________________
પ્રકરણ ૧ લું અરિહંત વ્રતો દોષરહિત પાલનકરવાથી (૧૩)નિવૃત્તિ-વૈરાગ્યભાવ સદૈવરાખવાથી (૧૪) બાહ્ય અને આભ્યન્તર (ગુપ્ત) તપશ્ચર્યા કરવાથી (૧૫) ત્યાગ, અભય દાન અને સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રેગી, તપસ્વી વૃદ્ધ અને નવદીક્ષિત એ સર્વની વિયાવૃત્ય–સેવાભક્તિ કરવાથી (૧૭) સમાધિભાવ રાખવાથી (૧૮) અપૂર્વ—નિત્ય નો જ્ઞાનાભ્યાસ કરવાથી (૧૯) સૂવભક્તિ તથા (૨૦) તન મન અને ધનથી પ્રવચનનીજૈનધર્મની ઉન્નતિ પ્રભાવના કરવાથી. આ ૨૦ કર્તવ્ય માંહેથી કઈ પણ એક કર્તવ્યનું પાલન કરનાર પ્રાણી તીર્થકરગોત્રનું ઉપાર્જન કરે છે, અને તે દરમ્યાન દેવ અથવા નારકીને ન એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થકર–અરિહંતપદને પ્રાપ્ત થાય છે. | તીર્થકરપદને પ્રાપ્ત કરનાર આત્મા મનુષ્યલોકનાં ૧૫કર્મભૂમિનાં ક્ષેત્રમાં, આર્યદેશમાં, ઉત્તમ નિર્મળ કુળમાં, મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને માતાની કુખે ઉત્પન્ન થાય છે, ત્યારે માતુશ્રીને ૧૪ ઉત્તમ સ્વપ્ન ૪ લાધે છે. સવાનવ મહિના પૂર્ણ થતા ઉત્તમ યોગ હોય ત્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે. તે સમયે છપ્પન કુમારિકાઓ = દેવીએ ત્યાં આવીને જન્મ મહોત્સવ ઉજવે છે.
કૃષ્ણ મહારાજ તથા શ્રેણિક મહારાજની જેમ નારકીથી આવીને તીર્થકર નામકર્મ બાંધ્યા પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયેલ હોય તે નરક ગતિમાં જવું પડે છે.
૧૪ સ્વપ્નનાં નામ : ૧ ઐરાવત હસ્તી, ૨ ધોરી બળદ, ૩ શાર્દુલ સિંહ, ૪ લક્ષ્મી દેવી, ૫ પુષ્પની બે માલા, ૬ પૂર્ણ ચંદ્રમા, ૭ સૂર્ય ઈન્દ્રવજા ૯ પૂર્ણ કળશ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ ફીર સમુદ્ર, ૧૨ દેવવિમાન ૧૩ રનોનો ઢગલો અને ૧૪ નિઈમ અગ્નિ જવાલા. નરકથી આવનાર તીર્થકરની માતા ૧૨ મા સ્વપ્નમાં દેવવિમાનને સ્થાને ભુવનપતિ દેવનું ભુવન જુએ છે.
૦ ૧. અવતરવું એ અવનકલ્યાણ ૨. જન્મ તે જન્મકલ્યાણ ૩. દીક્ષા તે દીક્ષાકલ્યાણ ૪. કેવળજ્ઞાનની ઉત્પત્તિ તે જ્ઞાનલ્યાણ અને ૫. નિર્વાણ તે મોક્ષકલ્યાણ કહે છે.
* છપ્પન દિફ કુમારિકાનાં નામો પૂજ્યશ્રી ઘાસીલાલજી. મ. સા. નું બનાવેલ “સ્થાનાંગ” સુવ ભાગ ૫, તા ૧ર. માં નીચે મુજ આલ છે.