Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ
થાવસ્કથિક સામાયિક અથવા બેદપસ્થાપનીયચરિત્ર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વિશેષરૂપ સુહમસંપરચાદિ ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતા નથી, તેમ ઈવાર સામાયિક પણ વિશુદ્ધિ વિશેષરૂપ છેદેપસ્થાપનીયચરિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. જો દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તેજ ભંગ થાય છે. પરંતુ સામાયિક ચારિત્રની જ વિશેષ વિશુદ્ધિરૂપ છે પથાપનીય ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. કહ્યું છે કે – તેને છોડી દેતાં ચારિત્રને ભંગ થાય છે, પરંતુ જે ચારિત્ર પહેલાનાં ચારિત્રને વિશેષ શુદ્ધ કરે છે. નામમાત્રથી જ જુદું છે, તેનાથી ભંગ કેમ થાય? અર્થાત સૂમસ પરાયાદિ પ્રાપ્ત થતાં જેમ છે પસ્થાપનીયાદિને ભંગ થતો નથી તેમ છેદેપથાપનીય પ્રાપ્ત થતાં ઈસ્વર સામાયિક ચારિત્રને પણ ભંગ ન થાય તથા જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છે અને મહાત્રામાં સ્થાપન કરવાનું હોય તે છે પસ્થાપનીય ચારિત્ર. ગુરુ જ્યારે નાની દીક્ષા આપે છે ત્યારે માત્ર કરેમિ ભંતે ઉગ્રરાવે છે, ત્યારપછી ગહન કર્યા બાદ વડી દીક્ષા આપે છે, અને તે વખતે પાંચ મહાવ્રતે ઉચરાવે છે. જે દિવસે વડી દીક્ષા લે છે, તે દિવસથી દીક્ષાના વરસની શરૂઆત થાય છે, અને પૂર્વને દીક્ષા પર્યાય કપાઈ જાય છે. આ વડી દીક્ષા છે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે–૧ સાતિચાર, ૨ અને નિરતિચાર. તેમાં ઇવર સામાયિકવાળા નવદીક્ષિત શિષ્યને જે પાંચ મહાવતે આજે પણ થાય છે–જે વડી દીક્ષા અપાય છે તે, અથવા એક તીર્થકરના તીર્થમાથી અન્ય તીર્થકરના તીર્થમાં જતા જેમકે-પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાંથી વર્તમાન સ્વામિના તીર્થમાં જતા સાધુઓ ચાર મહાવ્રત છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મને રવીકાર કરે તે નિતિચાર દેપસ્થાપનીય ચારિત્ર, અને મૂળ ગુણને ઘાત કરનાર સાધુને ફરી જે તે ઉચરાવવાં તે સાતિવાર છે સ્થાપનીય શક્ઝિ. શાસ્ત્રમાં કહ્યું છે કે નવદીક્ષિત શિષ્યને અથવા એક તીર્થમાથી બીજા તીર્થમાં જતા સાધુઓને નિરતિચાર છે પાપનીય ચારિત્ર હોય છે, અને મૂળ ગુણને ઘાત કરનારને સાતિચાર છેદેપસ્થાપનીય ચારિત્ર હોય છે. અને સ્થિત કપમાં હોય છે જે તીર્થકરના તીર્થમાં ચાતુર્માસ અને પ્રતિક્રમણાદિ આચારે નિશ્ચિતરૂપે હોય છે જે પહેલા અને છેલા તીર્થકરના તીર્થને કલ્પ તે સ્થિતકલ્પ કહેવાય છે. તથા પરિહાર એટલે તષવિશેષ, તપાવેશેષવડે ચારિત્રને આવરનારા કર્મની શુદ્ધિ જે ચારિત્રમાં થાય તે પરિહારવિકૃદ્ધિચારિત્ર કહેવાય છે. તે બે ભેદ છે-૧ નિશિમાનક, ૨ અને નિર્વિકાયિક. વિવક્ષિત ચારિત્રને તપસ્યાદિ કરવાવડે સેવનારા જેઓ હેય તે નિવિમાનક કહેવાય છે, અને જે સુનિવરો તે ચારિત્રનું પાલન કરે છે તેઓના જે પરિચારકે હોય તેઓ વિવિBકાયિક કહેવાય છે. આ પરિહારવિશુદ્ધિચારિત્ર પાલક અને પરિચારક વિના ગ્રહણ કરી શકાતું નહિ હોવાથી ઉપરોક્ત નામે ઓળખાય છે. આ ચારિત્ર ગ્રહણ કરનારને નવ નવને સમૂહ હેય છે. તેમાંના ચાર તપસ્યાદિ કરવાવડે ચાસ્ત્રિનું પાલન કરનારા, ચાર પરિચારક-વેયાવરચ કરનારા, અને એક વાચનાચાર્ય થાય છે. જો કે આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા મુતાતિશયસંપન્ન હોય છે તે પણ તેઓને આચાર લેવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. હવે નિર્વિ શમાનકની તપસ્યાને ક્રમ અન્ય શાસ્ત્રની ગાથાઓ દ્વારા બતાવે છે, તે આ પ્રમાણે જ્ઞાની મહારાજે શીયાળે, ઉનાળે અને ચોમાસુ એ ત્રણે ઋતુમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ