________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે.
૨૧
(૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉંદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે.
(૧૨) ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક-એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે.
દૂર
(૧૩) વાસુદેવ શ્રીકૃષ્ણની પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. ભેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતું. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો છ દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભેરી વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને શ્રીકૃષ્ણએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભેરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભેરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. કૃષ્ણ મહારાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને.
(૧૪) એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એક-બીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org