________________
છંદના સામાચારી તો કર્મનિર્જરા રૂપી ફળ છંદકના આત્મામાં છે અને તમે માનેલ દાનરૂપી કારણ તો છન્દ્વના હાથમાં કે છંદકના શરીરમાં છે. છંદકના આત્મામાં નથી. એટલે શુભભાવવિશિષ્ટ દાનનો ફલદેશમાં રહેલો કોઈ સંબંધ ન હોવાથી એને નિર્જરાદિફળ પ્રત્યે કારણ ન મનાય.
યશો. न चाऽसंबद्धस्य कार्यजनकत्वं नाम, अतिप्रसङ्गात्, तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षाद्रव्यालोकादाववसेयम् । ततः = आज्ञाशुद्धभावस्यैव विपुलनिर्जराहेतुत्वात् अशनस्य=भक्तस्योपलक्षणात् पानादेरग्रहणेऽपि = अस्वीकारेऽपि छन्द्येनेति शेषः, छन्दकस्य = पूर्वगृहीताशनादिनिमन्त्रणाकृतः फलसिद्धिः - निर्जराविशेषसंपत्तिर्भवति ।
-
વવું. ननु कार्याधिकरणेऽसंबद्धं कारणं कथं न कार्यं उत्पादयतीत्यत आह अतिप्रसङ्गात्= पवर्तीयवह्नेः सकाशाद् उपाश्रयादौ धूमोत्पत्तिप्रसङ्गात् । अत्र बहु वक्तव्यम् । ततश्च तत्त्वम् = रहस्यं अत्रत्यं = प्रकृतपदार्थसंबंधि ।
શિષ્ય : ફલદેશમાં જે કારણ અસંબદ્ધ હોય એ કાર્યજનક ન જ બની શકે ? એવું શા માટે ?
ગુરુ ઃ ફલદેશમાં સંબંધ વિનાનું કારણ ફલોત્પાદક ન જ બની શકે, કેમકે એને પણ જો ફલોત્પાદક માનીએ તો હિમાલયમાં ધૂમની ઉત્પત્તિ રસોડામાં રહેલા અગ્નિથી થવાની આપત્તિ આવે. ડામરના રસ્તા ઉપર અનાજનું ઉત્પાદન ખેતરમાં વાવેલા ધાન્યથી થવાની આપત્તિ આવે. પરંતુ ઉ૫૨નો નિયમ માનીએ એટલે કોઈ મુશ્કેલી ન નડે. અગ્નિનો હિમાલયમાં સંબંધ નથી માટે ત્યાં ધૂમ ન થાય. વાવેલા ધાન્યનો ડામરના રસ્તા સાથે સંબંધ નથી માટે ત્યાં અનાજ ન ઉગે.
આ અંગેનું તત્ત્વ=૨હસ્ય અમારા વડે બનાવાયેલા અધ્યાત્મમત્તપરીક્ષા, દ્રવ્યાલોક વગેરે ગ્રન્થમાં છે. એ ત્યાંથી જાણી લેવું.
મુળ વાત પર આવીએ.
આજ્ઞાશુદ્ધ એવો ભાવ જ પુષ્કળનિર્જરાનું કારણ છે માટે છન્દ એવા બાલાદિ અશન અને (ઉપલક્ષણથી) પાન વગેરેનું ગ્રહણ ન કરે તો પણ પૂર્વગૃહીત અશનાદિનું નિયંત્રણ કરનારા છંદકને તો નિર્જરા વિશેષની પ્રાપ્તિ થાય જ છે.
યશો. अत एव 'ग्रहणाग्रहणे निर्जरां बन्धं प्रति च हेतू भवत' इत्यनियम एव, भावविशेषस्यैव नियामकत्वात् । तदिदमाह - ( पंचा० १२ / ३७ )
गहणे व णिज्जरा खलु अग्गहणे वि य दुहावि बंधो अ । भावो एत्थ णिमित्तं आणासुद्धो असुद्धो अ ॥ इति ॥५७॥
ચન્દ્ર. अत एव = यतः प्रकृते भाव एव निर्जराकारणं सिद्ध:, तत एव ग्रहणाग्रहणे इत्यादि ग्रहणं निर्जरां प्रति, अग्रहणं च बन्धं प्रति हेतुः इति अनियम एव । कथमनियम इत्यत आह भावविशेषस्यैव =
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૫૫