________________
II પ્રતિપૃચ્છા સામાચારી
દા.ત. ખુંધવાળાપણું એ ઉંટનું લક્ષણ બનાવીએ અને સાસ્નાવત્વ એ ગાયનું લક્ષણ બનાવીએ. તો સાસ્નાવત્વ તો માત્ર ગાયમાં જ છે. પરંતુ ખુંધવાળાપણું એ ઉંટમાં છે, તેમ ગાયમાં પણ છે જ. એટલે ગાયના લક્ષણનો વિષય જે ગોપદાર્થ છે. એ જ ગોપદાર્થ ઉંટના લક્ષણનો વિષય પણ બને છે. એટલે આ બે લક્ષણોના વિષયનું સાંકર્ય થયું કહેવાય. કોઈપણ બે લક્ષણો એક જ વસ્તુમાં જાય. તો એ વિષયનું સાંકર્ય થયું કહેવાય. અને જ્યાં આવું થાય ત્યાં એ લક્ષણ સાચું ન કહેવાય. પ્રસ્તુતમાં ખુંધવાળાપણું એ ઉંટનું લક્ષણ સાચું ન કહેવાય. એ અપસિદ્ધાન્તને માટે થાય. અર્થાત્ એ લક્ષણ સિદ્ધાન્તવિરોધી બને.
ગુરુ : જ્યાં વિષયનું સાંકર્ય થાય, ત્યાં એ લક્ષણ સિદ્ધાન્તવિરોધી જ બને એ તમારી વાત તદ્દન ખોટી છે. પહેલા તો તને લૌકિક દૃષ્ટાન્ત આપું કે જેમાં વિષયનું સાંકર્ય હોવા છતાં એ બે ય લક્ષણો લોકમાં લક્ષણ તરીકે માન્ય જ છે. દા.ત. સામાન્યથી એમ કહેવાય છે કે “જે ચાર પગવાળો હોય તે પશુ.” અર્થાત્ ચારપગવાળાપણું એ પશુનું લક્ષણ છે. હવે આ લક્ષણ તો ગાયમાં જાય જ છે. અને એમાં ગાયનું સાસ્નાવત્વ લક્ષણ પણ ઘટે છે. આ રીતે આ બે લક્ષણોનું વિષયસાંકર્ય થયું કહેવાય. પણ આમ થવા છતાં પણ આ બે ય લક્ષણો લોકમાં માન્ય જ છે.
હવે જૈનસિદ્ધાન્તની વાત કરીએ તો શાસ્ત્રમાં આ પ્રમાણે પાઠ છે કે ‘હે પ્રભો ! જીવ એ નારકી જ હોય? કે નારકી ન હોય ? હે ગૌતમ ! જે જીવ હોય તે ક્યારેક નારકી હોય, ક્યારેક નારકી ન હોય. જ્યારે જે નારકી હોય તે અવશ્ય જીવ હોય જ.'
આનો અર્થ એ છે કે જે જે નારકી હોય તે તે જીવ હોય પણ જે જે જીવ હોય તે તે નારકી હોય જ એવો નિયમ નથી. આને એકપદવ્યભિચાર કહેવાય. પહેલી વાતમાં વ્યભિચાર નથી. બીજી વાતમાં વ્યભિચાર છે. “જે જીવ તે નારકી” એવું બોલી શકાતું નથી.
જેમ આ વાત સિદ્ધાન્તને માન્ય છે એ જ પ્રમાણે “જે જે પ્રતિપૃચ્છા હોય તે તે આપૃચ્છા હોય પણ જે જે આપૃચ્છા હોય તે તે પ્રતિપૃચ્છા હોય જ એવો નિયમ નથી” આમ અહીં એક પદ વ્યભિચારીલક્ષણ છે. અને એ ઉપ૨ મુજબ માન્ય જ છે.
સાર એ છે કે જ્યાં ઉભયપદ વ્યભિચાર હોય ત્યાં વિષયનું સાંકર્ય એ લક્ષણઘાતક બને. દા.ત. “જે જે ઊંટ હોય તે તે ગાય હોય” એ પણ ખોટું છે અને “જે જે ગાય હોય તે તે ઉંટ હોય” તે પણ ખોટું છે. આવા સ્થાને ઉંટનું ખુંધવાળાપણું લક્ષણ વિષયસાંકર્યને લીધે ખોટું પડે.
પણ જ્યાં એકપદવ્યભિચાર હોય ત્યાં વિષયસાંકર્ય હોય તો પણ બે ય લક્ષણો સાચા પડી શકે છે.
यशो - 'अनयोरप्येवं सामान्यविशेषभाव एव प्राप्तः, तथा चानयोर्भेदप्रतिपादनं किंप्रयोजनम् ?' इत्यत आह-कार्यभेदवशात् विधिशिक्षादिकार्यान्तरज्ञानादिप्रयोजनभेदेन खल्वनयोर्भेदेनोपन्यास इति न किञ्चिदनुपपन्नम् ।
चन्द्र. - ननु यद्येवं तर्हि यथा नैरयिकजीवयोः भेदो न गण्यते । किन्तु नैरयिकः विशेषपदार्थः, जीवस्तु सामान्यपदार्थः । एवमत्रापि आपृच्छा सामान्यरूपा, प्रतिपृच्छा तु विशेषरूपा इत्येव वक्तुं युक्तम् । न तु अनयोः भेद इत्याह अनयोरप्येवं यथा जीवनैरयिकयोः, तथैव आपृच्छाप्रतिपृच्छयोः । किंप्रयोजनम् = किमस्ति
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૨