Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર પૂર્ણ આનન્દવાળા આત્માની, સ્વરૂપને અનુકૂલ ચૈતન્યપર્યાયના આવિભૉવરૂપ કલા શેભે છે. શુક્લપક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે આત્માને વિષે ચૈતન્ય પર્યાય શેલે છે અને કૃષ્ણપક્ષમાં અનાદિ ક્ષયોપશમરૂપ ચેતના અને વીર્યાદિને પરિણામ મિથ્યાત્વ અને અસંયમની સાથે એકતા થવાને લીધે સંસારને તું હોવાથી શુભતે નથી. માટે આ આત્માની સ્વરૂપ સાધનની અવસ્થા જ પ્રશસ્ત છે. કૃષ્ણ પક્ષ અને શુકલપક્ષનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે जेसि अवठ्ठपुग्गलपरियट्टो सेसओ य संसारो। ते सुकपक्खिया खलु अवरे पुण कण्हपक्खिया // जो जो किरियावाई सो भव्वो णियमा सुकपक्खिओ। अंतो पुग्गलपरिअट्टस्स उ सिज्झइ णियमा // પૂર્ણતા ગુણરૂપ હોવાથી ગુણવાળા આત્મા સિવાય હેતી નથી. તે પૂર્ણ પણું વસ્તુના સ્વરૂપની સિદ્ધિમાં હેય છે. તેમાં કોઈનું પૂર્ણ એવું શબ્દથી લાવવારૂપ નામ હોય તે નામ પૂર્ણ. જેને વિશે પૂર્ણને આકાર હોય અથવા આરાય કરાય તે સ્થાપના. જેમકે પૂર્ણ ઘટની સ્થાપના-અકૃતિ તે સ્થાપનાપૂર્ણ. દ્રવ્ય વડે પૂર્ણ ધનાથ અથવા જળ વગેરેથી ભરેલો ઘટ વગેરે, અથવા દ્રવ્યથી પૂર્ણ એટલે પોતાના કાર્યથી પરિપૂર્ણ. જેમકે ઘટપટાદિ દ્રવ્ય, કેમકે “અર્થની ક્રિયા કરનાર હોય તે દ્રવ્ય એવુ દ્રવ્યનું લક્ષણ છે. અથવા દ્રવ્યમાં પૂર્ણ તે દ્રવ્યપૂર્ણ. ધમસ્તિકાયને અન્ય વગેરે. અથવા “ગgવગોળો ' અનુપયોગ એ