________________
અભિમાન નહીં એ જ ને ? તેમ પુણ્ય માટે સમજી લેવાનું. ઔદયિકભાવનો સ્પર્શ પૂરો હોય અને ક્ષયોપશમભાવનો સ્પર્શ જરા પણ ન હોય એવા પુણ્યને શું કરવું? મહાપુરુષોને આવેલો પાપનો કે પુણ્યનો ઉદય સારો પરન્તુ આપણો પુણ્યનો કે પાપનો ઉદય સારો નહીં. આત્માના ગુણો સચવાતા હોય તો દુઃખને પણ આવકારી લઈએ અને આત્માના ગુણો નાશ પામતા હોય તો સુખને પણ લાત મારીએ-આવી ભાવના જે દિવસે જાગશે એ દિવસે મહાપુરુષની યોગ્યતા આપણામાં આવી છે – એમ સમજવું.
* પુણ્યનો ભોગવટો ન કરે અને ભગવાનના શાસનની અવિહડ પ્રીતિ જાળવ્યા કરે એવા મહાપુરુષ બની શકે અને આવા આત્માઓ જ ઉપકાર કરી શકે.
* દુનિયાના દુઃખને ભુલાવી નાંખે અને સુખનો પડછાયો પણ ન પડવા દે એનું નામ મહાપુરુષ. દુઃખને દૂર કરે અને સુખ મેળવી આપે એ મહાપુરુષ નહીં.
* મોહને શાસ્ત્રમાં ચોર(મલિવુચ)ની ઉપમા આપી છે. પહેરેલાં કપડાંને પણ લૂંટી લેવાનું કામ ચોરી કરતા હોય છે, તેમ મોહ પણ ગુણોને લૂંટી લેવાનું કામ કરે છે. પૂજા ભગવાનની કરીએ અને માનીએ મોહનું ને? મોહ શત્રુરૂપે લાગ્યો નથી. જે વ્યક્તિ શત્રુરૂપે લાગી હોય તેની સોના જેવી ચીજ પણ આપણે ન લઈએ ને ? એની ગમે તેવી સારી વાત હોય તોપણ કાને ન ધરીએ ને ? માટે એક વખત મોહને શત્રુરૂપે ઓળખી લેવો છે. મોહને શત્રુરૂપે ઓળખી લઈએ તો સમ્યગ્દર્શનને આવતાં વાર નહીં લાગે.
* પાપવ્યાપારનો ત્યાગ ન કરે એને ગુણ ન મળે. અવિનયથી વિરામ ન પામવા રૂપ આશ્રયસ્થાનનો ત્યાગ થાય ત્યારે જ્ઞાન મળે. આટલી પણ વિરતિ ન ગમે એને શ્રુતસામાયિક પણ ન અપાય.
* પુણ્ય ગમે તેટલું ઉત્કટકોટીનું હોય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ન હોય તો ઉપકાર ન કરી શકે.
* એક સો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ અને આઠ મૂળ પ્રકૃતિની અપેક્ષાએ પણ એક મિથ્યાત્વમોહનીયની સ્થિતિ જ સિત્તેર કોટાકોટી સાગરોપમ જેટલી છે માટે મિથ્યાત્વને મહામોહ કહેવાય છે. અનન્તા ગુણોને અનન્ત કાળ સુધી રોકી રાખે છે માટે પણ મિથ્યાત્વને મહામોહ કહેવાય છે. બંધમાંથી અને ઉદયમાંથી જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી ગુણની પ્રાપ્તિ નથી થતી.
* આપણને જ્ઞાનાદિગુણો અનુભવવા નથી મળ્યા એનું દુઃખ છે કે સુખ અનુભવવા નથી મળ્યું એનું દુઃખ છે? ધન ન મળે તો ચાલે કે જ્ઞાન ન મળે તો ચાલે?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain-Educatien International
For Private & Personal Use Only
www.jainelibrary.org