________________
તત્ત્વ શાસ્ત્ર - નદી સૂત્ર
૨૩
પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિ ગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) • અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે-- (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રાજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ.
આ ચાર કર્મ પ્રકૃતિઓનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી નથી. તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે. પછી કયારેય નષ્ટ થતું નથી. એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે.
- આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે– પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે- ઇદ્રિય પ્રત્યક્ષ અને નોઇક્રિય પ્રત્યક્ષ. ઇદ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુ ઇદ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઇદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે-(૧) અવધિજ્ઞાન (૨) મન: પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે–(૧) મતિજ્ઞાન (ર) શ્રુતજ્ઞાન
અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન:- આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘુ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઇન્દ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત્ જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બુદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે.
મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે- ૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org