________________
રર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીતા
પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી અને અંધારામાં ચોરોએ બન્નેનું મેળવેલું ધન લુંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે.
જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ્ર વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રુતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે – (૧) જાણિયા(જ્ઞાયિકા) – તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા-સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકા :- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવા નિત નવા ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વ્રતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા-અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા – જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરન્તુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી, તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે.
પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ-પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org