________________
આપણને લાગે છે ને ? જે આપણને દેખાતું ન'તું, સંભળાતું ન'તું, જણાતું ન'તું તે બતાવવાનું કામ શાસ્ત્રકારોએ કર્યું છે. શાસ્ત્રકારોની વાત સાંભળતાં પણ પ્રેમ ઊપજે તો સમજવું કે આપણામાં લાયકાત પ્રગટી છે.
* જ્ઞાની ભગવન્તો જે વસ્તુને ખરાબ કહે એ વસ્તુ આપણને સારી લાગે એ મિથ્યાત્વનો પ્રભાવ છે. મિથ્યાત્વને ઓળખવા ન દે એવું મહામિથ્યાત્વ છે. મિથ્યાત્વ મંદ પડે ત્યારે મિથ્યાત્વ ઓળખાય. ગાઢ અંધકાર છે એવું પણ જેની આંખ નિર્મળ છે એને સમજાય. આંધળો, અંધકાર અને પ્રકાશના ભેદને ઓળખી ન શકે.
* મિથ્યાત્વ ખરાબ છે – એવું જ્ઞાની ભગવન્તના વચનથી માની લેવું છે કે ખાતરી કરવા બેસવું છે? દૂધપાક ઝેરવાળો છે – એવું કોઈ કહે તો માની લો કે ખાતરી કરવા બેસો? આપણને મિથ્યાત્વ ખરાબ નથી લાગતું તેથી મિથ્યાત્વ નથી એવું ન બોલાય ને ? આપણે બેભાન થયા એની ખબર ક્યારે પડે? ભાનમાં આવીએ ત્યારે ને ? એવી રીતે મિથ્યાત્વ મંદ પડે ત્યારે મિથ્યાત્વ ખરાબ છે એવું સમજાય. આપણું મિથ્યાત્વ મંદ નથી પડ્યું, ગાઢ છે એ આપણી પ્રવૃત્તિ ઉપરથી નક્કી થાય ને? ગઈ કાલ સુધી સુખ ભોગવવા પાપ ન'તા કરતા આજે પાપ વધારે કરીએ છીએ ને ? કાવાદાવા કરીને પણ સુખ ભોગવવાનું શરૂ કર્યું ને? કાવાદાવા કર્યા પછી પુરાવા સાથે પકડાઈ ગયા પછી તો મારી સમજફેર થઈ હશે એમ કહીને છૂટી જઈએ ને? આટલું પણ નક્કી કરવું છે કે - જ્યાં સુધી સમજ ન હોય ત્યાં સુધી બોલવું નહીં, સમજ મેળવીને જ બોલવું? જેટલા જેટલા મહાપુરુષો થયા એ મિથ્યાત્વને કાઢીને જ થયા
છે.
સ. મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે.... આનો અર્થ શું છે?
અંધ એટલે બિલકુલ જોઈ ન શકે છે. અને કાણો એટલે જે બરાબર જોઈ ન શકે તે. અભવ્યો મોક્ષને માનતા જ નથી માટે તેઓ અંધજેવા છે અને અન્યદર્શનકારો મોક્ષને માનતા હોવા છતાં તેના સ્વરૂપને બરાબર જાણતા નથી માટે તેઓ કાણાજેવા છે. આ રીતે ભગવાનના શાસનના મોક્ષરૂપ તત્ત્વને અભવ્યો અને મિથ્યાત્વી એવા અન્યદર્શની ઓળખી શકતા નથી.
* મિથ્યાત્વની હાજરીમાં ગમે તેટલું સુખ મળતું હોય, દુઃખ જતું હોય તોપણ મિથ્યાત્વ સારું નથી જ. તપ કરવા તૈયાર થયા પછી મોહ આવીને કહે કે – તપ કરવો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org