________________
દ્રવ્યગુણપર્યાયનો
ભાગ-૧ | સંકલના
દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ' ઢાળ-૧થી ઢાળ-૯ની સંકલના :
જગત્કર્તા સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે, જે સર્વ જીવોને દૃષ્ટથી અનુભૂત છે અને પોતાનો આત્મા પણ સ્વસંવેદનથી પ્રતીત છે. જેમ, પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપે જન્મથી માંડીને “હું જ્ઞાનસ્વરૂપ છું' તે રીતે સ્વસંવેદનથી પ્રતીત છે અને પ્રતિક્ષણ નવા નવા જ્ઞાનનો ઉપયોગ અને નવા નવા કષાયનો ઉપયોગ અન્ય અન્યરૂપે પ્રતીત છે તેથી જગવર્તી સર્વ દ્રવ્યો દ્રવ્યરૂપે નિત્ય છે અને તે તે પર્યાયરૂપે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. તેના સ્વરૂપનો જ વિસ્તારથી બોધ કરાવવા અર્થે દ્રવ્યની અને ગુણપર્યાયની વિચારણા કરાય છે અર્થાત્ દ્રવ્યના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવે તેવી વિચારણા કરાય છે અને પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયના રાસની રચના દ્વારા દ્રવ્યાનુયોગથી જ પોતાના આત્માને ભાવિત કરવા અર્થે અને ભવ્ય જીવોને દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ બોધ કરાવવા અર્થે પ્રયત્ન કર્યો છે.
ઢાળ-૧ -
ત્યાં પ્રથમ ઢાળમાં ગ્રંથકારશ્રી કહે છે કે, “ભગવાનના શાસનમાં સર્વ પદાર્થો ચાર અનુયોગમાં વિભક્ત છે – (૧) ચરણકરણાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ધર્મકથાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. તેમ બતાવીને તે ચારેય યોગોમાંથી દ્રવ્યાનુયોગ એ પૂર્વના ત્રણ અનુયોગો કરતાં શ્રેષ્ઠ છે, ફક્ત પૂર્વના અનુયોગની પ્રાપ્તિના બળથી જ ઉત્તરના અનુયોગમાં જવાનું બળ સંચય થાય છે તેથી પ્રથમ ચરણકરણાનુયોગ કહેલ છે તોપણ દ્રવ્યાનુયોગના ભાવનથી આત્માની મૂઢતાનો અત્યંત પરિહાર થાય છે, સર્વજ્ઞના વચનાનુસાર જગવર્તી પદાર્થોની વ્યવસ્થાનું યથાર્થ જ્ઞાન થાય છે. વળી, સમ્યગું જ્ઞાન હંમેશાં પોતાના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે અને મૂઢતાથી ઉત્પન્ન થયેલ મિથ્યાજ્ઞાન સુખના અર્થી જીવોને પણ દુઃખના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. વળી, મૂઢતાના પરિવારનો ઉપાય સમ્યક્ત્વ છે અને સમ્યક્ત્વ પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અવલોકનસ્વરૂપ છે. જગત્વર્તી પદાર્થો જે રીતે રહેલા છે તે જ સ્વરૂપે સર્વજ્ઞએ કેવળજ્ઞાનથી જોઈને દ્રવ્યાનુયોગમાં બતાવ્યા છે અને સર્વજ્ઞના વચનનું અવલંબન લઈને તેનો યથાર્થ બોધ કરવામાં આવે, સ્વઅનુભવ અનુસાર અને યુક્તિઅનુસાર તેનું સમ્યફ અવલોકન કરવામાં આવે તો, જેમ, અંધ પુરુષને હાથના સ્પર્શથી ઘટના સ્વરૂપનું જ્ઞાન થાય છે તેમ, છમસ્થ એવા પ્રાજ્ઞ વિચારકને શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન થાય છે અને તેના બળથી જ તેનો સૂક્ષ્મ સૂક્ષ્મ બોધ કરીને જ્ઞાનાવરણીય કર્મનું ઉમૂલન કરે તો તેનું સમ્યગુ જ્ઞાન જીવને સમ્યગુ બોધ, સમ્યગુ રુચિ અને એકાંતે નિરાકુળ અવસ્થારૂપ સુખમાં પ્રવૃત્તિ કરાવીને પૂર્ણ સુખની પ્રાપ્તિનું કારણ બને છે માટે ચારેય અનુયોગમાં દ્રવ્યાનુયોગ મોટો યોગ છે તેમ યુક્તિથી અને શાસ્ત્રવચનથી ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં સ્થાપન કરેલ છે.