________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧/ સંકલના
ઢાળ-૨ :
પ્રથમ ઢાળમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી કે “દ્રવ્યગુણપર્યાયના રાસ દ્વારા હું દ્રવ્યાનુયોગનો વિચાર કરીશ” તેથી ઢાળ-૨માં દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ બતાવે છે જેથી દરેક પદાર્થો ગુણપર્યાયવાળા છે છતાં દ્રવ્યમાં રહેલા ગુણો અને પર્યાયો શું છે ? અને ગુણ-પર્યાયના આધારભૂત દ્રવ્ય શું છે ? તેનો યથાર્થ બોધ થાય. વળી, તે દ્રવ્યગુણપર્યાયનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે એ પ્રકારના સ્યાદ્વાદના વચનની મર્યાદા છે તોપણ બીજી ઢાળમાં પ્રથમ યુક્તિથી દ્રવ્યગુણપર્યાયનો ભેદ બતાવે છે જેથી દ્રવ્યગુણપર્યાયનો એકાંત અભેદ નથી તેનો સ્પષ્ટ બોધ થાય.
ટાળ-8 :
ત્યારપછી ત્રીજી ઢાળમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના અભેદ કઈ અપેક્ષાએ છે ? તે અનુભવ અને યુક્તિઅનુસાર બતાવે છે અને જે દર્શનકારો દ્રવ્યગુણપર્યાયનો એકાંત ભેદ માને છે તેમનું તે વચન કઈ રીતે સંગત નથી તે પણ યુક્તિ અને અનુભવ અનુસાર ત્રીજી ઢાળમાં બતાવેલ છે.
ટાળ-૪ :
આ રીતે ઢાળ-૨ અને ઢાળ-૩થી દ્રવ્યગુણપર્યાયના લક્ષણનો બોધ કરાવીને તે દ્રવ્યગુણપર્યાયનો કઈ દૃષ્ટિથી ભેદ છે? અને કઈ દૃષ્ટિથી અભેદ છે?તે યુક્તિ અને સ્વઅનુભવઅનુસાર બતાવ્યું. ત્યાં મુગ્ધમતિ વિચારકને શંકા થાય કે જો દ્રવ્યગુણપર્યાયનો ભેદ હોય તો “અભેદ છે” એમ કહેવું એ વચન વિરોધી છે અને જો દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર અભેદ હોય તો ‘ભેદ છે એમ કહેવું એ વચન પણ વિરોધી છે. જેમ,
જ્યાં છાયા છે ત્યાં આતાપ છે એમ કહેવાય નહીં અને જ્યાં આતાપ છે ત્યાં છાયા છે એમ કહેવાય નહીં, તેમ, જે દ્રવ્યગુણપર્યાયનો અભેદ છે તેનો ભેદ છે એમ કહેવાય નહીં અને જે દ્રવ્યગુણપર્યાયનો ભેદ છે તેનો અભેદ છે એમ કહેવાય નહીં. તેના નિરાકરણ અર્થે દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ પણ નથી, અભેદ પણ નથી પરંતુ ભેદભેદ જ છે અને ભેદભેદનો પરસ્પર કોઈ વિરોધ નથી” તેમ ઢાળ-૪માં યુક્તિ અને શાસ્ત્રવચન અનુસાર બતાવેલ છે, એટલું જ નહીં પરંતુ જગતના સર્વ દ્રવ્યોનો પરસ્પર એકાંત ભેદ નથી, એકાંત અભેદ નથી અને ભેદભેદસ્વરૂપ જ જગત છે તેનું વિસ્તારથી વર્ણન ઢાળ-૪માં કરેલ છે. વળી, દ્રવ્યગુણપર્યાય ભેદાભદાત્મક જ છે અને ભગવાનના શાસનમાં પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવા માટે સપ્તભંગીનો પ્રયોગ થાય છે માટે તે સપ્તભંગી ભેદાભદાત્મક પદાર્થને જ અનુભવ અનુસાર બતાવે છે તેનું વિસ્તારથી વર્ણન ઢાળ-૪માં કરેલ છે.
આ રીતે ઢાળ-રથી માંડીને ઢાળ-૪ સુધી દ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ બતાવ્યું. વળી, તેનો પરસ્પર ભેદ કઈ અપેક્ષાએ છે અને પરસ્પર અભેદ કઈ અપેક્ષાએ છે તે બતાવેલ છે. વળી, એક જ દ્રવ્ય-ગુણ-પર્યાયનો