________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સંપાદિત છે એ સત્ય છે. તેમજ દેવવાચક અને દેવદ્ગુિણ તે એક જ વ્યક્તિના બે ઉપાધિયુક્ત નામ છે.
૧૮
આચાર્ય શ્રી દૃષ્યગણિના શિષ્ય શ્રી ‘દેવ વાચક’ અપર નામ દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ જ નંદી સૂત્રના રચયિતા છે. કલ્પસૂત્રના રચયિતા પણ દેવર્દ્રિગણિને માનવામાં આવેલ છે અને તેમાં દેવર્દ્રિગણિની સ્તુતિમાં ગુણગ્રામયુક્ત વંદના પણ કરાઈ છે.
રચિત સંકલિત અથવા ઉદ્ધૃત :– દ્વાદશાંગીની રચના ગણધર કરે છે અને એના અવલંબનથી બહુશ્રુત પૂર્વધર શ્રમણો અન્ય સૂત્રોને ઉદ્ધૃત કે સંકલિત કરે છે. અથવા એ જ ગણધર કૃત એક અથવા અનેક આગમોનો આધાર લઈને નૂતન સૂત્રની રચના કરે છે. અતઃ અંગબાહ્ય સૂત્રોના સંકલન કર્તા બહુશ્રુત ભગવંત એક અપેક્ષાએ રચયિતા છે. મૌલિક રચના ગણધરોની જ માનવી જોઈએ. કારણ કે એમના આધારે રચેલા ગ્રંથ જ આગમની પ્રામાણિકતામાં સમાવેશ પામી શકે છે. અતઃ ગણધરો સિવાય અન્ય બહુશ્રુતોને અપેક્ષાએ રચનાકર્તા, સંકલનકર્તા યા ઉદ્ભુતકર્તા કહી શકાય છે.
નંદી સૂત્રને ઉત્કાલિક સૂત્રમાં ગણવામાં આવ્યું છે. બહુશ્રુતો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમ ઉત્કાલિક કહેવાય છે. અર્થાત્ ઉત્કાલિક કહેવાથી નંદી સૂત્રને ઉદ્ધૃત કહેવાની અપેક્ષાએ રચિત કહેવું વિશેષ યોગ્ય છે.
વિષય
નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓમાં તીર્થંકર, સંઘ અને બહુશ્રુત યુગપ્રધાન પૂર્વધરોની સ્તુતિ ગુણગ્રામ તથા વિનય ભક્તિ અને વંદના કરેલ છે. પશ્ચાત્ ભેદ-પ્રભેદ યુક્ત પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે.
-:
પરિમાણ
આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૨૦૬૮૬ અક્ષર થાય છે જેના ૪૬ શ્લોક થાય છે અને ૧૪ અક્ષર શેષ રહે છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે.
સંસ્કરણ :- નંદી સૂત્ર પર પ્રાચીન ચૂર્ણિ એવં ટીકાઓ પ્રકાશિત છે. અન્ય પણ મૂળ કે અર્થ સહિત તથા વિવેચન યુક્ત અનેક સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. મંગલકારી એવં આનંદકારી સમજીને આ સૂત્રનો સ્વાધ્યાય શ્રમણ, શ્રમણોપાસક વર્ગ કરે છે. તેથી આ સૂત્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.
આગમ મનીષી તિલોક મુનિ
-:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org