Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત એટલે સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રને આવે એટલે જે લાભ તે સમાય, અને તેજ સાયિક છે. એટલે જેટલે અંશે આત્મામાં સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થતું જાય છે, તે સામાયિક ચારિત્ર સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ છે. . પ્રશ્ન-સામાન્ય રીતે સઘળાં ચારિત્રે સામાયિક છે, કારણ કે તે સઘળાં પાપ વ્યાપારના ત્યાગરૂપ છે તે પછી દેપસ્થાપનીયાદિ ભેદ શા માટે?
ઉત્તર કે સઘળાં ચારિત્રો સર્વથા પાપવાળા વ્યાપારના ત્યાગરૂપ હોવાથી સામાયિકરૂપજ છે, તે પણ પૂર્વ પર્યાયના છેદાદિરૂપ જે વિશેષ છે, તેને લઈને જ છેદે સ્થાપનીયાદિ. ચારિત્રે પહેલા સામાયિક ચારિત્રથી શબ્દ અને અથથી જુદા પડે છે. અને પહેલામાં પૂર્વ પર્યાયને છેદ વિગેરે કોઈપણ પ્રકારનો વિશેષ નહિ હેવાથી તે “સામાયિક એવા સામાન્ય શબ્દમાં જ રહે છે. એટલે કે પહેલા ચારિત્રનું સામાયિક એવું સામાન્ય નામ જ રહે છે. તે બે પ્રકારે છે- ૧ ઈતર, ૨ યાવસ્કથિક. તેમાં ભારત અને ઐરવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેઓને પાંચ મહાવ્રતાને ઉરચાર કરાવ્યા નથી તેવા નવદીક્ષિત શિષ્યનું અલ્પકાળ માટેનું જે ચારિત્ર તે ઈ વર, અને દીક્ષાના સવીકારકાળથી આરસી મરણ પર્યતનું જે ચારિત્ર તે થાકથિક તે ભરત અને એરવતક્ષેત્રના વચલા બાવીસ તીર્થકરના તીર્થમાં રહેલા સાધુઓનું, અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરેના તીર્થમાં રહેલા સાધુઓનું સમજવું. કારણ કે તેઓના ચારિત્રની ઉથાપના થતી નથી એટલે કે તેઓને વડી દીક્ષા આપવામાં આવતી નથી, શરૂઆતથીજ તેઓને ચાર મહાવતે ઉચચરાવવામાં આવે છે, અને થાવજીવ પર્યત નિરતિચાર પણ તેનું પાલન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- સામાન્યથી સઘળાં ચારિત્રે સામાયિકરૂપજ છે, પરંતુ છેદ આદિ વિશિષ્ટ ક્રિયાઓ વડે અર્થ અને નામથી જુદા પડે છે. અને કોઈપણ જાતની વિશેષતા વિનાનું પહેલું ચારિત્ર સામાયિક એવી સામાન્ય સંજ્ઞામાંજ રહે છે. ૧ સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ સામાયિક ચારિત્ર છે તે બે પ્રકારે છે-૧ ઈવર, ૨ યાવત્રુથિક. તેમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં માત્રાનું આરોપણ કર્યાં વિનાના નવદીક્ષિત શિષ્યને વડી દીક્ષા આપતાં પહેલાં અલ્પકાળ માટે જે આપવામાં આવે તે પહેલું ઈવર સામાયિક ચારિત્ર. અને વચલા બાવીસ તીર્થકર અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને દીક્ષાની શરૂઆતથી તે મરણ પર્યતનું જે ચારિત્ર આપવામાં આવે તે યાવકથિક સામાયિક ચારિત્ર છે.' ૨-૩
પ્રશ્ન-ચારિત્ર ગ્રહણ કરનારાએ ઇવર સામાયિક પણ હે ભગવન્! હું યાજછવપર્યત સામાયિક કરૂ છું એ પ્રમાણે જેટલું પિતાનુ આયુષ છે તેટલા કાળમાટે ગ્રહણ કર્યું છે, તે વડીલીક્ષા લેતા પૂર્વનું સામાયિકચારિત્ર છોડતાં પોતે જે યાજછવપતની પ્રતિજ્ઞા કરી છે તેને લેપ કેમ ન થાય?
ઉત્તર–પહેલાં જ અમે કહ્યું છે કે સઘળાં ચારિત્રે સામાન્ય સ્વરૂપે તે સામાયિકફપજ છે, કારણ કે દરેક ચાસ્ત્રિમાં સંપૂર્ણ પાપવ્યાપારના ત્યાગને સદ્ભાવ છે. માત્ર છેદ આદિ વિશુદ્ધિ વિશેષવડે જ વિશેષતાને પ્રાપ્ત થતું શબ્દ અને અર્થવડે ભિન્નતા ધારણ કરે છે. તેથી જેમ