________________
* વૃક્ષને ઉગાડવા માટે પાણી જોઈએ તેમ વૃક્ષને જિવાડવા - લીલુંછમ રાખવા માટે પણ પાણીની જરૂર પડે. તેવી રીતે ચારિત્રધર્મને પામવા સમ્યકત્વ જોઈએ અને ચારિત્રની સ્થિરતા, નિર્મળતા માટે પણ સમ્યત્વની નિર્મળતા જરૂરી છે.
* સમ્યત્વ પામવા માટે મિથ્યાત્વની નિર્જરા કરવી પડે તે માટે તપ જરૂરી છે. ખાવાપીવામાં જિંદગી વિતાવે તેને સમ્યકત્વ ન મળે, તે માટે પણ તપ કરવો પડે. સાધુભગવન્તને સ્વાધ્યાય માટે, વિનયવૈયાવચ્ચ માટે સમય મળે માટે તેઓ તપ કરે છે. એકાસણાં કરે એટલે શરીરને ટેકો પણ મળે અને ખાવાપીવાનો સમય બચવાથી સ્વાધ્યાયાદિ થાય, શરીરને કષ્ટ પડવાથી મિથ્યાત્વ-ચારિત્રમોહનીયાદિ કર્મની નિર્જરા થાય. ભગવાનને મોક્ષે જવાની ખાતરી હોવા છતાં બાહ્ય તપ કર્યો અને કેવળજ્ઞાન મળી ગયું છતાં એકાસણાં છોડ્યાં નહિ ને ? તો આપણે મેળવવાનું બાકી હોવા છતાં તપ ન કરીએ એ ચાલે ? જે માર્ગે ભગવાન ચાલ્યા તે માર્ગ ભગવાન પણ છોડતા નથી તો આપણે છોડી દેવાનો ? સાધનાકાળમાં ઉત્કટકોટિના બાહ્ય તપ સાથે ભગવાન ઉત્કટકોટિનો અભ્યન્તર તપ કરતા હતા. બાહ્ય તપ ન હોય તો અત્યંતરતપમાં ખામી આવવાની જ. અભ્યન્તર તપ ટકાવવા બાહ્યતમ કરવાનો અને અભ્યતર તપ વધે તેમ બાહ્ય તપ પણ વધે. પરસ્પર સાધ્યસાધકભાવ છે.
સ. તપથી સમ્યકત્વ કેવી રીતે મળે? તામલીતાપસને ન મળ્યું ને ?
તેની પાસે અજ્ઞાન હતું માટે ન મળ્યું. અજ્ઞાન ટાળીને કે ટાળવા માટે તપ કરે તો સમ્યત્વ મળ્યા વિના ન રહે.
* આપણું પુણ્ય ઓછું છે માટે સમ્યકત્વ નથી મળતું એવું કહી શકાય તેમ નથી. આપણા પુણ્યની તો લોકોને ઈર્ષ્યા આવે એવું છે. જનમતાંની સાથે વીતરાગ દેવ મળ્યા, પ્રવચનપ્રભાવક ગુરુ મળ્યા, કેવલીકથિત ધર્મ મળ્યો, ધંધા માટે પણ એવા
સ્થાને આવ્યા કે જોઈએ એટલાં જિનાલયોનાં તથા સાધુ-સાધ્વી ભગવન્તોનાં દર્શનવંદનનો લાભ સહેજમાં મળે અને ધારીએ તો જિનવાણીનું શ્રવણ નિત્ય કરી શકીએ એવી બધી જ અનુકૂળતા મળી છે. આમ છતાં સમ્યકત્વ પામવા મહેનત ન કરીએ તો સમ્યત્વ જોઈતું જ નથી : એમ માનવું પડે ને?
* વ્યાખ્યાન, સાંભળવા આવો છો કે યાદ રાખવા ? યાદ રહી જાય એ વાત જુદી પણ યાદ રાખવા માટે સાંભળવું છે – એવો ભાવ તો નથી જ ને? ધંધાના ભાવ, વગર મહેનતે પણ યાદ રહી જાય છે ને? અહીં મહેનત કરવી નથી, ને ઊંચું તત્ત્વ છે એમ કહીને જતા રહેવું છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
-
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org