________________
BEEEE ઉપસંપદ સામાચારી
એ ઉપસંપદ સામાચારી કહેવાય.
અહીં ‘કાર્ય માટે નિશ્રાવચનની વાત છે' એટલે કાર્ય વિના માત્ર રાગાદિને લીધે સાધુ બીજાની નિશ્રા સ્વીકારે તો એમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે, કેમકે એ નિશ્રા કાર્ય માટે નથી લીધી.
એમ “કાર્ય માટે પણ નિશ્રાસ્વીકા૨નું વચન તો બોલવું જ પડે.” એટલે જ્ઞાનાદિ કાર્ય માટે પણ કોઈ સાધુ નિશ્રા સ્વીકારનું વચન બોલ્યા વિના જ જ્ઞાનાદિ સ્વીકારે તો અહીં આ લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે.
યશો. सा=उपसंपत् पुनः त्रिविधा = त्रिप्रकारा भणिता = प्रतिपादिता । ज्ञाने ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञानं शास्त्रसामान्यं । कर्मयोगवचनस्य प्रायिकतयाऽत्र निमित्तसप्तम्या अपि साधुत्वात् तन्निमित्तम्, द्दश्यतेऽनेनेति दर्शनं दर्शनप्रभावकं सम्मत्यादि, चारित्रं च क्रियाकलापस्ततः समाहारद्वन्द्वादेकवचनं तस्मिंश्च तन्निमित्तं चेत्यर्थः ।
-
વન્દ્ર ननु "ज्ञाने दर्शनचारित्रे च त्रिविधा उपसंपद्" इति वाक्यं न घटते । ज्ञानादिनिमितं हि उपसंपत्स्वीक्रियते । ततश्चात्र "ज्ञानार्थं, ज्ञानमाश्रित्य " इत्यादिप्रकारेण द्वितीया विभक्तिरेव करणीया । यतः " निमित्तार्थे कर्मयोगः = द्वितीया विभक्तिः भवति" इति वचनं प्रसिद्धात्यत आह कर्मयोगवचनस्य प्रायिकतया = निमित्तार्थे कर्मयोगः भवतीति । यद् वचनं तत्प्रायिकमेव । न तु ऐकान्तिकम् । ततश्च अत्र या સપ્તમી ઋતા । સા નિમિત્તાથૈ તા । યથા ‘‘ચર્મળિ હસ્તિનું હૅન્તિ’ રૂતિ અત્ર ~ ‘ધર્મનિમિત્તે હસ્તિનું હન્તિ' ત્યર્થી મતિ । તથૈવ અત્રાપિ ‘જ્ઞાને ૩૫સંપર્” ત્યસ્ય “જ્ઞાનનિમિત્તે ૩૫સંપર્′′ રૂત્યર્થો મતિ । વં ચ निमित्तसप्तम्या अपि साधुत्वात् = योग्यत्वात् न कश्चिद् दोषः ।
આ ઉપસંપદ ત્રણ પ્રકારે છે.
“જેના વડે પદાર્થો જણાય એ જ્ઞાન” આ વ્યુત્પત્તિ પ્રમાણે શાસ્ત્રો એ જ્ઞાન તરીકે આવે. સામાન્યથી કોઈપણ શાસ્ત્ર ભણવા માટે બીજાની નિશ્રા સ્વીકારાય તો એ વખતે નિશ્રા સ્વીકારવચન એ જ્ઞાનોપસંપદ બને.
અહીં અર્થ આ પ્રમાણે કરવો છે કે, “જ્ઞાનું આશ્રિત્ય ૩૫સંપર્ જ્ઞાનોસંપ” પરંતુ ગાથામાં “જ્ઞાને” એમ સપ્તમી વિભક્તિ વાપરી છે. આ સપ્તમી વિભક્તિ એ નિમિત્તે સપ્તમી છે. ‘નિમિત્તના અર્થમાં બીજી વિભક્તિ લાગે' એ વાત સાચી છે. પણ એ પ્રાયિક વાત છે. જ્યારે કર્મ એ ક્રિયાના નિમિત્ત તરીકે હોય ત્યારે એને બીજાને બદલે સપ્તમી પણ લાગે. દા.ત. “વખિ દ્વિનિ દન્તિ' ચર્મને માટે=ચર્મના નિમિત્તે હાથીને હણે છે. અહીં નિમિત્ત સપ્તમી છે. એટલે કર્મને બીજી જ લાગે એ વાત પ્રાયિક હોવાથી અહીં જે નિમિત્ત-સપ્તમી કરી છે એ પણ યોગ્ય જ હોવાથી અર્થ આ પ્રમાણે થશે કે “જ્ઞાને=જ્ઞાનનિમિત્તે=જ્ઞાનને માટે.”
જેના વડે દેખાય તે દર્શન. અહીં જૈનદર્શનની પ્રભાવના કરનારા સન્મતિતર્કાદિ ગ્રન્થો દર્શન શબ્દથી લેવાના છે.
ચારિત્ર એટલે ચારિત્રક્રિયાઓનો સમૂહ.
આ દર્શન-ચારિત્ર પદનો સમાહારદ્વન્દ્વ સમાસ કરેલો હોવાથી ગાથામાં એકવચનનો પ્રયોગ કરેલ છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૮૯