાન છે. કેમકે નિશ્ચયના સ્થાનમાં ભલે નિશ્ચય વડે વ્યવહારનું ખંડન થાય. પણ વ્યવહારના સ્થાને વ્યવહારનું નિશ્ચય વડે ખંડન થઈ શકતું નથી.
(શિષ્ય : વ્યવહા૨ના સ્થાને વ્યવહાર ભલે નિશ્ચયથી અપ્રતિક્ષેપ્ય હોય પરંતુ નિશ્ચયના સ્થાને તો એ પ્રતિક્ષેપ્ય બને જ છે ને ? તો પછી વ્યવહાર નબળો ન ગણાય ?)
ગુરુ : વ્યવહારના અસ્થાનમાં વ્યવહાર નિશ્ચયથી પ્રતિક્ષેપ્ય બને છે એટલે જો વ્યવહાર નબળો ગણવાનો હોય. તો તો નિશ્ચયના અસ્થાનમાં નિશ્ચય પણ વ્યવહારથી પ્રતિપ્રેક્ષ્ય બને જ છે એ રીતે તો પછી નિશ્ચય પણ નબળો જ માનવો પડે.
यशो. न च नास्त्यमूद्दशं व्यवहारस्थानं यन्निश्चयस्याऽस्थानमिति वाच्यम्, वन्द्ये दोषाऽप्रतिसन्धानगुणप्रतिसन्धानदशायां व्यवहारावकाशेऽपि निश्चयानवकाशात् ।
चन्द्र. - ननु "स्वस्थाने व्यवहारो बलीयान् " इति यदुक्तम् । तत्र किं एतादृशं स्थानं अस्ति, यत् केवलं व्यवहारस्यैव स्थानं भवेत्, न तु निश्चयस्य ? अहं तु मन्ये नास्त्यमूदृशं व्यवहारस्थानं । अत आह वन्द्ये= वन्दनीये दोषाप्रतिसन्धान गुणप्रतिसन्धानदशायां = " अस्मिन् अवन्दनीयताप्रयोजका दोषाः सन्ति" इति दोषाणां प्रतिसन्धानं यत्र नास्ति । किन्तु अस्मिन् वन्दनीयताप्रयोजकाः गुणाः सन्तीति गुणानां प्रतिसन्धानं यत्रास्ति । तत्र व्यवहारावकाशेऽपि = व्यवहारेण तत्र वन्दने क्रियमाणेऽपि निश्चयानवकाशात्= तत्रावन्दनीयताप्रयोजकदोषसद्भावेन निश्चयेन तत्र वन्दनं अयुक्तमेव । तथा च तत्र व्यवहारस्य स्वस्थानं, निश्चयस्य परस्थानमिति व्यवहारोऽपि तादृशे स्थाने बलवान् भवत्येव ।
इदमत्र तात्पर्यम् । आलयादिशुद्धिविशिष्टः पर्यायज्येष्ठः व्यवहारेण वन्दनीयः । निश्चयनयेन तु गुणविशेषाधिक एव वन्दनीयः । तत्र यो यः गुणविशेषाधिको भवति, सः सः तादृशपर्यायज्येष्ठो भवति वा नेत एवं कुत्रचिन्निश्चयसत्त्वेऽपि व्यवहाराभावात् तत्स्थानं निश्चयस्य स्वस्थानं भवति । यथाऽनुभाषकलघोः वन्दनीयत्वम् । किन्तु य आलयादिविशुद्धिविशिष्टः पर्यायज्येष्ठः भवति, स तु अवश्यं गुणविशेषाधिको भवति । ततश्च तत्स्थानं यथा व्यवहारस्य तथैव निश्चयस्यापि । एवं च निश्चयरहितं व्यवहारस्थानं यद्यपि न भवेत् ।
किन्तु निर्गुणोऽपि यः साधुः कपटादिना आलयविहारादिविशुद्धिमान् भवति । पर्यायज्येष्ठश्च भवति । स श्रावकादिना वन्दनीय एव, यावत्तस्य दोषा न ज्ञायेरन् । एवं च तावत्कालं तत्स्थानं व्यवहारस्य गण्यते, किन्तु स गुणविशेषाधिको नास्तीति तत्स्थानं निश्चयस्य न गण्यते । एवं च तत्र व्यवहारो बलवान् सिद्ध्यतीति ।
શિષ્ય : એમ બોલી દેવા માત્રથી એવું સાબિત નથી થઈ જતું કે “નિશ્ચયનું પણ અસ્થાન છે.” ચારિત્રરહિત, જ્ઞાનગુણાધિક આત્મા પાસેથી જ્ઞાન લેવું હોય તો એ વ્યવહારનું અસ્થાન અને નિશ્ચયનું સ્થાન મળે છે. પણ તમે એવું કોઈક સ્થાન બતાવો તો ખરાં કે જે નિશ્ચયનું સ્થાન ન હોય અને માત્ર વ્યવહારનું સ્થાન હોય. અમારી દૃષ્ટિએ તો આવું કોઈ જ સ્થાન નથી.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૭