________________
अधिकार पहेलो - काळ प्रमाण
શારીરિક બળથી યુક્ત, પ્રતિપૂર્ણ ઇન્દ્રિયગ્રામવાળા, નિરોગી, પ્રશસ્તયુવાનીમાં વર્તમાન, મનની આકુળતા રહિત પુરુષનો જે એક ઉચ્છવાસ-નિઃશ્વાસ (અસંખ્યય આવલિકા પ્રમાણ) તે બંને મળીને એક પ્રાણ થાય છે. અર્થાત્ યથોક્ત પુરુષનો ઉચ્છવાસ-નિઃશ્વાસ પ્રમાણ કાળવિશેષ તે પ્રાણ અને યથોક્ત વિશેષણ વિનાના પુરુષનો ઉચ્છવાસ-નિઃશ્વાસ પ્રાણરૂપકાળવિશેષના પ્રમાણમાં હેતુ બનતો નથી.
તે ૭ પ્રાણો = ૧ સ્તોક અને ૭ સ્તોકનો એક લવ થાય છે. આવા ૩૮ લવોની એક નાલિકા થાય છે. | ૯ ||
|| શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડકવૃત્તિમાં કાલપ્રમાણ નામનો પ્રથમાધિકાર સાનુવાદ પૂર્ણ થયો.