Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 23
________________ પંચેન્દ્રિયસ્વાદિ પુણ્યથી જ મળે છે માટે પુણ્ય પર ભાર આપ્યો છે બાકી તો એ સામગ્રીની હાજરીમાં પણ મિથ્યાત્વના ક્ષયોપશમ વિના સમ્યત્વ નથી જ મળતું. આથી આપણે પરિણામ પર ભાર આપવો છે. જે મળી ગયું છે તેના પર ભાર નથી આપવો, જે મેળવવાનું બાકી છે તેના પર ભાર આપવો છે. * આપણા ગુણો આપણી પાસે જ છે, કર્મે આપણને સામગ્રી આપી છે, થોડો થોડો પ્રયત્ન કરવામાં કષ્ટ નથી માટે આ દિશામાં આપણે થોડો પુરુષાર્થ કરી લેવો છે. જ્યાં સુધી ધર્મ હૈયામાં પરિણામ નહીં પામે ત્યાં સુધી ગુણો મેળવવાનો પ્રયત્ન નહીં થાય. સ. ધર્મ ગમ્યો એનું લક્ષણ શું? દુઃખ પડે તોપણ ધર્મ છોડે નહીં, અને સુખ છોડવાનો પ્રયત્ન થાય તો સમજવું કે ધર્મ ગમ્યો છે. દવા ગમી ક્યારે કહેવાય ? ઊલટી થાય તો પણ લે એને દવા ગમી કહેવાય ને ? આજે આપણને ધર્મ ગમે છે કે સુખ ગમે છે? આપણી સુખની આસતિએ આપણી સમજાણ ઉપર આવરણ ચઢાવી દીધું છે. ભણેલા જ્ઞાનીઓને અંધાપો લાવવાનું કામ મોહ કરે છે. એક વાર જ્ઞાનને નકામું બનાવી દીધા પછી ગુણોને લૂંટી લેવાનું કામ મોહ કરે છે – આવું જાણવા છતાં આપણું નિદ્રા – વિકથાદિ પ્રમાદ કરવાનું કામ ચાલુ છે ને ? એના વિના આપણને ન ફાવે ને ? જ્ઞાન ભુલાઈ જાય તો વાંધો નહીં પણ વાતો કર્યા વગર ન ચાલે ને? ઊંધ્યા વગર ન ચાલે ને ? આ તો સામાન્ય વાત છે ને ? આમાં કરોડો ખરચવાના નથી ને ? ગઈ કાલની રહેણી-કરણી, ખાન-પાન વગેરે બધું આજે વધ્યું ને ? જ્ઞાનાદિ ગુણો કેટલા વધ્યા એવું આજે ધર્મ કરનારને પૂછીએ તો શું જવાબ મળે? સ્કૂલનું લેસન બાર વાગ્યા સુધી કરનારા અહીં ધોળે દિવસે પણ ન ભણે ને ? સ. ધર્મ એટલે શું? ધર્મ એટલે આત્માનો પરિણામ. વર્તમાનમાં આપણે જે ધર્મ કરીએ છીએ એ આત્મપરિણામ સ્વરૂપ છે કે નહીં તે તપાસવાની જરૂર છે. * પુણ્ય પચાવી જાણે એમને મહાપુરુષ કહેવાય. સ. પુણ્ય પચાવવું એટલે શું? પુણ્યના ઉદયથી મળતી અનુકૂળતા હૈયાને સ્પર્શે નહીં અને પુણ્ય પચાવ્યું કહેવાય. તમારી ભાષામાં પૈસો પચાવવો એટલે શું ? ગમે તેટલા પૈસા હોય તોય હૈયામાં શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 314