________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | સંકલના
પરસ્પર ભેદ અને અભેદનો વિરોધ નથી પરંતુ ભિન્ન દૃષ્ટિથી તે ત્રણેનો ભેદ છે અને ભિન્ન દ્રષ્ટિથી ત્રણેનો અભેદ છે તેમ સ્થાપન કર્યું.
૬
ઢાળ-૫ ઃ
હવે, પદાર્થને જોવા માટે પ્રવૃત્ત જે ઉપયોગ છે તે જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન નયસ્વરૂપ અને પ્રમાણસ્વરૂપ છે તેથી દ્રવ્યગુણપર્યાયને જોનારી નયદૃષ્ટિ અને પ્રમાણદૃષ્ટિ કઈ રીતે તે દ્રવ્યગુણપર્યાયના પરસ્પર ભેદ અને અભેદ બતાવે છે? તેની વિચારણા પાંચમી ઢાળની ગાથા-૬ સુધી બતાવેલ છે. વળી, દિગંબરો તે નયપ્રમાણની દૃષ્ટિને છોડીને સાત નયોને બદલે નવ નયોની અને ઉપનયોની કલ્પના કરે છે તથા નિશ્ચયનય અને વ્યવહારનયને અધ્યાત્મનય સ્વીકારે છે તેનું સ્વરૂપ ઢાળ-પમાં ગાથા-૭થી માંડીને અંત સુધી કંઈક અંશથી બતાવેલ છે.
ઢાળ-૬,૭,૮ :
ત્યારબાદ ઢાળ-૬, ઢાળ-૭ અને ઢાળ-૮ની ગાથા-૭ સુધી દિગંબરના મતાનુસાર નવ નયોનું અને ઉપનયોનું વિસ્તારથી વર્ણન કર્યું છે, જે દિગંબર મતાનુસાર દેવસેનકૃત નયચક્રમાં વર્તમાનમાં પણ તે પ્રમાણે જ ઉપલબ્ધ છે.
વળી, દિગંબરોના સર્વ કથન તદ્દન અસંબદ્ધ નથી પરંતુ સ્યાદ્વાદની યુક્તિ અનુસાર જ છે છતાં વિભાગવાક્યની મર્યાદાના અજ્ઞાનને કારણે સાત નયને બદલે નવ નયો કહીને સ્યાદ્વાદની મર્યાદાનું દિગંબર પ્રક્રિયાઅનુસાર કઈ રીતે ઉલ્લંઘન થાય છે ? તથા નય, ઉપનય ઇત્યાદિ કલ્પનાઓ કઈ રીતે વ્યર્થ છે ? અને ઉપનયનું દિગંબરોનું કથન કઈ રીતે નયોમાં અંતર્ભાવ પામે છે ? તે સર્વનું વિસ્તારથી વર્ણન ઢાળ-૮ની ગાથા-૮થી માંડીને અંત સુધી ગ્રંથકારશ્રીએ કરેલ છે, જેનાથી શાબ્દબોધની મર્યાદા, સ્યાદ્વાદની યુક્તિઓ અને પદાર્થને નિપુણતાપૂર્વક જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રગટે છે તેથી ‘આ સ્વકીય મત છે,’ ‘આ પરકીય મત છે' તેવી બુદ્ધિ કરીને ‘આપણું છે માટે સાચું છે, દિગંબરનું છે માટે મૃષા છે' તેવો આગ્રહ કર્યા વગર નિપુણ પ્રજ્ઞાથી પદાર્થના સ્વરૂપને જોવા માટે યત્ન કરવામાં આવે તો સર્વજ્ઞના વચનનો જ યથાર્થ બોધ થાય છે. વળી, દિગંબરની પ્રક્રિયામાં પણ સર્વજ્ઞના વચનાનુસારી કયા પદાર્થ છે ? અને કયા સ્થાને દિગંબરની પ્રક્રિયા અનુસાર સર્વજ્ઞના વચનનું ઉલ્લંઘન થાય છે ? તેનો યથાર્થ બોધ થાય છે.
ઢાળ-૯ ઃ
આ રીતે અત્યારસુધી દ્રવ્યગુણપર્યાયનો અનેક દૃષ્ટિઓથી બોધ કરાવ્યો. હવે ભગવાનના શાસનની ઉત્પત્તિ “૩૫નેક્ વા વિમેફ વા; વેફ વા” એ ત્રિપદીથી થયેલી છે અને તે વચનાનુસા૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ કઈ રીતે સંગત થાય છે ? તેની વિસ્તૃત ચર્ચા ઢાળ-૯માં કરેલ છે. આ ચર્ચામાં એકાંતનિત્યવાદી કે