________________
નિમંત્રણા સામાચારી
चन्द्र.
समाधानमाह सत्यम् इत्यादि । यद्यपि "तत्र निमन्त्रणा न कृता" इति भवदुक्तं सत्यं, तथापि गुरु पृच्छेत्यादि = गुरुपृच्छाजनितो यो निमन्त्रणावैयावृत्यकरणादिविषयकः भावोत्कर्ष:, तेन प्रयुक्तो यो उत्कर्षः = अतिशयः, तत्शालिनी = तद्युक्ता या भावनिमन्त्रणा, तस्याः योगादेव तत्र = द्रव्यनिमन्त्रणाऽभावस्थले फलसिद्धेः = निमन्त्रणासामाचारीजन्यनिर्जरासिद्धेः ।
-
इयमत्र भावना → गुरुणा यदा वैयावृत्याद्यनुज्ञा न दीयते, तदा स परिणतिमान् मुनिः चिन्तयति यदुत “यद्यपि गुरुभिः निषेधः कृतः, तथापि यदि गुरुः मां अनुज्ञां अदास्यत् तर्हि मम महान् लाभोऽभविष्यत् । महात्मनां वैयावृत्यं तु देवानामपि दुर्लभं । अत्र च गुरुणा निषेधः कृतः, तथापि मम तु गुर्वाज्ञापालनात् लाभ एव" इत्यादि । एवं च गुरुपृच्छाजन्येन तादृशभावोत्कर्षेण तस्य निमन्त्रणायाः भावोऽपि उत्कृष्टो भवति । ततश्च यद्यपि गुरुपरतन्त्रः स निमन्त्रणां नैव करोति । तथापि तस्य भावनिमन्त्रणा तु उत्कृष्टा भवत्येवेति तज्जन्यो लाभोऽपि भवत्येवेति ।
ननु यस्य मनसि तादृशः शुभो भावो न भवति, तस्य तु तत्र फलं कथं स्यात् ? इत्यत आह द्रव्यनिमन्त्रणायां = यस्य मनसि भावनिमन्त्रणारूप: शुभभावो नास्ति । केवलं लज्जया, बलात्कारेण वा द्रव्यनिमन्त्रणाकरणार्थं उद्यतः स गुरुं प्रति आपृच्छां करोति, तत्काले पृच्छामात्रादेवोपरमे = गुरुपृच्छानन्तरं गुरुणा निषेधे कृते सति स्वयमेव द्रव्यनिमन्त्रणाकरणादपि उपरमत एवेति भावसंकोच एव = विद्यमानस्याल्पस्यापि भावस्य सङ्कोच एवेति ॥६८॥
महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे निमन्त्रणासामाचारीटीकायाः विषमपदव्याख्या रहस्यप्रकटनं च संपूर्णे ।
ગુરુ : “મારે સાધુઓ પ્રત્યે નિમંત્રણા કરીને વૈયાવચ્ચ કરવી છે” આવા શુભભાવથી શિષ્ય ગુરુની રજા લેવા જાય છે. એટલે એ વખતે એના મનમાં ભાવનિમંત્રણા તો ચાલુ જ છે. હવે જ્યારે ગુરુને પૂછે ત્યારે એને ગુરુપૃચ્છા દ્વારા ભાવોત્કર્ષની=ઉત્કૃષ્ટભાવની પ્રાપ્તિ થાય. આ ભાવોત્કર્ષને લીધે એના હ્રદયમાં રહેલી ભાવનિમંત્રણા પણ ઉત્કર્ષવાળી બને અને ગુરુપૃચ્છાજન્ય ભાવોત્કર્ષ દ્વારા ઉત્કર્ષવાળી બનેલી એવી ભાવનિમંત્રણા દ્વારા જ આ સાધુને ફળની સિદ્ધિ થાય છે. એટલે ‘નિમંત્રણા કર્યા વિના માત્ર ગુરુપૃચ્છાથી શી રીતે ફળ મળે ?” એવી શંકા ન કરવી, કેમકે એની પાસે ભાવનિમંત્રણા તો છે જ.
હા ! જેને અંદરખાને સાધુઓની વૈયાવચ્ચાદિ કરવાના કોઈ વિશેષભાવ નથી. છતાં સામાન્યભાવથી, ઔચિત્યાદિ કારણસર એ સાધુ નિમંત્રણા કરવા ઈચ્છતો હોય તો આ દ્રવ્યનિમંત્રણાનું સ્થાન કહેવાય. આવા સ્થાને તો એવું જ બને કે એ શિષ્ય ગુરુને પૂછે અને ગુરુ જો ના પાડી દે તો પેલાને તો રાજીપો જ થાય. એટલે કે જે કંઈ થોડો ઘણો ભાવ હતો એ પણ સંકોચાઈ જાય. આમ દ્રવ્યનિમંત્રણા સ્થળે તો ગુરુને પૃચ્છામાત્રથી જ ગુરુની “ના”ને લીધે સાધુ અટકી જશે અને એના ભાવનો સંકોચ થશે.
નિમંત્રણાસામાચારીનું ગુજરાતી વિવેચન સંપૂર્ણ.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૮૦