________________
| ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત દેવવાચક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચયિતા છે. યોગ્યાયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત - (૧) મુદ્ગશૈલ એટલે મજબૂત પથ્થર જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવર્ત મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપરથી મુખ પર ફૂટેલા (ર) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ શ્રેષ્ઠ છે. (૩) જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યું ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે. (૪) જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે, તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે. (૬) જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે. (૮) જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે. (૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે. (૧૦) જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org