________________
BEEE
નિમંત્રણા સામાચારી
यशो. - अथाऽविच्छिन्नमोक्षेच्छस्य तदुपायेच्छाऽविच्छेदे द्दष्टान्तमाहछुहिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खीणं छिज्जइ इच्छा ण कज्जंमि ॥ ६५ ॥
चन्द्र. - अविच्छिन्नमोक्षेच्छस्य = यस्य सततं मोक्षेच्छा भवति, तस्य तदुपायेच्छाऽविच्छेदे=सततं मोक्षोपायानां वैयावृत्यादीनां इच्छा भवत्येवेत्यत्र दृष्टान्तमाह ।
→ यथा क्षुधितस्य क्षणमपि भोजने इच्छा नैव विच्छिद्यते । एवं मोक्षार्थिनां कार्ये इच्छा न छिद्यते ← इति गाथार्थः ।
“જેની મોક્ષની ઈચ્છા વિચ્છેદ ન પામેલી હોય એને મોક્ષના ઉપાયોની ઈચ્છાનો પણ વિચ્છેદ ન થાય.” આ વાત સિદ્ધ કરવા માટે દૃષ્ટાન્ત આપે છે.
ગાથાર્થ : ભુખ્યા થયેલાને જેમ ક્ષણવાર પણ ભોજનને વિશે ઈચ્છા વિચ્છેદ ન પામે. એમ મોક્ષાર્થીને વૈયાવચ્છાદિ કાર્યોમાં ઈચ્છા વિચ્છેદ ન પામે.
यशो. - छुहिअस्सति । क्षुधितस्य - उदितक्षुद्वेदनीयस्य यथा क्षणमपि भोजने इच्छा न विच्छिद्यते तथा मोक्षार्थिनां = परमपदाभिलाषुकाणां कार्ये तदुपाये इच्छा न विच्छिद्यते, फलस्याऽसिद्धत्वादिति भावः ।
चन्द्र. - फलस्यासिद्धत्वात् = मोक्षस्याद्यापि अप्राप्तत्वात् मोक्षेच्छो: मोक्षोपाये इच्छा भवेदेवेति ।
ટીકાર્થ : જેને ક્ષુધાવેદનીયનો ઉદય થયો છે એને જેમ ક્ષણવાર પણ ભોજનને વિશે ઈચ્છા નાશ પામતી નથી. તેમ પરમપદની અભિલાષાવાળાઓને મોક્ષના ઉપાયોને વિશે ઈચ્છા વિચ્છેદ પામતી નથી, કેમકે મોક્ષરૂપી ફળની સિદ્ધિ થઈ નથી.
यशो. - अथ यथा घटेच्छा यत्किञ्चिद्घटसिद्धत्वेनैव विधूयते, एवं मोक्षोपायेच्छाऽपि यत्किञ्चिदुपायसिद्धतयैव निरस्यतामिति चेत् ?
चन्द्र. - कश्चित्शङ्कते अथ यथा घटेच्छा इत्यादि । यत्किञ्चिद्घटसिद्धत्वेनैव न तु सर्वेषामपि घटानां सिद्धौ इति एवशब्दार्थः विधूयते = दूरीभवति । यत्किञ्चिदुपायसिद्धतयैव = स्वाध्यायादिरूपस्य एकस्यापि उपायस्य सिद्धौ सत्यामेव, न तु वैयावृत्यादीनामपि तत्र सिद्धिरावश्यकीति भावः । तथा च स्वाध्यायी साधुः वैयावृत्यादौ अभिलाषी नैव भवेत् । मोक्षोपायस्य स्वाध्यायात्मकस्यैकस्योपायस्य सिद्धत्वात् ।
શિષ્યઃ કોઈકને ઘટની ઈચ્છા હોય તો ગમે તે એક ઘટની સિદ્ધિ-પ્રાપ્તિ થાય એટલે ઘટેચ્છા દૂર થઈ જાય છે. એમ મોક્ષોપાયેચ્છાવૈયાવૃત્યાદિની ઈચ્છા ગમે તે એકાદ વૈયાવચ્ચાદિ ઉપાયની સિદ્ધિ થતાની સાથે જ ખતમ થઈ જવી જોઈએ. સ્વાધ્યાયીને તો મોક્ષોપાયભૂત સ્વાધ્યાયની સિદ્ધિ થઈ ગઈ હોવાથી એ શા માટે
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭૦૫