________________
ઉપસંપદ સામાચારી
શિષ્ય : આખું ય શાસ્ત્ર મંગલ જ છે ને ? એ મંગલમાં વળી બીજા મંગલ વડે શું કામ છે ? ગુરુ : આનો ઉત્તર આ ગાથામાં આપે છે.
ગાથાર્થ : જો કે સર્વ=સંપૂર્ણ શાસ્ત્ર મંગલ છે. તો પણ સામાન્ય છે. શાસ્ત્રરૂપ મંગલને વિશે વિઘ્નોનો ક્ષય મંગલની બુદ્ધિથી થાય છે. અને માટે આ કાયોત્સર્ગ છે.
यशो - जइ विहुत्ति । यद्यपि हुः निश्चये सर्वं निरवशेषं शास्त्रं मङ्गलभूतं, एवंभूतनयेन मङ्गलपदव्युत्पत्त्याक्रान्तस्यैव मङ्गलत्वात्, आदिमध्यान्तभिन्नान्तरालानामपि
तथात्वव्यवस्थापनाच्च,
चन्द्र. - स्वीकारपूर्वकं समाधानमाह यद्यपीत्यादि । ननु निरवशेषं शास्त्रं कथं मङ्गलभूतं ? इत्यत आह एवंभूत नयेन=शब्दव्युत्पत्त्यर्थग्राहिणा नयेन मङ्गलपदव्युत्पत्याक्रान्तस्यैव = "मां गालयति संसारात्, मङ्ग लाति” इत्यादिरूपा या मङ्गलपदस्य व्युत्पत्तिः, तेन युक्तस्यैव मङ्गलत्वात् = तथा च संपूर्णस्यापि शास्त्रस्य कल्याणकारित्वात् पापक्षयकारित्वाच्च मङ्गलत्वमस्त्येव । न केवलं एवंभूतनयेन किन्तु आदिमध्येत्यादि । आदिमङ्गलं, मध्यमङ्गलं अन्तिममङ्गलं च । एतैः त्रिभिः मङ्गलैः भिन्नानि यानि अपान्तरालानि तेषामपि तथात्वव्यवस्थापनाच्च - मङ्गलत्वस्य प्रसिद्धत्वाच्च । एवं च अनेन प्रकारेणापि संपूर्णस्यापि शास्त्रस्य मङ्गलत्वं यद्यप्यस्ति एव ।
ટીકાર્થ : જો કે એ વાત તો નિશ્ચિત છે કે સંપૂર્ણ શાસ્ત્ર મંગલ છે.
(શિષ્ય : ઉભા રહો. આખું શાસ્ત્ર મંગલ છે એ તમે શી રીતે કહી શકો ? લોકમાં તો પૂર્ણ કળશ, સ્વસ્તિક વગેરેને જ મંગલ કહ્યા છે. શાસ્ત્રને મંગલ કહ્યું નથી.)
ગુરુ : એવંભૂતનય માને છે કે શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જે વસ્તુમાં ઘટે. એ વસ્તુ એ શબ્દથી ઓળખી શકાય. એટલે મંગલપદના વ્યુત્પત્તિ અર્થથી યુક્ત પ્રત્યેક વસ્તુ મંગલ બની જાય. શાસ્ત્ર પણ મડું જ્ઞાતિ... વગેરે વ્યુત્પત્તિ અર્થોથી યુક્ત હોવાથી એ મંગલ કહેવાય.
વળી એવંભૂતનયને બાજુ પર રાખીએ તો ય શાસ્ત્રની શરૂઆતમાં મધ્યમાં અને અંતમાં એમ ત્રણ જગ્યાએ મંગલસ્વરૂપ શ્લોકો હોય છે. અને એ તો મંગલ તરીકે માન્ય જ છે. એમાં એવંભૂતનય લગાડવાની જરૂર નથી. આ ત્રણ શ્લોકો રૂપી મંગલોની વચ્ચે જે બે અંતરાલ=ભાગ આવે. તે પણ મંગલ તરીકે સિદ્ધ ક૨વામાં આવ્યા જ છે. (એ શી રીતે મંગલ તરીકે વ્યવસ્થાપિત થયા છે ? એ અહીં નથી બતાવ્યું.) એટલે એ દૃષ્ટિએ પણ આખું શાસ્ત્ર મંગલરૂપ છે એ હકીકત છે.
યશો.
तथाऽपि सामान्यं=अन्तरायक्षयसामान्यं प्रत्येव हेतुस्तत् । एतस्मिस्तु - शास्त्रे तु विघ्नक्षयः = अंतरायविनाशः मङ्गलबुद्धया = श्रेयोधिया इति हेतोः एषः = कायोत्सर्गः कर्त्तव्य इति शेषः ।
चन्द्र. - तथापि अन्तरायक्षयसामान्यं प्रत्येव हेतुः तत् = संपूर्णमपि शास्त्रं । शास्त्रे तु इत्यादि । मङ्गलं મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૧૦